Just In
વોટ્સએપ હવે સ્ટેટ્સ ની અંદર 15 સેકન્ડ કરતા લાંબા વિડિઓ શેર કરવા નહીં આપે
કોરોના વાઇરસ ને કારણે જે લોકડાઉન કરવા માં આવેલ છે તેના કારણે મોટા ભાગ ના લોકો વધુ ને વધુ ઓનલાઇન સર્વિસ અને પ્લેટફોર્મ પર ફરી રહ્યા છે ત્યારે તેની ઉપર વધુ દબાવ ના આવે અને યુઝર્સ ને સારો અનુભવ આપી શકાય તેના માટે ઘણા ભાડા પગલાંઓ લેવા માં આવી રહ્યા છે. અને તેના માટે યુટ્યુબ, નેટફ્લિક્સ અને બીજી ઘણી બધી સર્વિસ દ્વારા ડિફોલ્ટ રિઝોલ્યુશન ને ઘટાડી નાખવા માં આવેલ છે અને સાથે સાથે બીટ રેટ ને પણ ઘટાડી નાખવા માં આવેલ છે ત્યારે વોટ્સએપ દ્વારા પણ એક આવું જ પગલું લેવા માં આવ્યું છે. ભારત ની અંદર હવે વોટ્સએપ પર યુઝર્સ 15 સેકન્ડ કરતા વધુ લાંબા વિડિઓઝ ને શેર નહીં કરી શકે.

આ બદલાવ વિષે સૌથી પહેલા જાણ વા બીટા ઇન્ફો દ્વારા કરવા માં આવી હતી કે જે વોટ્સએપ ના નવા અને આવનારા ફીચર્સ વિષે તાપસ રાખે છે. અને ત્યાર પછી અમે વોટ્સએપ ની બંને બીટા અને સ્ટેબલ એપ ને અપડેટ કરી અને આ બાબત વિષે તાપસ કરી હતી અને તેની અંદર પણ તે જ જોવા મળ્યું હતું કે આવે સ્ટેટ્સ ની અંદર 15 સેકન્ડ કરતા વધુ લાંબા વિડિઓઝ શેર કરી શકતા નથી. અને હવે જયારે પણ તમે વોટ્સએપ ની અંદર 15 સેકન્ડ કરતા લાંબા વિડિઓ ને શેર કરશો ત્યારે તમને જણાવવા માં આવશે કે તમારા વિડિઓ ને પ્રથમ 15 સેકન્ડ ની અંદર ટ્રિમ કરી દેવા માં આવેલ છે.
જોકે આ મેસેજ થોડી કન્ફ્યુઝિંગ છે કેમ કે વિડિઓ ને હકીકત ની અંદર ટ્રિમ કરવા માં આવતો નથી. પરંતુ તમે આખા વિડિઓ માંથી કોઈ પણ 15 સેકન્ડ ને સ્ટેસ્ટ તરીકે શેર કરી શકો છો. અને તમારે માત્ર એટલું કરવા નું રહેશે કે તમે જે 15 સેકન્ડ ને સ્ટેટ્સ ની અંદર મુકવા માંગતા હોવ તે ફ્રેમ ને બોક્સ તેના પર લઇ અને પસન્દ કરવા ની રહેશે. અને ત્યાર પછી તે 15 સેકન્ડ ને તમારા વોટ્સએપ સ્ટેટ્સ તરીકે શેર કરી દેવા માં આવશે. અને એવું લાગી રહ્યું છે આ પગલાં ને અત્યારે માત્ર ભારત ની અંદર લેવા માં આવ્યું છે.
અને સર્વર ના ઇન્ફ્રાસ્ટ્રચર પર વધુ ટ્રાફિક ના આવે તેના માટે આ 15 સેકન્ડ માટે નું પગલું લેવા માં આવ્યું છે, જોકે આ બદલવા વિષે હજુ સુધી વોટ્સએપ દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપી નથી. જોકે આ પગલાં ને લઇ અને ઘણા બધા યુઝર્સ નારાઝ હોઈ એવું લાગી રહ્યું છે, અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ સ્ટેટ્સ ને વોટ્સએપ ના સર્વર પર માત્ર 24 ક્લલક માટે રાખવા માં આવે છે અને ત્યાર પછી તેને પોતાની મેળે જ ડિલિટ કરી નાખવા માં આવે છે ત્યારે આ ફીચર ને કારણે તેમના સર્વર પર કેટલો ઓછો લોડ પડે છે તે જાણવું રસપ્રદ રહશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470