Whatsapp પર હવે બનાવી શક્શો 3D Avatar, આવ્યું નવું ફીચર

|

વોટ્સએપે છેલ્લા કેટલાક મહિનાઓમાં એપ્લીપકેશન પર ઘણા નાના મોટા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. નવેમ્બરની શરૂઆતમાં, આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસે યુઝર્સના ગ્રૂપ ચેટ્સને સુપરચાર્જ કરવા માટે કોમ્યુનિટીઝ ફીચર રોલઆઉટ કર્યું અને ગ્રુપ વીડિયો કૉલની મર્યાદા વધારીને 32 વ્યક્તિઓ સુધીની કરી છે. એટલું જ નહીં, વ્હોટ્સ એપે યુઝર્સ પોતાની જ જાતને મેસેજ કરી શકે તે માટે મેસેજ યોરસેલ્ફ ફીચર પણ રોલઆઉટ કર્યું છે.. હવે, મેટાની આ એપ્લીકેશન હવે સત્તાવાર રીતે તેના પ્લેટફોર્મ પર અવતાર ફીચરના રોલઆઉટની જાહેરાત કરી છે.

Whatsapp પર હવે બનાવી શક્શો 3D Avatar, આવ્યું નવું ફીચર

બીટા વર્ઝનમાં થયું ટેસ્ટિંગ

ફેસબુક પર પહેલેથી જ મળી રહેલા બીટમોજી જેવા અવતારને વ્હોટ્સ એપ પર લાવવાની ચર્ચા જુલાઈ મહિનાથી ચાલી રહી છે. બાદમાં ઓક્ટોબર મહિનામાં વ્હોટ્સ એપના બીટા વર્ઝનમાં આ ફીચર જોવા મળ્યું હતું. અવતાર એ તમારી જાતનું એક ડિજિટલ વર્ઝન છે, જે વિવિધ હેરસ્ટાઇલ, સ્કીન ટોન, પોશાક અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવું છે.

મળશે જુદા જુદા 36 અવતાર

એકવાર તમે અવતાર સેટ કરી લો, પછી 36 સ્ટીકરો સાથેનો કસ્ટમ સ્ટીકર પેક જનરેટ થાય છે, જેને તમે વાતચીતમાં મોકલી શકો છો. એટલે કે 36 જુદા જુદા એક્સપ્રેશન સાથે તમે પોતાના જેવો લાગતો અવતાર ફ્રેન્ડ્ઝને મોકલી શકો છો. તમે તમારા વાસ્તવિક ફોટાને બદલે તમારા પ્રોફાઇલ પિક્ચર તરીકે અવતાર પણ સેટ કરી શકો છો. મેટા પહેલાથી જ Facebook અને Instagram પર Bitmoji-શૈલીના અવતાર લોન્ચ કરી ચૂક્યુ છે, પરંતુ તમે WhatsAppમાં આ બંને પ્લેટફોર્મ પરના અવતારને ડિરેક્ટ લાવી શકાતા નથી.

અપગ્રેડ થતા રહેશે અવતાર

વ્હોટ્સ એપે કરેલી જાહેરાત પ્રમાણે આ અવતાર વપરાશકર્તાઓને "પોતાને વ્યક્ત કરવાની નવી અને વ્યક્તિગત રીત" પ્રદાન કરશે. સમય જતાં, મેટા નીમાલિકીની આ એપ્લીકેશન અવતાર ફીચરને અપગ્રેડ કરતું રહેશે. જેમાં અવતાર માટેનું લાઇટિંગ, શેડિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર અને તમારા મિત્રના અવતારનો ઉપયોગ કરીને મલ્ટિ-કેરેકેટર અવતાર સ્ટિકર્સ બનાવવાની ક્ષમતા જેવા વધારાના કસ્ટમાઇઝેશન વિકલ્પો પણ મળતા જશે.

ટેક માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે વ્હોટ્સ એપ વીડિયોકોલ પર પણ અવતારનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. પરંતુ હાલના ફીચરમાં તે શક્ય નથી.

આ રીતે ચેક કરો તમારો અવતાર

વોટ્સએપમાં અવતાર સપોર્ટ આજે રોલઆઉટ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તે મોટાભાગના યુઝર્સ માટે ઉપલબ્ધ થવો જોઈએ. તમે WhatsApp ના સેટિંગ્સ મેનૂમાંથી તમારા એકાઉન્ટ અવતારની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે ચકાસી શકો છો. જો અવતાર વિકલ્પ દેખાઈ રહ્યો છે, તો તમે તમારી પસંદગી અનુસાર તમારા અવતારને બનાવી અને કસ્ટમાઇઝ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, Meta એ 2019માં Facebook અને Messenger પર Bitmoji-શૈલીના 3D અવતાર રજૂ કર્યા હતા. શરૂઆતમાં આ રોલઆઉટ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ અને કેનેડા સહિતના બજારો સુધી મર્યાદિત હતું, જોકે સોશિયલ નેટવર્કિંગ જાયન્ટે પાછળથી 2020માં અમેરિકાના યુઝર્સ માટે પણ આ ફીચર રોલઆઉટ કર્યું હતું. અને 2020ના જાન્યુઆરીના અંતમાં Instagram ને પણ અવતાર મળ્યા હતા. હવે મેટાની જ એપ વ્હોટ્સ એપ પર પણ અવતાર આવી રહ્યા છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Starts Rolling Out 3D Avatars

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X