Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsappનું નવું ફીચર, હવે પોતાની જાતને પણ કરી શકાશે મેસેજ
Whatsapp સતત પોતાની એપને યુઝર્સ માટે અપગ્રેડ કરી રહ્યું છે. તાજેતરમાં જ વ્હોટ્સ એપ દ્વારા પોતાના એન્ડ્રોઈડ યુઝર્સ માટે સેલ્ફ ચેટ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. આ ફીચર અંતર્ગત યુઝરને કોન્ટેક્ટ લિસ્ટમાં Message To Yourselfનો વિકલ્પ મળશે. આ સાથે જ વ્હોટ્સ એપ બીજા ત્રણ નવા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા એપનો દાવો છે કે, આ નવા ફીચર્સ દ્વારા યુઝર્સને એપ્લીકેશનનો ઉપયોગ કરવાની વધારે મજા આવશે.

વ્હોટ્સ એપ આ બધા જ ફીચર્સનું બીટા ટેસ્ટિંગ શરૂ કરી ચૂક્યુ છે. હાલ એપ દ્વારા ઓટો મ્યુટ ગ્રુપ ચેટ, સેલ્ફ મેસેજ એન્ટ્રી પોઈન્ડ અને ડિસઅપિયરિંગ મેસેજની રિડિઝાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મેટાની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા એન્ડ્રોઈડ અને iOS સહિતના યુઝર્સને રિચ લિંગ પ્રિવ્યુ – ટેક્સ્ટ સ્ટેટસની અપડેટ આપી દેવામાં આવી છે.
આ નવા ફીચર્સ અંગે WaBetalInfoના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા એપ દ્વારા ભલે નવા ફીચર રોલ આઉટ કરી દેવાયા હોય, પરંતુ આ અપડેટને તમામ યુઝર્સ સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. જો કે આગામી સપ્તાહમાં આ ફીચર વ્હોટ્સ એપના બધા જ યુઝર્સ સુધી પહોંચી શકે છે. ચાલો, જોઈએ કે એડ્રોઈડ અને iOSમાં યુઝર્સને નવા કયા અને કેવા ફીચર્સ મળવાના છે.
પોતાને જ કરો મેસેજ
વ્હોટ્સ એપે પોતાના એન્ડ્રોઈડના બીટા વર્ઝન માટે Message To Yourself ફીચર જાહેર કરી દીધું છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાના જ ફોન નંબરનું ચેટ બોક્સ ખોલીને પોતાની જાતને જ મેસેજ કરી શક્શે. આ ફીચર દ્વારા યુઝર્સને જો કોઈ ડોક્યુમેન્ટ સેવ કરવા છે, તાત્કાલિક કોઈ નોટ્સ લખવી છે, કે કોઈ લિંક્સ સેવ કરવી છે, તો યુઝર્સ પોતાના નંબર પર મેસેજ કરીને આ કામ સરળતાથી કરી શક્શે. તો વ્હોટ્સ એપ ટૂંક સમયમાં iOS બીટા યુઝર્સ માટે પણ આ સેલ્ફ ચેટ ફીચર જાહેર કરવા જઈ રહ્યું છે.
ઓટો મ્યુટ લાર્જ ગ્રુપ ચેટ
જો તમને જુદા જુદા ગ્રુપ્સના બલ્ક મેસેજ અને નોટિફિકેશન થ્રેડ્સથી કંટાળો આવી રહ્યો છે, તો આ ફીચર તમારા માટે છેવ્હોટ્સ એપ એક એવું ફીચર જાહેર કરવા જઈ રહ્યું છે, જે નોટિફિકેશન્સ ઓછી કરશે અને મોટા ગ્રુપ ચેટને મ્યુટ કરી દેશે. આ અપડેટનું પણ હાલ એન્ડ્રોઈડ યુઝર્સ માટે બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વ્હોટ્સ એપ 256થી વધુ સભ્યો ધરાવતા ગ્રુપને ઓટોમેટિક મ્યુટ કરી દેશે. જો કે, યુઝર પોતાની પસંદગી પ્રમાણે કોઈ પણ સમયે નોટિફિકેશન્સ સેટિંગ્સમાં જઈને અનમ્યુટ કરી શકે છે.
રિ ડિઝાઈન ડિસઅપિયરિંગ મેસેજ
વ્હોટ્સ એપ પોતાની આ નવી અપડેટ સાથે પ્રાઈવસી સેક્શનમાં મેસેજ ફીચર સેટિંગને હટાવીને નવી ડિઝાઈન જાહેર કરવા જઈ રહ્યું છે. યુઝર્સ વ્હોટ્સ એપ સેટિંગમાં પ્રાઈવસીમાં જઈને ડિફોલ્ટ મેસેજ ટાઈમર પર જઈને મેસેજ ડિસઅપિયર થવાનું સેટિંગ બદલી શક્શે. જો કે નવી ડિઝાઈન સાથે વ્હોટ્સ એપ ડિફોલ્ટ મેસેજ ટાઈમર સેક્શનનું નામ બદલીને ડિસઅપિયરિંગ મેસેજિસ કરી રહ્યું છે.
રિચ લિંક પ્રિવ્યુ ફીચર
વ્હોટ્સ બધા જ પ્રકારની ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ માટે રિચ લિંક પ્રિવ્યુ ફીચર આપી રહ્યું છે. હવે યુઝર્સ સ્ટેટસમાં શેર કરાયેલી લિંક માટે લિંક પ્રિવ્યુ પણ જોઈ શક્શે. આ ફીચર અપડેટની વ્હોટ્સ એપ યુઝર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે અવેલેબલ છે. જો આ ફીચર તમારા સ્માર્ટફોનમાં નથી, તો બસ પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં જઈને વ્હોટ્સ એપ અપડેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications