વોટ્સએપ પર ઈમ્પોર્ટન્ટ મેસેજીસ ને ઝડપ થી કઈ રીતે એક્સેસ કરી શકાય છે?

By Gizbot Bureau
|

ભારત ની અન્દર 00 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ દ્વારા વોટ્સએપ નો ઉપીયોગ કરવા માં આવે છે. અને આપણ ને વોટ્સએપ પર ઘણી બધી વખત અગત્ય ના મેસેજીસ પણ આવતા રહેતા હોઈ છે. અને આપણ ને લાગતું હોઈ છે કે આ મેસેજ ને સેવ કરી લેવો જોઈએ. વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સ ને અગત્ય ના મેસેજીસ ને સેવ કરવા ની અનુમતિ આપવા માં આવે છે. જેથી તેઓ ને જયારે પણ જરૂર પડે ત્યારે તેને શોધી શકે.

વોટ્સએપ પર ઈમ્પોર્ટન્ટ મેસેજીસ ને ઝડપ થી કઈ રીતે એક્સેસ કરી શકાય છે?

વોટ્સએપ ની અંદર સ્ટાર્ડ મેસેજ ના નામ થી એક ફીચર આપવા માં આવેલ છે. જે યુઝર્સ ને કોઈ ચોક્કસ મેસેજીસ ને બુકમાર્ક કરવા ની અનુમતિ આપે છે જેથી યુઝર્સ તેને પછી સરળતા થી શોધી શકે. તો આ ફીચર કઈ રીતે કામ કરે છે અને તમે તેનો કઈ રીતે ઉપીયોગ કરી શકો છો તેના વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

વોટ્સએપ પર અગત્ય ના મેસેજિસ નું કવિક એક્સેસ કઈ રીતે મેળવવું?

- સૌથી પહેલા તમારે કોઈ ચેટ ને ઇપણ કરી અને મેસેજ પર લોન્ગ પ્રેસ કરવા નું રહેશે.

- ત્યાર પછી સ્ક્રીન ની ઉપર ની તરફ તમને સ્ટાર નો આઇકોન જોવા મળશે. તેના પર ટેપ કરી અને વોટ્સએપ ના તે મેસેજ ને તમે ઈમ્પોર્ટન્ટ મેસેજ તરીકે સેવ કરી શકો છો. અને તમે તેવી જ રીતે જેતે મેસેજ ને અનસ્ટાર પણ કરી શકો છો.

બધા જ સ્ટાર કરેલા મેસેજીસ ને તમે સ્ટાર્ડ મેસેજીસ વિભાગ ની અંદર જોઈ શકો છો. અને તેના માટે તમારે વોટ્સએપ ની અંદર આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરવા નું હશે ત્યાર પછી જે ડ્રોપ ડાઉન મેનુ ઓપન થાય તેની અંદર તમને સ્ટાર્ડ મેસેજીસ નો વકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવા થી તમને બધા જ સેવ કરેલા મેસાજીસ જોવા મળશે.

વોટ્સએપ તમને આ વિભાગમાં વ્યક્તિગત સંદેશાઓને અનસ્ટાર કરવાની પણ મંજૂરી આપે છે. આ માટે, મેસેજ પર માત્ર લાંબો દબાવો અને પછી સ્ટાર આયકન પર ટેપ કરીને મેસેજને ફૂદડી આપો.

તમે બધા સેવ કરેલા મેસેજને એક સાથે ડિલીટ પણ કરી શકો છો. ટોચ પર ત્રણ ડોટેડ ચિહ્નો છે, જે તમને તે જ કરવા દે છે. ચિંતા કરશો નહીં, તમારા મેસેજીસ ને ડીલીટ કરવા માં આવતા નથી ફક્ત તેને સ્ટાર્ડ મેસેજીસ ના વિભાગમાંથી દૂર કરવામાં આવશે. જો આ વિભાગમાં ઘણા બધા સંદેશાઓ છે, તો તમે જે સંદેશ શોધી રહ્યા છો તે શોધવા માટે તમે ફક્ત સર્ચ બારમાં લખી શકો છો.

બીજી કઈ રીતે અગત્ય ના મેસેજીસ ને શોધી શકાય છે?

જો તમે મેસેજીસ ને બુકમાર્ક કરવા નથી માંગતા, તો વોટ્સએપ પર ચોક્કસ સંદેશ શોધવાનો સૌથી સહેલો રસ્તો શોધ સુવિધાનો ઉપયોગ કરવો છે. જ્યારે તમે એપ ખોલો ત્યારે મેસેજિંગ એપ પર્સનલ ચેટમાં તેમજ મુખ્ય વિન્ડોમાં "સર્ચ" વિકલ્પ આપે છે.

તમે તે સર્ચ બાર ની અંદર તમારા મેસેજ ને લાગતો કોઈ શબ્દ અથવા વાક્ય લખી શકો છો. અને ત્યાર પછી વોટ્સએપ દ્વારા તેને લગતા બધા જ મેસેજીસ ને બતાવવું માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Starred Messages Feature Explained: Helps Access Important Messages Instantly

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X