Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં હવે કોઈ નહીં લઈ શકે તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ, આવશે નવું ફીચર
વ્હોટ્સ એપ પોતાના યુઝર્સની પ્રાઈવસીને ટકાવી રાખવા માટે રોજેરોજ નવા ફીચર્સ પર કામ કરતું હોય છે. તાજેતરમાં જ એપ દ્વારા વેબ યુઝર્સ માટે ચેટ લૉક ફીચર ટેસ્ટ કરવામાં આવ્યું છે. હવે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટપોર્મ નવું સિક્યોરિટી ફીચર લઈને આવી રહ્યું છે, જેને કારણે હવે કોઈ પણ યુઝર તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે. આ ફીચરનો સૌથી પહેલો લાભ એન્ડ્રોઈડ યુઝર્સને મળશે. વ્હોટ્સ એપના આ અપકમિંગ ફીચર વિશે અમે તમને આ આર્ટિકલમાં ડિટેઈલમાં જણાવીશું.

વ્હોટ્સ એપના અપકમિંગ ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઈટ wabetainfo દ્વારા આ સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ તાજેતરમાં જ વ્હોટ્સ એપ દ્વારા Android 2.24.4.25 અપડેટ રિલીઝ કરવામાં આવી છે. આ અપડેટ અંતર્ગત નવા સિક્યોરિટી ફીચર્સ યુઝર્સ માટે આપવામાં આવ્યા છે.
ફોટોનો નહીં થાય દુરુપયોગ
ઉપર આપવામાં આવેલા ટ્વિટમાં તમે જોઈ શકો છો કે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેવા પર યુઝરને એક નોટિફિકેશન આપવામાં આવે છે. જેમાં લખેલું દેખાય છે કે 'Can’t take screenshot due to app restriction’ એટલે કે તમે રિસ્ટ્રિક્શનને કારણે સ્ક્રીનશોટ નહીં લઈ શકો. આ સુવિધા આવ્યા બાદ યુઝર્સને વધુ એક એક્સ્ટ્રા સિક્યોરિટી લેયરનો ફાયદો મળશે. આ ફીચરને કારણે હવે કોઈ પણ તમારા અંગત ફોટોનો દુરુપયોગ નહીં કરી શકે.
કંટ્રોલ રહેશે તમારી પાસે
વ્હોટ્સ એપના આ સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચરને કારણે હવે અનઓથોરાઈઝ્ડ એક્સેસ અને પ્રોફાઈલ ફોટો કોઈ પણ તમારી મંજૂરી વિના ડાઉનલોડ નહીં કરી શકે, જેને કારણે યુઝર્સને એક્સ્ટ્રા સિક્યોરિટી મળશે. યુઝર્સ હવે પોતાના અકાઉન્ટ પર પૂરેપૂરો કંટ્રોલ રાખી શક્શે,અને એ પણ નક્કી કરી શક્શે કે કોઈ તેમના ફોટોની તેમની મંજૂરી વગર સ્ક્રીનશોટ ન લઈશકે.
ટૂંક સમયમાં રોલઆઉટ થશે ફીચર
વ્હોટ્સ એપનું આ અપકમિંગ સ્ક્રીન બ્લોકિંગ ફીચર હાલ માત્ર બીટા યુઝર્સ માટે અવેલેબલ છે. શક્યતા છે કે વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ આ ફીચરને રોલઆઉટ કરી શકે છે.
સ્પામ મેસેજ બ્લોક ફીચર
વ્હોટ્સ એપ દ્વારા પોતાના યુઝર્સને ફિશિંગથી બચાવવા માટે એક નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરના ઉપયોગ દ્વારા યુઝર્સ સીધા જ પોતાની લૉક સ્ક્રીન પરથી જ સ્પામ મેસેજને બ્લોક કરી શકે છે. યુઝર્સે સ્પામ મેસેજને બ્લોક કરવા માટે ફોનને અનલૉક નહીં કરવો પડે, સાથે જ યુઝર્સ હેકિંગનો શિકાર પણ નહીં થાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications