Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp Web માટે આવશે નવું ફીચર, ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
Whatsapp પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ્સ ઉપરાંત આ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ દ્વારા વેબ યુઝર્સ માટે પણ શાનદાર ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. તાજેતરમાં જ વ્હોટ્સ એપે કમ્પેનિયનડ વાઈસ માટે સ્ટેટસ અપડેટ શૅર કરવાની સુવિધા શરૂ કરી હતી. હવે આ જ ફીચરને વધુ એક્સપાન્ડ કરતા વ્હોટ્સ એપ વેબ વર્ઝનમાં પણ સ્ટેટસ અપડેટ શૅર કરવાનું ફીચર લાવી રહ્યું છે. જો કે, હજી તો આ ફીચર બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગ ફેઝમાં છે. પરંતુ, ટૂંક સમયમાં બધા જ યુઝર્સને તેનો લાભ મળશે.

Whatsapp વેબ માટે નવું ફીચર થશે લોન્ચ
Whatsappના બીટા એન્ડ્રોઈડ 2.24.1.4 અપડેટ સાથે કમ્પેનિયન ડિવાઈસમાંથી પણ સ્ટેટસ અપડેટ શૅર કરવાની સુવિધા બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી હતી. હવે આમાં અપડેટ કરીને ડેસ્કટોપ પર પણ વ્હોટ્સ યુઝર કરનાર યુઝર્સ સ્ટેટસ શૅર કરી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વ્હોટ્સ એપના અપકમિંગ ફીચર્સ પર નજર રાખનારી વેબસાઈટ WABetainfoના લેટેસ્ટ રિપોર્ટમાં આ ફીચર અંગે માહિતી આપવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
આ રિપોર્ટમાં આપવામાં આવેલા સ્ક્રીન શોટમાં વેબ વર્ઝનમાં પણ સ્ટેટસ અપડેટ શૅર કરવાનો ઓપ્શન સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અત્યાસ ધી વેબ વર્ઝનમાં વ્હોટ્સ એપ યુઝ કરનાર યુઝર્સ માત્ર તેમના કોન્ટેક્ટ્સ દ્વારા લગાવવામાં આવતા સ્ટેટસ જોઈ શક્તા હતા. જો કે, તેમને હવે My Status સેક્શનમાં Add to my statusનો વિકલ્પ પણ મળી રહ્યો છે. અહીં ફોટો, વીડિયો અને ટેક્સ્ટના ઓપ્શન પણ મળી રહ્યા છે. તમે ફોટો અથવા વીડિયોની સાથે તેના પર ટેક્સ્ટ લખીને સ્ટેટસ અપડેટ કરી શકો છો.
પ્રાઈવસીને ધ્યાનમાં રાખતા વ્હોટ્સ એપ દ્વારા પોતાના વેબ યુઝર્સ દ્વારા શૅર કરવામાં આવેલા સ્ટેટસને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવામાં આવ્યા છે. જેથી તમે શૅર કરેલા મેસેજ માત્ર એ જ યુઝર્સ જોઈ શક્શે, જેમના ફોનમાં તમારો નંબર સેવ કરેલો છે.
ધ્યાન રાખો કે આ સુવિધા હાલ માત્ર બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે. આગામી સમયમાં આ ફીચર અન્ય યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે. આ ઉપરાંત પણ કંપની અન્ય શાનદાર ફીચર્સ પર કામ કરી રહી છે. જેમાંથી કેટલાક ફીચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યા છે, તો કેટલાક હજી ડેવલપમેન્ટ ફેઝમાં છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications