Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં આ રીતે કરી શકો છો પ્રાઈવેટ ચેટ, એપ ઓપન હશે તો પણ નહીં દેખાય
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપે હજી કેટલાક દિવસો પહેલા જ પોતાના યુઝર્સને ચેટ લોક કરવાનું જબરજસ્ત ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી તમે પર્સનલ ચેટ કોઈ પણ યુઝરથી સુરક્ષિત રાખી શકો છો. આ ફીચરનો ઉપયોગ કરીને તમે પર્સનલ ચેટને એક અલગ સેક્શનમાં હાઈડ કરી શકો છો. જેને તમે માત્ર સેટ કરેલા પાસકોટ કે પછી બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ કે પછી ફેસ આઈડીથી જ ખોલી શકો છો.
સરળ ભાષામાં સમજીએ તો જો તમે કોઈ વ્યક્તિ સાથે પર્સનલ ચેટ કરવા ઈચ્છો છો, અને તમે આ ચેટ કોઈ પણ જોઈ જાય તેવું નથી ઈચ્છતા, તો વ્હોટ્સ એપનું આ લેટેસ્ટ ફીચર તમારા માટે કામનું છે. અમે તમને આ ફીચર કેવી રીતે કામ કરે છે, તે અંગે એકદમ ડિટેઈલમાં જણાવીશું. સાથે જ આ ફીચરનો ઉપયોગ કરતા પણ શીખવીશું.

વ્હોટ્સ એપ ચેટ લોક કરવાના સ્ટેપ્સ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે એપના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરી લો.
સ્ટેપ 2: જે ચેટને તમે લૉક કરવા ઈચ્છો છો કે હાઈડ કરવા ઈચ્છો છો, તેને સિલેક્ટ કરો.
સ્ટેપ 3: હવે સ્ક્રીન પર સૌથી ઉપર દેખાતા ત્રણ ડોટ્સ પર ટેપ કરો અને ઓપ્શનમાં જાવ.
સ્ટેપ 4: આ ઓપ્શન્સમાંથી 'લૉક ચેટ' વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 5: જો તમે પહેલીવાર આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને પાસકોડ સેટ કરવાનું કે પછી ફોનમાં બાયોમેટ્રિક ડેટા ફિંગર પ્રિન્ટ અથવા ફેસ આઈડીનો ઉપયોગ કરવાનો ઓપ્શન મળશે.
છેલ્લે આ પ્રક્રિયા ફોલો કર્યા બાદ તમારું ચેટ લૉક થઈ જશે અને અન્ય ચેટની સાથે લિસ્ટમાં દેખાવાનું બંધ થઈ જશે.
લૉક થઈ ગયેલા ચેટને આ રીતે કરો એક્સેસ
વ્હોટ્સ એપ ઓપન કર્યા બાદ તમને ચેટ વિન્ડોમાં લૉક આઈકન જોવા મળશે, તેના પર ટેપ કરો. હવે પાસકોડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ લૉક કરેલા ચેટ્સ તમને જોવા મળશે. એટલે કે જો કોઈ તમારું વ્હોટ્સ એપ ઓપન પણ કરી લે છે, તો પણ તમારા પ્રાઈવેટ ચેટ એકદમ સુરક્ષિત રહેશે, તેને કોઈ વાંચી નહીં શકે, કોઈ લીક નહીં કરી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications