જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?

By Gizbot Bureau
|

ગયા અઠવાડિયા ની અંદર ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા એ નક્કી કરવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા પોતાના ની નવી પ્રાઇવસી પોલિસી ની સાથે આગળ વધવા માં આવશે. પરંતુ કંપની દ્વારા યુઝર્સ ને પોતાની અનુકૂળતા અનુસાર તેને વાંચવા ની પરવાનગી આપવા માં આવશે અને સાથે સાથે મોટા બેનર ની સાથે વધારા ની માહિતી પણ આપવા માં આવશે.

જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો

અને આ બેનર ને ઈન એપ નોટિફિકેશન ની જેમ બતાવવા માં આવશે. કંપની દ્વારા ગયા મહિના ની અંદર પોતાની નવી પ્રાઇવસી પોલિસી ને ત્રણ મહિના માટે સ્થગિત રાખવા માં આવી હતી. અને ત્યાર થી જ કંપની દ્વારા પોતાના યુઝર્સ ને આ નવી પ્રાઇસવી પોલિસી વિષે સમજાવવા માં આવી રહ્યા છે. જોકે હજુ તેના વિષે કોઈ ચોખ્ખી માહિતી આપવા માં આવેલ નથી કે જે યુઝર્સ દ્વારા 15મી મેં સુધી માં નવી પોલિસી ને સિવકારવા માં નહિ આવે તેઓ ના એકાઉન્ટ ની સાથે શું કરવા માં આવશે તેના વિષે કોઈ ક્લીઅર માહિતી આપવા માં આવેલ નથી.

તેમના એક મર્ચન્ટ પાર્ટનર ની સાથે એક ઇમેઇલ ની અંદર કંપની દ્વારા જણાવવા માં આવેલ હતું કે તેઓ એવા યુઝર્સ ને ધીમે ધીમે સમજાવશે કે જો તેઓ ને વોટ્સએપ નો સંપૂર્ણ લાભ લેવો હોઈ તો તેઓ એ આ નવી પ્રાઇવસી પોલિસી ને સ્વીકારવી પડશે. અને આ રિપોર્ટ ની અંદર તે પણ જણાવવા માં આવેલ હતું કે, કંપની દ્વારા પોતાના આ પ્લાન ને સરખી રીતે કેરેકટરાઈઝ પણ કરવા માં આવ્યો છે, અને આ નોટ ને વોટ્સએપ દ્વારા નવા બનાવવા માં આવેલ વોટ્સએપ એફએક્યુ પેજ ની અંદર પણ બતાવવા માં આવી રહી છે.

- વોટ્સએપ દ્વારા તમારા એકાઉન્ટ ને તરત જ ડીલીટ નહિ કરવા માં આવે પરંતુ તમારા એક્સેસ ને અટકાવી દેવા માં આવશે

કંપની દ્વારા પોતાના એફએક્યુ પેજ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, તમે તમારી રીતે બધા જ બદલાવો ને જોઈ શકો અને તમારી અનુકૂળતા અનુસાર તેને સમજી શકો તેના માટે કંપની દ્વારા આ ડેડલાઈન ને વધારી અને 15મી મેં કરવા માં આવેલ છે. અને જો આ તારીખ સુધી માં જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નથી કરી તો તમારા એકાઉન્ટ ને સિધ્ધઉ ડીલીટ કરવા માં નહિ આવે પરંતુ તમે વોટ્સએપ નો સંપૂર્ણ રીતે ઉપીયોગ નહિ કરી શકો.

- યુઝર્સ કોલ્સ અને નોટિફિકેશન મેળવી શકશે પરંતુ મેસેજીસ ને વાંચી અને રિપ્લાય નહિ કરી શકે.

કંપની દ્વારા જણાવવા માં આવેલ હતું કે, ટૂંક સમય માટે તમને કોલ્સ અને નોટિફિકેશન આપવા માં આવશે પરંતુ તમે મેસેજીસ ને વાંચી અને તેનો રીપ્લાય નહિ આપી શકો.

- એક વખત જયારે એકાઉન્ટ ડીલીટ થઇ જશે ત્યાર પછી યુઝર્સ તેને પાછું મેળવી નહિ શકે.

કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, એકાઉન્ટ ને ડીલીટ કરવા ની પ્રક્રિયા એક વખત થઇ જશે ત્યારે પછી યુઝર્સ દ્વારા તે એકાઉન્ટ ને પાછું મેળવી શકાશે નહિ.

- યુઝર્સ ની મેસેજ હિસ્ટ્રી ભૂંસાઈ જશે

યુઝર્સ ની બધી જ મેસેજ હિસ્ટ્રી ને હંમેશા માટે ભૂંસી નાખવા માં આવશે.

- યુઝર્સ બધા જ વોટ્સએપ ગ્રુપ માંથી હંમેશા માટે નીકળી જશે.

જે યુઝર્સ દ્વારા નવી પ્રાઇવસી પોલિસી નો સ્વીકાર કરવા માં નહિ આવે તેઓ જેટલા પણ વોટ્સએપ ગ્રુપ ના ભાગ હશે તે બધા જ વોટ્સએપ ગ્રુપ માંથી તે યુઝર નીકળી જશે.

- સંપૂર્ણ વોટ્સએપ બેકઅપ ડીલીટ થઇ જશે.

યુઝર્સ ના સંપૂર્ણ વોટ્સએપ બેકઅપ ને હંમેશા માટે ડીલીટ કરી દેવા માં આવશે જોકે, વોટ્સએપ દ્વારા યુઝર્સ ને અનુમતિ આપવા માં આવી રહી છે કે તેઓ પોતાના બેકઅપ ને 15મી મેં પહેલા મેળવી શકે છે.

- યુઝર્સ 15મી મેં પહેલા પોતાની ચેટ હિસ્ટ્રી ને એક્સપોર્ટ કરી શકે છે.

કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે 15મી મેં પહેલા યુઝર્સ દ્વારા તેમની ચેટ હિસ્ટ્રી ને પોતાના એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડીવાઈસ પર એક્સપોર્ટ કરી અને તેનો રિપોર્ટ મેળવી શકાશે.

- 15મી મેં પછી ઈનએક્ટિવ યુઝર્સ ને લગતી જે પોલિસી છે તેને લાગુ કરી દેવા માં આવશે.

તમે 15 મી મે પછી પણ અપડેટ્સ સ્વીકારી શકો છો. નિષ્ક્રિય વપરાશકર્તાઓ વિશેની અમારી નીતિ લાગુ થશે. "વોટ્સએપ કહે છે. નિષ્ક્રિય વપરાશકર્તાઓની નીતિ અનુસાર," એકાઉન્ટ કા isી નાખતા પહેલા વપરાશકર્તાના ઉપકરણ પર સ્થાનિક રૂપે સંગ્રહિત સામગ્રી, વોટ્સએપ માંથી ડિવાઇસ ડિલીટ કરવામાં આવશે નહીં. જ્યારે વપરાશકર્તા તે જ ઉપકરણ પર વોટ્સએપમાટે સાઇન અપ કરે છે, ત્યારે તેમની સ્થાનિક રૂપે સંગ્રહિત સામગ્રી ફરીથી દેખાશે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Privacy Policy Deadline; What Happens If You Don't Accept New Policy?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X