વોટ્સએપ પિન્ક વાઇરસ થી સાવધાન રહો

By Gizbot Bureau
|

ઘણા બધા વોટ્સએપ યુઝર્સ ને તેમના સ્માર્ટફોન પર એક લિંક આવી રહી છે જેની અંદર તેવું ક્લેમ કરવા માં આવે છે કે તેના દ્વારા તેઓ વોટ્સએપ ના ટ્રેડિશનલ લુક ને પિન્ક કલર ની અંદર ટ્રાન્સફોર્મ કરી દેશે. અને સાથે સાથે તે લિંક ની અંદર નવા ફીચર્સ પણ આપવા માં આવશે તેવો દાવો પણ કરવા માં આવે છે. અને સાયબર એક્સપર્ટ દ્વારા યુઝર્સ ને ચેતવવા માં આવી રહ્યા છે કે તેઓ આ પ્રકાર ની કોઈ પણ લિંક પર ક્લિક ના કરે.

વોટ્સએપ પિન્ક વાઇરસ થી સાવધાન રહો

અને આ લિંક ને વોટ્સએપ ના ઓફિશિયલ અપડેટ તરીકે જણાવવા માં આવી રહી છે. અને જો યુઝર્સ દ્વારા આ લિંક ને ઓપન કરવા માં આવે છે તો તેનો નું વોટ્સએપ હેક થઇ શકે છે અને તેઓ પોતાના વોટ્સએપ એકાઉન્ટ નું એક્સેસ પણ ગુમાવી શકે છે. અને એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવેલ છે કે યુઝર્સ દ્વારા જાણતા અજાણતા આ લિંક ને ઓપન કરવા માં આવી રહી છે.

સાયબર સિક્યુરિટી એક્સપર્ટ રાજશેખર રાજહરી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવવા માં આવ્યું હતું કે, વોટ્સએપ પિન્ક થી સાવધાન કરો. આ વાઇરસ ને વોટ્સએપ ગ્રુપ ની અંદર એપીકે ડાઉનલોડ લિંક ની સાથે ફેલાવવા માં આવી રહ્યો છે. અને વોટ્સએપ પિન્ક ની સાથે જોડાયેલ કોઈ પણ લિંક ને ઓપન કરવી નહિ. તેના કારણે તમારા ફોન નું સંપૂર્ણ એક્સેસ છીનવાય શકે છે.

સાયબર ઇન્ટેલિજન્સ ફર્મ વોયેગર ઇન્ફોસેક ના ડાઈરેકટર જીતેન જૈન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે યુઝર્સે કોઈ પણ પ્રકાર ની એપ કે જે તેમના ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર નથી તેને બહાર થી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવી જોઈએ નહિ.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, આ પ્રકાર ના કોઈ પણ એપ ને ડાઉનલોડ કરવા થી તે તમારા ફોન ની અંદર થી તમારી અંગત વિગતો જેવી કે તમારા ફોટોઝ, એસએમએસ, કોન્ટેક્ટ્સ વગેરે ને ચોરી શકે છે. અને કીબોર્ડ આધારિત માલવેર ને કારણે તમે જે ટાઈપ કરો તે બધી જ વસ્તુ ને ટ્રેક કરી શકાય છે. અને તેનો ઉપીયોગ બેન્કિંગ પાસવર્ડ ને ચોરવા માટે કરવા માં આવી શકે છે. અને જે અત્યારે વોટ્સએપ પિન્ક અને વોટ્સએપ ગોલ્ડ ફરી રહ્યા છે તે પણ આ પ્રકાર ના જ એક માલવેર જ છે જેની અંદર ખોટા વોટ્સએપ ફીચર્સ ની વાત કરવા માં આવી રહી છે.

વોટ્સએપ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ ને માત્ર વોટ્સએપ જ નહિ પરંતુ કોઈ પણ પ્લેટફોર્મ જેવા કે ઇમેઇલ વગેરે પર ખોટી અને ખરાબ લિંક મોકલવા માં આવી શકે છે પરંતુ તેવા સંજોગો ની અંદર તમારે ખુબ જ સાવચેતી થી કામ લેવું ખુબ જ જરૂરી છે. અને જો વોટ્સએપ ની વાત કરવા માં આવે તો તેની અંદર જયારે પણ યુઝર્સ ને આ પ્રકાર ની ખોટી માલવેર વળી લિંક મોકલવા માં આવે ત્યારે યુઝર્સે વોટ્સએપ ની અંદર જ આપવા માં આવતા ટુલ્સ નો ઉપીયોગ કરી અને તેના વિષે રિપોર્ટ અથવા બ્લોક કરવો જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Pink Hack: How To Stay Safe From New Virus, Hackers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X