Just In
વોટ્સએપ ના નવા ઉઇપીઆઈ પેમેન્ટ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો
ફ્રંસબુક ની માલિકી વાળા વોટ્સએપ દ્વારા આજ થી એક નવા યુપીએએ પેમેન્ટ સર્વિસ ની શરૂઆત આજ થી દુનિયા ના સૌથી મોટા ટેક્નોલોજી માર્કેટ ની અંદર શરૂ કરવા માં આવી છે.

કંપની દ્વારા ભારત ની અંદર આ પેમેન્ટ ફીચર છેલ્લા એક વર્ષ થી ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે અને હવે આ ફીચર ને ભારત ની અંદર યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ ની મદદ થી લાઈવ પણ કરી દેવા માં આવેલ છે. તેવું નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
વોટ્સએપ દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, લોકો હવે સુરક્ષિત રીતે પોતાના પૈસા ને પોતાના પરિવાર ના લોકો સાથે શેર કરી શકે છે અને માત્ર તેટલું જ નહીં પરંતુ કોઈ પણ જગ્યા પર થી કોઈ પણ વ્યક્તિ ને પૈસા ચૂકવી પણ શકે છે તેના માટે હવે તેઓ એ રૂબરૂ અથવા બેંક પર જવા ની જરૂર નથી.
વોટ્સએપ પર પૈસા કઈ રીતે મોલવા
દેશમાં વોટ્સએપ પર પૈસા મોકલવા માટે ભારતમાં બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન બેન્કોને સૂચનાઓ મોકલશે, જેને ચુકવણી સેવા પ્રદાતાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે યુપીઆઈ વચ્ચે પૈસા મોકલનાર અને રીસીવર બેંક ખાતાઓમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરશે.
અને આ ફીચર ની સાથે વોટ્સએપ યુઝર્સ કોઈ પણ યુપીઆઈ સપોર્ટેડ એપ ની અંદર પૈસા મોકલી શકે છે.
વોટ્સએપ ની અંદર જયારે યુઝર્સ દ્વારા પેમેન્ટ ફીચર નો ઉપીયોગ કરી અને કોઈ પણ ટ્રાન્સેક્શન કરવા માં આવશે ત્યારે તેઓ એ પોતાના પર્સનલ યુપીઆઈ પિન ને એન્ટર કરવો પડશે.
સ્ટેટમેન્ટ ની અંદર આગળ જણાવવા માં આવ્યું હતું કે, વોટ્સએપ ના દરેક સુવિધાની જેમ, તે ચુકવણી સુરક્ષા અને ગોપનીયતા સિદ્ધાંતોના મજબૂત સેટ સાથે બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક ચુકવણી માટે વ્યક્તિગત યુપીઆઈ પિન દાખલ કરવાનો સમાવેશ થાય છે.
તમારું એકાઉન્ટ સેટઅપ કરવા માટે નીચે ના સ્ટેપ્સ અનુસરો
- તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરી અને તમારી સ્ક્રીન ના ટોચ પર જમણી બાજુ પર આપેલા ત્રણ ડોટેડ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી પેમેન્ટ પસન્દ કરી અને પેમેન્ટ મેથડ પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારા સ્ક્રીન પર બેંક ના નામો ની સાથે ઘણા બધા વિલાપ આપવા માં આવશે.
- તમે તમારી બેંક ની પસન્દગી કરી લેશો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર કે જે તમારા બેંક ની સાથે જોડાયેલો છે તેને વેરીફાય કરવા માં આવશે.
- વેરિફિકેશન માટે યુઝર્સ દ્વારા વેરિફિકેશન વાયા એસએમએસ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે.
અહીં તમારે એક વસ્તુ ની ખાસ નોંધ લેવા ની છે કે તમારા બેંક ની સાથે જે મોબાઈલ નંબર લિંક થયેલો છે તે જ નંબર તમારા વોટ્સએપ નો પણ હોવો જરૂરી છે.
- એક વખત જયારે તમારું વેરિફિકેશન થઇ જશે ત્યાર પછી પેમેન્ટ ને સેટઅપ કરી અને કમ્પ્લીટ કરવા નું રહેશે.
- અને બીજી બધી એપ ની જેમ વોટ્સએપ પર પણ ટ્રાન્સેક્શન કરવા માટે યુપીએએ પિન ની જરૂર પડે છે.
- અને આ પદ્ધતિ ની મદદ થી તમે પેમેન્ટ પેજ પર તમારી પસન્દ કરેલ બેંક ને જોઈ શકશો.
કઈ રીતે પૈસા મોકલવા અથવા મેળવવા
- વોટ્સએપ પર કોઈ પણ ચેટ ઓપન કરી અને અટેચમેન્ટ આઇકોન પર ક્લિક કરો.
-ત્યાર પછી પેમેન્ટ પર ક્લિક કરી અને તમારે એડ મની પર ક્લિક કરવા નું રહેશે અને ત્યાર પછી તમે જેતે વ્યક્તિ ને જેટલી રકમ મોકલવા માંગતા હોવ તેને પસન્દ કરવા ની રહેશે. અને સાથે સાથે યુઝર્સ એક નોટ પણ જોડી શકે છે.
- વોટ્સએપ પર પેમેન્ટ પ્રોસેસ ને પુરી કરવા માટે તમારે યુપીએએ પિન ને નાખવો પડશે.
- અને જયારે તમે તમારું ટ્રાન્સેક્શન પૂરું કરશો ત્યાર પછી તમને કન્ફોર્મેશન નો મેસેજ પણ મોકલવા માં આવશે.
વોટ્સએપ પર પેમેન્ટ ના વિકલ્પ ને હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ ના લેટેસ્ટ વરઝ્ન ની અંદર ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470