WhatsApp Number change કરવો છે એકદમ સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

By Gizbot Bureau
|

WhatsApp વિશ્વની સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વ્હોટ્સ પોતાના યુઝર્સને અકાઉન્ટનો ફોન નંબર ચેન્જ કરવાનો પણ ઓપ્શન આપે છે. જો કે, મોટા ભાગના લોકો વ્હોટ્સ એપ પર પોતાનો ફોન નંબર ભાગ્યે જ બદલતા હોય છે. અહીં અમે તમને એ જણાવીશું, કે કેવી રીતે વ્હોટ્સ એપનો ફોન નંબર બદલી શકાય છે.

WhatsApp Number change કરવો છે એકદમ સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

WhatsApp ફોન નંબર ચેન્જ ફીચર

જ્યારે કોઈ યુઝર પોતાનો વ્હોટ્સ એપ નંબર ચેનજ્ કરે છે, ત્યારે અકાઉન્ટ ઈન્ફોર્મેશન જેમ કે, પ્રોફાઈલ ફોટો, નામ, અબાઉટ, ચેટ, ગ્રુપ ચેટ અને સેટિંગ્સ પણ જૂના ફોન નંબર પરથી નવા નંબર પર અપડેટ થઈ જાય છે. યુઝર્સ પાસે એક ઓપ્શન એ હોય છે કે નંબર ચેન્જ થવાની માહિતી તેમના કોન્ટેક્ટ્સને નોટિફિકેશન દ્વારા આપવી કે ન આપવી. જો યુઝર આ ઓપ્શન સિલેક્ટ કરે તો દરેક કોન્ટેક્ટને વ્હોટ્સ એપ આ બાબતે જાણ કરી દે છે.

સાથે જ જો યુઝર કોઈ ગ્રુપમાં હોય, તો આ ગ્રુપમાં પણ ફોન નંબર ચેન્જ થવાની જાણકારી આપવામાં આવે છે.

WhatsAppનો નંબર બદલતા સમયે આ વાતોનું ધ્યાન રાખો

ફોન નંબર ચેન્જ કરતા પહેલા એકવાર એ જરૂર ચેક કરો કે તમે જે નંબર બદલી રહ્યા છો, તે એક્ટિવ છે. આ નંબર પર SMS અને કોલ રિસીવ થઈ રહ્યા છે કે નહીં.

સેમ ફોનમાં નંબર ચેન્જ કરવા માટે આટલું કરો.

સૌથી પહેલા તમારા ફોનમાં એક સિમ કાર્ડ રાખો, જેના પર તમે વ્હોટ્સ એપ ચલાવવા ઈચ્છી રહ્યા છો.

હવે તમારે વ્હોટ્સ એપની હોમ સ્ક્રીન પર જઈને મોર ઓપ્શનમાં જવાનું છે અને સેટિંગ પર ક્લિક કરવાનું છે. અહીં તમને અકાઉન્ટ, ચેન્જ નંબરનો ઓપ્શન મળશે, જેના પર ટેપ કરવાનું છે અને નેક્સ્ટ પર જવાનું છે.

આ પેજ પર તમારે પહેલા ઓપ્શનમાં જૂનો ફોન નંબર અને બીજા ઓપ્શનમાં નવો ફોન નંબર અપ઼ડેટ કરવાનો છે. હવે બંને નંર ઈન્ટરનેશનલ કોડ ધરાવતા જશે. બાદમાં તમારે નીચે દેખાતા નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે.

જો તમે નોટિફાઈ કોન્ટેક્ટ ઓન કરશો, તો ત્રણ ઓપ્શન, નોટિફાય ઓલ કોન્ટેક્ટ, ચેટ કોન્ટેક્ટ અથવા કસ્ટમ એમ ઓપ્શન મળશે. કસ્ટમ ઓપ્શનમાં તમે એ કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરી શકો, જેને તમે જાણ કરવા ઈચ્છો છો કે તમે નંબર બદલ્યો છે. બાદમાં તમારે ડન પર ક્લિક કરવાનું છે, અને તમારો નંબર અપડેટ થઈ જશે.

Best Mobiles in India

English summary
WhatsApp number change process and step-by-step guide

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X