વહાર્ટસપ સપોર્ટ નંબર ચેન્જ, લોકેશન શેરિંગ, અનસેન્ડ મેસેજ અને બીજું ઘણું

Posted By: anuj prajapati

વહાર્ટસપ યુઝર અનુભવ સારો બનાવવા માટે રોજ નવું કરતુ જ રહે છે. કંપની તેમની મેસેજિંગ એપમાં કેટલાક નવા ફીચર લઈને આવ્યું છે. આ ફીચર વહાર્ટસપ બીટા વર્ઝનમાં જોવા મળ્યા છે અને ખુબ જ જલ્દી તેને લોન્ચ પણ કરી દેવામાં આવશે.

વહાર્ટસપ સપોર્ટ નંબર ચેન્જ, લોકેશન શેરિંગ, અનસેન્ડ મેસેજ અને બીજું ઘણુ

વહાર્ટસપ બીટા યુઝર ઘ્વારા ટ્વિટર પર આ નવા ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. વહાર્ટસપ એપમાં આવનારા દરેક નવા ફીચર વહાર્ટસપ બીટા યુઝરને પહેલા મળી જાય છે. એકવાર ફીચર સફળતાપૂર્વક ચેક કરી લેવામાં આવે, ત્યારપછી તેને લોકો માટે લોન્ચ કરવામાં આવે છે. અહીં કેટલાક ફીચર છે જેને વહાર્ટસપ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે અને ખુબ જ જલ્દી તેને લોન્ચ પણ કરી દેવામાં આવશે.

નંબર ચેન્જ

નંબર ચેન્જ

જો તમે તમારો નંબર બદલો છો, ત્યારે લોકોને તમારા નંબર ચેન્જ વિશે જણાવવું ખુબ જ મુશ્કિલ છે. તમારે તમારા કોન્ટેક લિસ્ટમાં બધાને મેસેજ કરવો પડે છે. વહાર્ટસપ ઘ્વારા નવું ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં તમે તમારા મિત્રો અને પરિવારને નંબર ચેન્જ વિશે જણાવી શકે છો.

લાઈવ લોકેશન શેરિંગ

લાઈવ લોકેશન શેરિંગ

વહાર્ટસપ બીટા વર્ઝન 2.17.250 એન્ડ્રોઇડ તમારા માટે લાઈવ લોકેશન શેરિંગ ફીચર લઈને આવ્યું છે. તેમાં લોકેશન શેરિંગ ઓપશન ઓન કરવામાં આવશે. જેમાં તમારા કોન્ટેક તમારું લોકેશન મેપમાં જોઈ શકે.

વહાર્ટસપ બીટા હવે તમે શોર્ટકટ ઘ્વારા ટેક્સ્ટ ફોર્મેટ કરવા દેશે

અનસેન્ડ ફીચર

અનસેન્ડ ફીચર

વહાર્ટસપ બીટા વર્ઝન 0.2.4077 તમારે અનસેન્ડ ફીચર જોવા મળશે. આ ફીચર ઘ્વારા તમે કોઈ પણ મોકલી આપેલા મેસેજને 5 મિનિટની અંદર અનસેન્ડ કરી શકો છો. આ અનસેન્ડ ઓપશન તમને ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે.

ફોર્મેટ ટેક્સ્ટ માટે શોર્ટકટ

ફોર્મેટ ટેક્સ્ટ માટે શોર્ટકટ

વહાર્ટસપમાં ટેક્સ્ટ ફોર્મેટ કરવા માટે તેમાં બોલ્ડ, ઇટાલિક અને સ્ટ્રાઇકથરું જેવા ઓપશન આપવામાં આવ્યા છે. પરંતુ હવે તેના માટે શોર્ટકટ પણ આપવામાં આવ્યા છે. આ બધું જ વહાર્ટસપ બીટા વર્ઝનમાં શક્ય છે. એટલા માટે હવે તમારે કોડ યાદ રાખવાની કોઈ જ જરૂર નથી.

પિયર ટુ પિયર પેમેન્ટ

પિયર ટુ પિયર પેમેન્ટ

વહાર્ટસપ 6 મહિનાની અંદર ભારતમાં પિયર ટુ પિયર પેમેન્ટ સર્વિસ લાવી રહી છે. આ પેમેન્ટ સર્વિસ યુપીઆઈ સપોર્ટ મેળવશે તેના માટે સરકાર સાથે વાત પણ ચાલી રહી છે. જો આ વાત સાચી હશે તો વહાર્ટસપ દુનિયાની ફેમસ પેમેન્ટ સર્વિસ બની જશે.

મલ્ટીપલ કોન્ટેક એક સાથે શેર કરવા

મલ્ટીપલ કોન્ટેક એક સાથે શેર કરવા

હાલમાં તમે વહાર્ટસપ પર એક સમયે એક જ મેસેજ મોકલી શકો છો. આ સર્વિસ કોન્ટેક પ્રોગ્રામ પર કામ કરશે. જેના ઘ્વારા ઇઝુર મલ્ટીપલ કોન્ટેક એકસાથે તેમના મિત્રો સાથે શેર કરી શકે છે. આ ફીચર એન્ડ્રોઇડ 2.17.122 બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર તમે એક સાથે 100 કોન્ટેક પણ શેર કરી શકો છો.

English summary
WhatsApp to soon get features such as number change, payment service, location sharing, unsend feature, and more. Take a look at them.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot