હવે વોટ્સએપ પર સ્પેશિયલ મેસેજીસ મોકલવા માટે ઈમોજી શોર્ટકટ નો ઉપીયોગ કરો

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા નવા અપડેટ ની સાથે ઘણા બધા નવા ફીચર્સ આવી રહ્યા છે. અને વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ ની સાથે ઈમોજી શોર્ટકટ નો ફીચર પણ આપવા માં આવશે. તો જો તમે તમારા ચેટિંગ ની અંદર ઈમોજી નો ઉપીયોગ કરતા હોવ તો આ નવા અપડેટ વિષે તમારે અમુક બાબતો જરૂરી થી જાણવી જોઈએ. લોકો દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે ઈમોજી નો ઉપીયોગ કરવા માં આવે છે.

હવે વોટ્સએપ પર સ્પેશિયલ મેસેજીસ મોકલવા માટે ઈમોજી શોર્ટકટ નો ઉપીયોગ કર

અને તેના માટે સ્માઈલી વાળા ઈમોજી મોકલવા માં આવે છે. જો તમે વોટ્સએપ પર કોઈ વ્યક્તિ ને ઈમોજી મોકલવા માંગતા હોવ તો તમારે તેમના ચેટ ની અંદર આપેલા સ્માઈલી ના આઇકોન પર ક્લિક કરી અને ઈમોજી ને સિલેક્ટ કરી ને મોકલવું પડે છે. પરંતુ હવે તમારે જે ઈમોજી મોકલવું હોઈ તેને ગોતવું નહિ પડે. તમારે હવે માત્ર કીવર્ડ ને ટાઈપ કરવા નું રહેશે અને તેને લગતા ઈમોજી બતાવવા માં આવશે. તો વોટ્સએપ અપડેટ વિષે જાણો.

આ નવા અપડેટ વિષે વાબીટાઇન્ફો દ્વારા એક રિપોર્ટ આપવા માં આવ્યો હતો જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે, વોટ્સએપ દ્વારા યુનિવર્સલ વિન્ડોઝ એપ માટે એક નવા અપડેટ ને રોલઓઉટ કરવા માં આવી રહ્યું છે. જેને માઈક્રોસોફ્ટ સ્ટોર દ્વારા ઓફિશિયલ બીટા ચેનલ પર લાઈવ કરવા માં આવી રહી છે. જેના દ્વારા 2.2206.1.0 વરઝ્ન પર અપગ્રેડ કરવા માં આવેલ છે. આ અપડેટ ની અંદર શું નવું છે તેના વિષે જાણો.

આ રિપોર્ટ ની અંદર વધુ માં જોડતા જણાવ્યું હતું કે, આની પહેલા ના અપડેટ ની અનર ડાર્ક મોડ ને ઈન્ટ્રોડ્યુસ કરવા માં આવ્યો હતો. કે જેના વિષે ઘણા બધા યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. અને હવે નવા વોટ્સએપ અપડેટ ની અંદર વોટ્સએપ દ્વારા ઈમોજી શોર્ટકટ ના ફીચર ને લોન્ચ કરવા માં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, જ્યારે તમે મેસેજ ટાઈપિંગ ફીલ્ડમાં કોલોન સાથે પ્રીફિક્સ કરેલા ચોક્કસ કીવર્ડ્સ ઇનપુટ કરો છો, ત્યારે WhatsApp કીવર્ડ સાથે જોડાયેલ તમામ ઈમોજીસ પ્રદર્શિત કરશે.

ઉદાહરણ તરીકે, જો તમે ટાઇપ કરો છો:હેલો, તો સ્ક્રીન તમામ અનુરૂપ ઇમોજીસ પ્રદર્શિત કરશે. વાબીટા ઇન્ફો અનુસાર, "આ ફીચર વોટ્સએપ વેબ/ડેસ્કટોપ પર લાંબા સમયથી સુલભ છે પરંતુ યુડબ્લ્યૂપી વર્ઝનમાં તેનો અભાવ હતો: માઇક્રોસોફ્ટ સ્ટોરમાંથી નવા બીટા રીલીઝમાં અપડેટ કર્યા પછી, તમે હવે આ સુવિધાનો ઉપયોગ કરી શકશો," વાબીટા ઇન્ફો દ્વારા જણાવવા માં આવ્યું હતું.

એ નોંધવું જોઈએ કે ફેરફારો બધા વોટ્સએપ બીટા યુડબ્લ્યૂપી પરીક્ષકો માટે ઉપલબ્ધ છે જેઓ એપનું સૌથી તાજેતરનું વર્ઝન ચલાવી રહ્યાં છે. ફીચર એક્ટિવેટ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી કારણ કે તે પહેલાથી જ દરેક માટે ઉપલબ્ધ છે. તમારે હવે ફક્ત વોટ્સએપ બીટાને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરવાનું છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp New Features Coming To PC Users: Here's Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X