Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp સ્ટેટસ પર હવે અવતાર દ્વારા કરો રિપ્લાય, આટલું
વ્હોટ્સ એપ પર હવે યુઝર્સનો સ્ટેટસ એક્સપીરિયન્સ અપગ્રેડ થવાનો છે. અત્યાર સુધી તમે તમારા કોન્ટેક્ટ્સના સ્ટેટસ જોઈને ટેક્સ્ટ દ્વારા રિપ્લાય કરતા હતા, અથવા તો ઈમોજી દ્વારા રિપ્લાય કરતા હતા. પરંતુ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપની લેટેસ્ટ અપડેટમાં નવું ફીચર લોન્ચ કરવામાં આયું છે. આ અપડેટ દ્વારા યુઝર્સ વ્હોટ્સ એપ સ્ટેટસ પર રિપ્લાય કરવા માટે હવે પોતાના એનિમેટેડ અવતારનો ઉપયોગ કરી શક્શે. ચાલો જાણી ડિટેઈલ્સ.

Wabetainfoના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપના બીટા ફોર એન્ડ્રોઈડ 2.23.18.9 અપડેટમાં યુઝર્સને સ્ટેટસ અપડેટ પર અવતાર દ્વારા રિપ્લાય કરવાની સુવિધા આપવામાં આવી છે. અત્યાર સુધી યુઝ્સ વ્હોટ્સ એપ સ્ટેટસ પર માત્ર ઈમોજી દ્વારા કે ટેક્સ્ટ દ્વારા જ રિપ્લાય કરી શક્તા હતા. પરંતુ તાજેતરમાં જ રોલઆઉટ થયેલા લેટેસ્ટ અપડેટમાં હવે સ્ટેટસ પર રિપ્લાય કરવા માટે ઈમોજીની સાથે સાથે અવતારનો પણ ઓપ્શન આપવામાં આવશે.
આ નવું ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેના યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આયું છે. હાલ આ ફીચરની ઝલક માત્ર બીટા યુઝર્સને જ જોવા મળી રહી છે. પરંતુ Webitainfoના રિપોર્ટમાં તેનો સ્ક્રીનશોટ પણ શૅર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે યુઝર્સ કેવી રીતે વ્હોટ્સ એપ સ્ટેટસ પર અવતાર દ્વારા રિપ્લાય કરી શખ્શે.
આ સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે કોઈ પણ વ્હોટ્સ એપ સ્ટેટસ પર જ્યારે તમે રિપ્લાયનું બટન ટેપ કરશો, ત્યારે તમને ઈમોજીની સાથે સાથે તમારા અવતારનો પણ આઈકન જોવા મળશે. જો તમે અવતાર આઈકન પર ક્લિક કરશો, તો પર્સનલાઈઝ અવતાર દ્વારા વ્હોટ્સ એપ સ્ટેટસ પર રિપ્લાય કરી શક્શો. વ્હોટ્સ એપ સ્ટેટસમાં રિપ્લાય કરવા માટે અત્યાર સુધી 8 ઈમોજીનો ઓપ્શન મળતો હતો. એ જ રીતે અવતારમાં પણ 8 જુદા જુદા ઓપ્શન મળશે, જેના દ્વારા તમે રિપ્લાય કરી શક્શો. ઉપર આપેલા સ્ક્રીનશોટમાં દેખાય છે કે બીટા ટેસ્ટર્સ એનિમેટેડ અવતાર દ્વારા પોતાના વિચારો રિપ્લાયમાં દર્શાવી શકે છે.
WhatsApp પર હજી આ ફીચર્સની યુઝર જોઈ રહ્યા છે રાહ
વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને હંમેશા નવા નવા ફીચર્સ આપ્યા કરે છે. સમયાંતરે આવતી દરેક અપડેટમાં વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે કંઈક નવું લઈને આવે છે. આગામી અપડેટ્સમાં પણ વ્હોટ્સ એપ પર ઘણા નવા ફીચર્સ જોવા મળી શકે છે, જેની ઝલક બીટા ટેસ્ટિંગમાં મળી ચૂકી છે. તાજતેરમા જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ હવે એક નવું ચેટ લોક શોર્ટકટ લોન્ચ કરવાનું છે, જેમાં તમે કોઈ પણ કોન્ટેન્ટને સરળતાથી લૉક કરી શક્શો.
આ રીતે જ ચેટ લૉક કરવા માટે એક નવા સિક્રેટ કોડનું પણ ફીચર આવવાનું છે. આ ઉપરાંત વ્હોટ્સ એપ પર ઈવેન્ટ ક્રિએટ કરવાની પણ સુવિધા મળશે. એટલું જ નહીં વ્હોટ્સ એપમાં જૂના મેસેજ શોધવાની નવી સુવિધા મળશે. જેના માટે વ્હોટ્સ એપ કેલેન્ડર ફીચર એડ કરશે. આ કેલેન્ડરમાં ડેટ પસંદ કરીને તમે જૂના મેસેજ સર્ચ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications