આ નવું વોટ્સએપ ફીચર તમને કોન્ટેક્ટ એડ કરવાની અનુમતિ આપશે

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા થોડા થોડા સમયના અંતરે નવા નવા ફિચર્સ લોન્ચ કરવામા આવતા રહે છે જેથી તેઓ પોતાના યૂઝર્સને વધુ સારો અનુભવ આપી શકે. અને અત્યારે વોટ્સએપ દ્વારા એક નવા ફીચરને ટેસ્ટ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને તે પ્રકારનું એક ફીચર સ્નેપચેટ પર પહેલાથી જ ઉપલબ્ધ પણ છે. જેની અંદર ક્યુ આર કોડ સ્કેન કરી અને નવા કોન્ટ્રાક્ટરને એડ કરવાની અનુમતિ આપવામાં આવશે.

આ નવું વોટ્સએપ ફીચર તમને કોન્ટેક્ટ એડ કરવાની અનુમતિ આપશે

અને જો એક રિપોર્ટમાં માનવામાં આવે તો વોટ્સએપ દ્વારા આ ક્યુ આર કોડ પીચર ને છેલ્લા ઘણા સમયથી ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ ફિચરને બધા યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને વર્ષની અંદર આ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે.

ક્યુઆર કોડ ફીચર શું છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ દ્વારા દરેક યુઝર્સને એક અલગ યુનિક ક્યુ આર કોડ આપવામાં આવશે જેથી તેઓ સરળતાથી નવા કોન્ટેક્ટ ને એડ કરી શકે. આ નવા ફીચરને પ્રોફાઇલ સેટિંગ ની અંદર જોવામાં આવશે. જેની મદદથી યુઝર્સ ખૂબ જ સરળતાથી નવા કોન્ટેક્ટ અને પોતાના સ્માર્ટફોન ની અંદર એડ કરી શકશે અને અત્યારની ખૂબ જ લાંબી પ્રક્રિયા ની અંદર થી પસાર થવું નહીં પડે. હા નવા પીચર ની અંદર યુઝર છે માત્ર ક્યુ આર કોડ સ્કેન કરી અને એડ કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી તેમના વોટ્સએપ ની અંદર પણ કોન્ટેક્ટ સીધા એડ થઈ જશે.

આ નવું ક્યુ આર કોડ સ્કેનિંગ ફીચર વોટ્સએપ બિઝનેસ યુઝર્સને પણ ખૂબ જ મદદરૂપ થશે કેમ કે તેઓ ખૂબ જ સરળતાથી પોતાના કોન્ટેક્ટ ને શેર કરી શકશે અને બીજા કોન્ટેક્ટ ને સેવ પણ કરી શકશે જેથી તેઓ વધુ ઝડપથી ઓર્ડર અથવા પેમેન્ટ મેળવી શકે. સાથે સાથે તેને દુકાનોમાં પણ ઓફિસિયલ પર્પસ માટે ઉપયોગ કરી શકાશે. જ્યારે આ ફિચરને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેના દ્વારા યુઝરને ખૂબ જ સારો અનુભવ વોટ્સએપ ની અંદર થી મળશે.

આ પિક્ચરને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. પરંતુ ભૂતકાળમાં પણ વોટ્સએપ દ્વારા ઘણા બધા એવા પીચર કે જે બેટા એકની અંદર લોન્ચ કરવામાં આવ્યા હોય તેને ટૂંક સમયની અંદર જ તેમની સ્ટેબલ એપ્લિકેશનની અંદર લોન્ચ કરવામાં આવે છે.

જેથી એવું માની શકાય છે કે આ નવા ક્યુ આર કોડ ફીચરને પણ ટૂંક સમયની અંદર તેમની મુખ્ય એપ્લિકેશનની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા મલ્ટી એકાઉન્ટ સપોર્ટ પણ ટૂંક સમયમાં પોતાના યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp has been introducing new features from time to time to improve the experience of its users. In a recent development, it looks like the instant messaging service is testing a new feature similar to the one available on Snapchat. This feature is said to let users add new contacts just by scanning a QR code.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X