Just In
WhatsAppના Message Yourself ફીચરનો કરો ઉપયોગ, આટલી સરળ છે રીત
WhatsAppએ પોતાનું નવું ફીચર Message Yourself રોલઆઉટ કરી દીધું છે. આ ફીચર દ્વારા યુઝર એટલે કે તમે પોતાની જાતને જ મેસેજ કરી શકો છો, રિમાઈન્ડર્સ રાખી શકો છો, અપડેટ સેવ કરી શકો છો. વ્હોટ્સ એપે આ ફીચર રોલઆઉટ કરતા સમયે આપેલી માહિતી મુજબ આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપોયગી સાબિત થવાનું છે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને માટે આગામી કેટલાક દિવસોમાં ઉપલબ્ધ થવાનું છે. અગાઉ, વ્હોટ્સએપ યુઝર્સને પ્લેટફોર્મ પર મેસેજ કરવા માટે વર્કઅરાઉન્ડ પર આધાર રાખવો પડતો હતો. આ પદ્ધતિમાં URL wa.me/ નો ઉપયોગ કરીને દસ-અંકના નંબરનો ઉપયોગ કરીને પોતાને સંદેશા, ફોટા અને વિડિયો મોકલી શકાતા હતા.

WhatsApp ના Message Yourself ' ફીચરનો આ રીતે કરો ઉપયોગ
1) આ માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જઈને તમારા વ્હોટ્સ એપને અપડેટ કરવું પડશે.
2) એકવાર તમારું વહોટ્સ એપ અપડેટ થઈ જાય ત્યાર બાદ એપ ઓપન કરો અને મેસેજન આઈકન પર ટેપ કરો.
3) હવે અહીં Message Yourself સર્ચ કરો. આ વિકલ્પ મળતા જ એક નવી મેસેજ વિન્ડો ઓપન થઈ જશે.
4) આ ફીચર મોબાઈલ ફોન એપ અને ડેસ્કટોપ એપ્લીકેશન એમ બંને વર્ઝન માટે ઉપલબ્ધ છે.
વોટ્સએપ પોતાની એપને એક સાથે ઘણા બધા ડિવાઈસ પર એક જ અકાઉન્ટ ચલાવી શકાય, તે ફીચર પર પર કામ કરી રહ્યું છે. આ Linked Devices ફીચર હાલમાં PC અને macOS એપ્સ અને WhatsApp ના વેબ વર્ઝનને સપોર્ટ કરે છે, જે એકવાર તમારા પ્રાથમિક ઉપકરણ સાથે લિંક થઈ જાય પછી સ્વતંત્ર રીતે કામ કરે છે. મેટા માલિકીની કંપની હવે ટેબ્લેટ માટે પમ સપોર્ટનું પરીક્ષણ કરી રહી છે. એપ દ્વારા બીટા ચેનલ પર વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટને WhatsAppના ટેબલેટ વર્ઝન સાથે લિંક કરવા માટે કહ્યું છે.
જે યુઝર્સ વ્હોટ્સ એપના બીટા પ્રોગ્રામનો ભાગ છે, તેમને વ્હોટ્સ એપની એન્ડ્રોઈડ એપ ઉપર "શું તમારી પાસે એન્ડ્રોઇડ ટેબ્લેટ છે?" નામની નોટિફિકેશન મળી રહી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "હવે ટેબ્લેટ માટે WhatsApp બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે." આનો અર્થ એ પણ છે કે ટેબ્લેટ સંસ્કરણ હાલમાં દરેક માટે ઉપલબ્ધ નથી, માત્ર બીટા પ્રોગ્રામનો ભાગ હોય, તેવા યુઝર્સ જ આ ફીચરનો લાભ લઈ શકે છે.
જો કે કોઈ પણ યુઝર એપના બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે, તે માટે બીટા ટેસ્ટર બનાવાની પણ એક પ્રોસેસ છે. બીટા પ્રોગ્રામ માટે તમારી જાતને નોંધણી કરવાની એક સરળ પ્રક્રિયા છે, પરંતુ ધ્યાન રાખો કે બીટા પ્રોગ્રામ કે બીટા વર્ઝનનો ઉપયોગ કરવો આઈડિયલ નથી, કારણ કે તેમાં ઘણા બધા બગ્સ હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470