WhatsAppમાં હવે 2 દિવસ સુધીમાં ડિલીટ કરી શકાશે મેસેજ, વધવાની છે સમયમર્યાદા

By Gizbot Bureau
|

હાલ Whatsappમાં કોઈ પણ મેસેજ તમે એક કલાક 8 મિનિટ અને 16 સેકન્ડમાં ડિલીટ કરી શકો છો. મેસેજ મોકલ્યાને આટલો સમય વીત્યા પછી, મોકલેલો મેસેજ ડિલીટ કરી શકાતો નથી. જો કે હવે કંપની આ મામલે પોતાની પોલિસી અને ફીચર બંને ચેન્જ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કંપની મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા વધારવા જઈ રહી છે.

WhatsAppમાં હવે 2 દિવસ સુધીમાં ડિલીટ કરી શકાશે મેસેજ, વધવાની છે સમયમર્

બીટા વર્ઝન યુઝર્સ પર ટેસ્ટિંગ

WABetalinfoના રિપોર્ટ મુજબ જે યુઝર્સ એન્ડ્રોઈડ વર્ઝન પર વ્હોટ્સ એપનું બીટા વર્ઝન યુઝ કરી રહ્યા છે, તેમના માટે મેસેજ ડિલીટ કરવાની વધુ સમયમર્યાદાનું ફીચર વ્હોટ્સ એપ લોન્ચ કરી ચૂકી છે. કંપની પોતાની નવી પોલિસી મુજબ મેસેજ ડિલીટ કરવાની સમયમર્યાદા 1 કલાક 8 મિનીટ અ 12 સેકન્ડથી વધારીને 2 દિવસ અને 12 કલાક કરી શકે છે.

આ વેબસાઈટના રિપોર્ટ મુજબ કેટલાક બીટા ટેસ્ટર પર કંપનીએ આ ફીચર ઓલરેડી ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આવનારા દિવસોમાં વધુ બીટા યુઝર્સને પણ આ ફીચરનો લાભ મળી શકે છે.

Delet for Everyone featureમાં થશે આટલા સુધારા

મળી રહેલી માહિતી મુજબ કંપની ડિલીટ મેસેજના ફીચરમાં ફક્ત આ એક નહીં, બીજા પણ કેટલાક સુધારા કરી રહી છે. કંપની વ્હોટ્સએપ ગ્રુપ એડમિન ગ્રુપમાં કરાયંલો કોઈ પણ મેસેજ ડિલીટ કરી શકે, તે ફીચર આપવા પર પણ ધ્યાન આપી રહી છે. હાલ ગ્રુપમાં જેણે મેસજ કર્યો છે, તે જ વ્યક્તિ તે મેસેજ ડિલીટ કરી શકે છે.

થશે વધુ એક ફેરફાર

WABetalinfoના રિપોર્ટ મુજબ જ્યારે આ ફીચર રોલ આઉટ કરવામાં આવશે, ત્યારે યુઝર્સ તેમાં ઈનકમિંગ મેસેજ એટલે કે પોતે મેળવેલા મેસેજ પણ બધા જ માટે ડિલીટ કરી શક્શે. જો કે, જે પણ મેસેજ ડિલીટ થશે તે અંગે મેસેજ ડિલીટ થયાની નોટિફિકેશન ગ્રુપના દરેક સભ્યને મળશે, આ મેસેજ કોણે ડિલીટ કર્યો તેની માહિતી પણ ગ્રુપમાં જોઈ શકાશે.

એડમિનને પણ મળશે સૂચના

નવા ફેરફાર પછી ગ્રુપ એડમિનને પણ એક સૂચના મળશે, જે આ મુજબ હશે. 'એડમિન તરીકે તમે આ ગ્રુપમાં આવેલા કોઈ પણ મેસેજ ડિલીટ કરી શકો છો. તમે મેસેજ ડિલીટ કર્યો છે, તેવી નોટિફિકેશન પણ જેણે મેસેજ કર્યો છે, તેને મળશે.’

ટૂંક સમયમાં રોલઆઉટ થઈ શકે છે ફીચર

હાલ કંપની આ ફીચરને વધુ ડેવલપ કરવા પર ધ્યાન આપી રહી છે. વિશ્વભરના નોર્મલ યુઝર્સને આ ફીચરનો લાભ ક્યારથી મળશે, તે અંગે કંપનીએ હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી.

ઉલ્લેખનીય છે કે જ્યારે વ્હોટ્સ એપ દ્વારા સૌ પ્રથમ વખત ડિલીટ મેસેજ ફીચર લોન્ચ કરવામાં આવ્યું, ત્યારે સૌથી પહેલા તેનો સમયગાળો માત્ર 7 મિનિટનો હતો. સમયાંતરે આ મર્યાદા વધતી ગઈ અને હવે કંપની તેમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Message Delete: You Can Soon Delete Texts That Are Two Days Old

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X