Just In
Instagram, Gmail પર જોવા મળતું આ ફીચર Whatsapp પર થશે લોન્ચ
Whatsappની નવી અપડેટ પરથી એ નક્કી છે કે, કંપની રોજેરોજ પોતાની એપ્લીકેશનમાં નવા ફીચર્સ લોન્ચ કરતી રહેશે. જેથી તેના યુઝર્સને રોજેરોજ નવો એક્સપીરિયન્સ મળી શકે. કંપની હાલ પોતાના યુઝર્સ માટે એક એવા સિક્યોરિટી ફીચર પર કામ કરી રહી છે, જેને કારણે હેકર્સ માટે કોઈનું પણ વ્હોટ્સ એપ હેક કરવું વધુ અઘરું પડશે. આ ફીચર લોગ ઈન અપ્રૂવલ તરીકે ઓળખાય છે. અગાઉ આપણે સૌ આ ફીચર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને જીમેઈલ પર વાપરી ચૂક્યા છીએ.

યુઝરને તરત જ મળશે નોટિફિકેશન
WABetalInfoના રિપોર્ટ પરથી મળતી માહિતી પ્રમાણે કંપની લોગઈન અપ્રૂલવ નામનું ફીચર ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આ ફીચર લોન્ચ થતાં જ જ્યારે કોઈ અજાણી ડિવાઈસમાંથી વ્હોટ્સ એપ લોગ ઈન થશે, તો અકાઉટ યુઝરને તરત જ નોટિફિકેશન આવશે. આ ફીચર તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટને હેક થતા બચાવશે. આ ઉપરાંત આ ફીચરને કારણે તમારો પર્સનલ ડેટા અજાણ્યા વ્યક્તિઓના હાથમાં જતા પણ બચશે.
એન્ડ્રોઈડ-iOSમાં સાથે થઈ શકે છે રોલ આઉટ
લેટેસ્ટ ઈન્ફોર્મેશન મુજબ લોગ ઈન અપ્રૂવલ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેમાં સાથે લોન્ચ થઈ શકે છે. આ ફીચર યુઝરને ઈન એપ નોટિફિકેશન આપશે. વેબીટલ ઈન્ફોના આ રિપોર્ટમાં કંપનીના ટેસ્ટિંગ દરમિયાનનો એક સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં જ્યારે કોઈ તમારા વ્હોટ્સ એપમાં લોગ ઈન કરવાની કોશિશ કરે તો તે કોશિશ ક્યારે થઈ, કયા ડિવાઈસથી થઈ તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં યુઝ્સને Allow, Do not allowના વિકલ્પ મળશે. જો યુઝર અલાઉ પર ક્લિક કરશે, તો જ બીજા ડિવાઈસમાં તે વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરી શકાશે. જો યુઝર ડુ નોટ અલાઉ પર ક્લિક કરશે, તો બીજા ડિવાઈસથી તે વ્હોટ્સ એપ અકાઉન્ટમાં લોગ ઈન નહીં કરી શકાય.
હાલ અન્ડર ડેવલપમેન્ટ છે નવું ફીચર
હાલ તો કંપની વ્હોટ્સ એપ માટે આ નવા ફીચરને ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આ ફીચર યુઝર્સ માટે ક્યારે લોન્ચ થશે કે રોલઆઉટ થશે, તેની તારીખ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. ઉલ્લેખનીય છે કે દર અઠવાડિયે ટેક્નોલોજીને લગતા સમાચારોમાં વ્હોટ્સ એપના નવા નવા ફીચર અંગેની ચર્ચા શરૂ થઈ જાય છે. જો કે સમયાંતરે આ ચર્ચાઓ સાચી પણ પડે છે.
વ્હોટ્સ એપ યુઝર્સની સિક્યોરિટી પર મૂકે છે ભાર
વ્હોટ્સ એપ અત્યાર સુધી પોતાના યુઝરની સિક્યોરિટી માટે ડિસઅપીઅરિંગ મેસેજ, પાસવર્ડ પ્રોટેક્શન, એન્ક્રીપ્ટેડ મેસેજ જેવા ફીચર્સ આપી ચૂકી છે. એટલે શક્ય છે કે વ્હોટ્સ એર ટૂંક સમયાં લોગ ઈન અપ્રૂલવ ફીચર લોન્ચ કરે, તો વધારે આશ્ચર્યચકિત થઈ જવા જેવું નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470