WhatAspp પર ડિલીટ કરેલા મેસેજ મેળવો પાછા, યુઝ કરો Undo ફીચર

By Gizbot Bureau
|

WhatsAppએ એકનવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ છે Accidental Delete ફીચર. એવા લાખો યુઝર્સ છે, જે મેસેજ ડિલીટ કરતા સમયે ભૂલથી Delete For Me કરી દે છે, આવા મેસેજ આ નવા એક્સિડેન્ટલ ડિલીટ ફીચરથી પાછા મેળવી શકાશે. આ ફીચરના નામ મુજબ જ, યુઝર્સ પોતાના જ ડિલીટ કરેલા મેસેજને પાછા મેળવી શક્શે. ઘણીવાર એવું થાય છે કે, યુઝર્સ કોઈને ભૂલથી મેસેજ કરી દે પછી તે ડિલીટ ફોર ઓલના બદલે ડિલીટ ફોર મી કરી દે છે. આવી સ્થિતિમાંથી યુઝર્સને આ એક્સિડેન્ટલ ડિલીટ ફીચર બચાવશે. ચાલો, જાણીએ કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે.

WhatAspp પર ડિલીટ કરેલા મેસેજ મેળવો પાછા, યુઝ કરો Undo ફીચર

વ્હોટ્સ એપ ખૂબ જ ભરોસાપાત્ર, ઘણી બધી સુવિધાઓ આપનારું એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે, જે iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર કામ કરે છે. મેટાની માલિકીના આ પ્લેટફોર્મ પર યુઝર્સને વધુ સુવિધા આપવા માટે રોજેરોજ નવા ફીચર્સ અને ફંક્શન્સ આપવામાં આવે છે. વ્હોટ્સ એપના આ નવા એક્સિડેન્ટલ ફીચરને બધા જ યુઝર્સ આવકારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને રિસીવ કરેલા મેસેજ પણ ડિલીટ કરવાની પણ પરવાનગી આપે છે. ગ્રુપ કે પછી પર્સનલ ચેટ ગમે ત્યાં આવેલો ચેટ મેસેજ યુઝર્સ ડિલીટ કરી શકે છે. આ માટે યુઝર્સે માત્ર જે-તે મેસેજ પર ટેપ કરીને ડિલીટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. પરંતુ વ્હોટ્સ એપ મેસેજ ડિલીટ કરતા પહેલા યુઝર્સને પોતાનું આ પગલું કન્ફર્મ કરવા માટે ત્રણ વિકલ્પ આપે છે. જેમાં યુઝર્સને Delete for everyone, Delete for me, cancel એમ ત્રણ ઓપ્શન મળે છે.

યુઝર્સ જ્યારે Delete for everyone વિકલ્પની પસંદગી કરે, ત્યારે મોકલેલો મેસેજ બધા જ ગ્રુપ મેમ્બર્સ અથવા તો રિસીવરની ચેટ વિન્ડોમાંથી પણ ડિલીટ થઈ જાય છે. જ્યારે યુઝર Delete for me વિકલ્પ પસંદ કરવા પર માત્ર મોકલનારની ચેટ વિન્ડોમાંથી જ મેસેજ ડિલીટ થાય છે. ડિલીટ ફોર મી પર ટેપ કરવાથી રિસીપિન્ટના મોબાઈલમાંથી મેસેજ ડિલીટ નથી થતો.

એ કહેવાની જરૂર નથી કે ડિલીટ ફોર મી વિકલ્પ પસંદ કરવાથી મેસેજ માત્ર તમારા મોબાઈલમાંથી જ ડિલીટ થાય છે, આ રીતે શરમજનક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. ડિલીટ ફોર મી વિકલ્પ પસંદ કરવાથી યુઝર હવે રિસીપીન્ટને મળેલો મેસેજ ડિલીટ કરી શકાતો નથી. પરિણામે ભૂલથી મોકલેલો મેસેજ મેળવનાર વાંચી શકે છે.

વ્હોટ્સ એપે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે એપ પર હવે તેઓ Undo ફીચર લોન્ચ કરી રહ્યા છે, જેથી યુઝર્સ આવી ઓકવર્ડ પરિસ્થિતિમાંથી બચી શકે. જેવા મેસેજ મોકલનાર અથવા મેળવનાર મેસેજ ડિલીટ કરશે કે આ ઓપ્શન તરત જ બાજુમાં લખેલું જોવા મળશે.

Accidental Delete ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?

વ્હોટ્સ એપે એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ માટે પોતાનું એક્સિડેન્ટલ ફીચર લોન્ચ કર્યું છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે મેસેજ મોકલનાર અથવા મેળવનાર જ્યારે પણ મેસેજ ડિલીટ કરશે, ત્યાર બાદ જ આ અન્ડુ ફીચર ચેટ વિન્ડોમાં જોવા મળશે.

એક્સિડેન્ટલ ડિલીટ ફીચર યુઝર્સને પાંચ-સેકન્ડ ટાઈમ વિન્ડો આપશે અથવા તો મેસેજ ડિલીટ કરવામાં પાંચ સેકન્ડનો સમય લગાડશે.. આ સમય દરમિયાન, યુઝર્સ મેસેજને Undo કરી શકે છે. ત્યાર બાદ યુઝ્સ દરેક મેસેજ મેળવનારની ચેટ વિન્ડોમાંથી મેસેજ ડિલીટ કરવા માટે "Delete for everyone" વિકલ્પ પસંદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે Delete For Everyone ફીચર વ્હોટ્સ એપે 2017માં લોન્ચ કર્યું હતું.આ ફીચર દ્વારા યુઝર્સ પોતે ભૂલથી મોકલેલા કોઈ પણ મેસેજને મેસેજ મેળવનારની ચેટ વિન્ડોમાંથી પણ ડિલીટ કરી શકે છે. આ ફીચર ગ્રુપ વ્યક્તિગત મેસેજ બંને માટે કામ કરે છે. હાલ યુઝર્સ કોઈ પણ મેસેજ મોકલ્યાના 2 દિવસ અને 12 કલાકની અંદર તેને ડિલીટ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Launches New Undo Feature To Get Deleted Message Back

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X