Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પરથી કરી શકાશે ટ્રેન, બસ ટિકિટ બૂક, નવું ફીચર લોન્ચ
WhatsApp Businesses માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેટલાક નવા ફીચર્સ રોલઆઉટ કરવામાં આવ્યા છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની વ્હોટ્સ એપ ચેનલ પર આ નવા ફીચર્સ અંગે માહિતી શૅર કરી છે. જેના કારણએ હવે યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ વ્હોટ્સ એપ પેમેન્ટ કરી શક્શે. તો એપ બંધ કર્યા વગર જ શોપિંગ પણ કરી શક્શે. વ્હોટ્સ એપ બિઝનેસની વિશ્વસનિયતા વધારવા માટે કંપનીએ મેટાની વેરિફાઈડ સર્વિસને પણ હવે ભારતમાં રોલઆઉટ કરી દીધી છે. વ્હોટ્સ એપ બિઝનેસને હવે વેરિફાઈડ બેજની સાતે સાથે બીજા પણ કેટલાક એક્સલુઝિવ ફીચર્સનો લાભ મળશે. ટૂંક સમયાં જ વ્હોટ્સ એપ પર નાના બિઝનનેસ અકાઉન્ટની સાથે મેટા વેરિફાઈડનું પણ ટેસ્ટિંગ કંપની શરૂ કરશે.

WhatsAppએ 20 સપ્ટેમ્બરના રોજ વ્હોટ્સ એપ બિઝનેસ માટે નવા ફીચર્સ રોલઆઉટ કર્યા છે. જેમાં વ્હોટ્સ એપ બિઝનેસ ચેટ ફ્લોઝની માટે કેટલાક કસ્ટમાઈઝેશન ઓપ્શન સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યુઝર્સ માટે વ્હોટ્સ એપ પેમેન્ટમાં હવે ક્રેડિટ કાર્ડનો ઓપ્શન પણ સામેલ કરાયો છે. સાથે જ કંપનીએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બાદ હવે મેટા વેરિફાઈડ સર્વિસનો વ્હોટ્સ એપ પર પણ બિઝનેસ અકાઉન્ટ માટે ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.
Faster Chat Experiences with Flows
વ્હોટ્સ એપ બિઝનેસ ચેટ માટે કંપનીએ નવું ફ્લોઝ ફીચર લોન્ચ કર્યું છે .આ ફીચર યુઝર્સને વ્હોટ્સ એપ ચેટમાં જ શોપિંગ કરવાની પરવાનગી આપશે. એટલે કે યુઝર્સ ચેટ વિન્ડો દ્વારા જ પોતાને જરૂરી પ્રોડક્ટ્સની ખરીદી શક્શે. જેમ કે, તમારે બસની અથવા ટ્રેનની ટિકિટ બૂક કરવી છે, તો હવે વ્હોટ્સ એપ ચેટથી જ આ કામ થઈ જશે. તમે ફૂડ પણ વ્હોટ્સ એપ પર ઓર્ડર કરી સક્શો. આ માટે તમારે બીજી કોઈ એપનો ઉપયોગ કવરાની જરૂર નથી.
Choose Your Payment Service
આ ઉપરાંત વ્હોટ્સ એપ પર શોપિંગનો અનુભવ વધુ સરળ બનાવવા માટે પણ કંપનીએ કેટલાક પગલા લીધા છે. માર્ક ઝકરબર્ગે કરેલી જાહેરાત મુજબ ભારતમાં હવે વ્હોટ્સ એપ યુઝર્સ ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ પેમેન્ટમાં યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શક્શે. કંપનીએ આ માટે Razorpay અને PayU જેવી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે.
Meta Verified Businesses on WhatsApp
Meta Verified સર્વિસ અત્યાર સુધી માત્ર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પૂરતી સીમિત હતી. પરંતુ હવે વ્હોટ્સ એપ બિઝનેસ યુઝર્સ પણ મેટાની આ સર્વિસનો લાભ લઈ શક્શે. આના કારણે યુઝર્સના બિઝનેસ પ્રત્યે અન્ય યુઝર્સની વિશ્વસનીયતા વધશે. જે ગ્રાહકો છે, તેમને પણ આ વેરિફાઈડ બેજથી સંતોષ થશે કે તેઓ જેની સાથે ડીલ કરી રહ્યા છે તે વેપારી ફેક નથી. આ સર્વિસ અંતર્ગત વ્હોટ્સ એપ બિઝનેસ યુઝર્સને વેરિફાઈડ બેજ આપવામાં આવશે. આ ઉપરાંત તેને એનહાન્સ્ડ અકાઉન્ટ સપોર્ટ અને અકાઉન્ટ પ્રોટેક્શનની સુવિધા પણ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications