Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp પર તારીખ પ્રમાણે શોધો તમારા જરૂરી મેસેજ, આટલું કરો
મેટાની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપમાં નવા નવા ફીચર્સ સમયાંતરે આવતા રહે છે. જેને કારણે યુઝર્સના કામ સરળ બને છે, અને તેમનો રસ એપમાં જળવાઈ રહે છે. હવે વ્હોટ્સ એપ તમને મેસેજ સર્ચ કરવાના જુદા જુદા ઓપ્શન આપી રહ્યું છે.

વ્હોટ્સ એપ યુઝર્સ હવે પોતાનો ડેટા ફિલ્ટર કરીને વ્હોટ્સ એપમાં જોઈ શકે છે. એટલે કે યુઝર્સે હવે મેસેજ શોધવા માટે બધી જ ચેટ હિસ્ટ્રીને જોવાની જરૂર નથી, તેઓ માત્ર સમયને ફિલ્ટર કરીને ચેટ જોઈ શકે છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની વ્હોટ્સ એપ ચેનલ પર વ્હોટ્સ એપના આ નવા ફીચર અંગે માહિતી આપી છે.
માર્ગ ઝકરબર્ગે આ નવા ફીચરને દર્શાવતા એક વીડિયો શૅર કર્યો ચે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ આ ફીચર પર લાંબા સમયથી કામ કરી રહ્યું હતું અને એપના બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું હતું. હવે આ ફીચર બધા જ પ્લેટફોર્મ પર ઓફિશિયલી રિલીઝ કરી દેવાયું છે. એન્ડ્રોઈડ, આઈઓએસની સાથે સાથે વ્હોટ્સ એપના વેબ અને મેક ડેસ્કટોપ વર્ઝન માટે પણ આ ફીચર રોલઆઉટ કરી દેવાયું છે.
ચાલો, એ જણાવી દઈએ કે તમે આ નવા ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, અને જૂના મેસેજને સર્ચ કરવાની પ્રોસેસ સરળ કેવી રીતે બની શકે છે.
જો કે, આ પ્રોસેસ કરતા પહેલા પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર જઈને તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન છે કે નહીં તે ચેક કરો. જો લેટેસ્ટ વર્ઝન ન હોય, તો અપડેટ કરો. એકવાર તમારું વ્હોટ્સ એપ લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ થઈ જાય પછી નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે એ ચેટ અથવા ચેટગ્રુપ ઓપન કરો, જેમાં તમારે જૂનો મેસેજ સર્ચ કરવાનો છે.
હવે વ્યક્તિ અથવા ગ્રુપના નામ પર ટેપ કરો અને સર્ચ ઓપ્શન પર ટેપ કરો. હવે તમને કેલેન્ડર જેવો દેખાતો એક આઈકન દેખાશે, તેના પર ટેપ કરો. એન્ડ્રોઈડ પર આ આઈકન ઉપરની તરફ જમણી બાજુના ખૂણામાં હશે. જ્યારે આઈઓએસમાં કીબોર્ડની બરાબર નીચેની તરફ કેલેન્ડરનો આઈકન જોવા મળશે.
હવે તેમાં તારીખ, મહિનો અને વર્ષ પસંદ કરો. એકવાર આટલું થઈ જાય પથી જમ્પ ટુ ડેટ ઓપ્શન પર ટેપ કરો અને તમે જે તારીખ પસંદ કરી છે, તેના બધા જ મેસેજ દેખાવા લાગશે.
આ રીતે તમે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર તારીખ પ્રમાણે સરળતાથી મેસેજ સર્ચ કરી શકો છો. હવે અમે તમને એ પણ જણાવી દઈએ કે વ્હોટ્સ એપ વેબ પર આ કામ કેવી રીતે કરી શકાય છે.
સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં ક્રોમ અથવા કોઈ પણ બ્રાઉઝરમાં વ્હોટ્સ એપ ઓપન કરો. હવે તમારે જે ચેટગ્રુપ કે ચેટમાંથી મેસેજ શોધવા છે, તે ઓપન કરો.
ફોનમાં નીચે આપેલા ત્રણ ટપકાની બાજુમાં ઉપરની તરફ ખૂણામાં દેખાતા સર્ચ આઈકન પર ટેપ કરો. અહીં કેલેન્ડર જેવા દેખાતા આઈકન પર ટેપ કરો અને તારીખ, મહિનો, વર્ષ ઓપ્શન સિલેક્ટ કરો. હવે એ તારીખ સિલેક્ટ કરો, જે દિવસના મેસેજ તમારે સર્ચ કરવા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications