WhatsApp લાવ્યું નવું ફીચર, હવે ગ્રૂપમાં કરી શક્શો Voice Chat

By Gizbot Bureau
|

WhatsApp એપને વધુ ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. મેટાની માલિકીની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં હવે એક નવું ફીચર Voice Chat રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા ગ્રુપમાં એક નવી જ રીતે વાતચીત કરી શકાશે. જો કે આ ફીચર હાલ માત્ર લકી બીટા યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ ટૂંક સમયમાં જ વોઈસ ચેટ ફીચર બધા જ યુઝર્સ માટે રોલ આઉટ થશે. તો ચાલો, આ ફીચરના રોલ આઉટ થતા પહેલા તેના વિશે બધી જ માહિતી જાણી લઈએ.

WhatsApp લાવ્યું નવું ફીચર, હવે ગ્રૂપમાં કરી શક્શો Voice Chat

WhatsApp Voice Chats Feature

WhatsAppના અપકમિંગ ફીચર પર નજર રાખતી વેબસાઈટ WABetainfoએ વોઈસ ચેટ ફીચર રોલ આઉટ થવા અંગે માહિતી જાહેર કરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ WhatsApp Beta for Android 2.23.16.19ની સાથે વ્હોટ્સ એપ વોઈસ ચેટ ફીચર રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો કે, હાલ આ ફીચરનો ઉપયોગ માત્ર બીટા યુઝર્સ જ કરી શક્શે. જો કે, અત્યાર એ જાણવા મળ્યું છે કે આ ફીચર કેવી રીતે કામ કરશે?

WhatsApp Beta for Android 2.23.16.19ની અપડેટની સાથે સાથે આ ફીચરના ડેવલપમેન્ટ અંગે માહિતી સામે આવી હતી. આ ફીચર દ્વારા વ્હોટ્સ એપ યુઝ્સ ગ્રુપ મેમ્બર્સને વોઈસ કોલ કરી શક્શે, પરંતુ થોડી અલગ રીતે. આ આર્ટિકલમાં અમે તમને એક સ્ક્રીનશોટ આપ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વ્હોટ્સ એપનું આ ગ્રુપ વોઈસ ચેટ ફીચર કેવી રીતે કામ કરશે.

કેવી રીતે કામ કરશે નવું ગ્રુપ વોઈસ ચેટ ફીચર?

અહીં આપેલા સ્ક્રીનશોટમાં ગ્રુપની અંદર એક નવું વોઈસ વેવફોર્મ આઈકન દેખાઈ રહ્યું છે. આ આઈકન પર ટેપ કરવાની સાથે જ ગ્રુપમાં વોઈસ ચેટ શરૂ થઈ જશે. અને યુઝર્સને એક નવો જ ઈન્ટરફેસ દેખાવા લાગશે. ગ્રુપ ચેટમાં કોઈ પણ સમયે કોઈ પણ યુઝર વોઈસ ચેટમાં સામેલ થઈ જશે, અને બોલવાનું શરૂ કરી શક્શે.

જો કોઈ યુઝર વોઈસ ચેટમાં સામેલ નહીં થાય, તો 60 મિનિટ બાદ તે આપોઆપ જ વોઈસ ગ્રુપ ચેટમાંથી બહાર નીકળી જશે. બાદમાં કોઈ પણ યુઝર બીજું વોઈસ ચેટ શરૂ કરી શક્શે.

આ ગ્રુપ્સ કરી શક્શે ગ્રુપ વોઈસ ચેટ ફીચરનો ઉપયોગ

જો કે અહીં એ વાત મહત્વની છે કે વ્હોટ્સ એપ વોઈસ ચેટ માત્ર પસંદગીના ગ્રુપ્સ માટે જ ઉપલબ્ધ થશે. આ ફીચરનો ઉપયોગ 32 સભ્યો ધરાવતા ગ્રુપ્સ જ કરી શક્શે. એટલે કે 32 થી વધારે સભ્યો ધરાવતા ગ્રુપ્સમાં વોઈસ ચેટ થઈ શક્શે નહીં.

આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગ્રુપના બધા સબ્યો સાથે કોલ કર્યા વગર જ બોલીને વાત કરી શકો છો. જેવું ગ્રુપમાં કોઈ વ્યક્તિ વોઈસ ચેટ શરૂ કરશે કે તરત જ બધા જ મેમ્બર્સને એક નોટિફિકેશન જશે. સાથે જ ગ્રુપ આઈક ચેટ લિસ્ટમાં વોઈસ ચેટ દર્શાવવા માટે એક નાનકડો થમ્બનેલ પણ જોવા મળશે.

Best Mobiles in India

English summary
WhatsApp launched new feature called group voice chat

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X