Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp Channels ફીચર લોન્ચ, થશે આ મોટો ફેરફાર
Metaએ વ્હોટ્સ એપ માટે એક નવી અપડેટ લોન્ચ કરી છે. લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ માટે કંપનીએ Channels નામનું ફીચર લોન્ચ કર્યું છે. લાંબા સમયથી ચર્ચાઈ રહેલા આ ફીચરનું કંપની ટેસ્ટિંગ કરી રહી હતી. હવે ખાસ્સી રાહ જોયા બાદ વ્હોટ્સ એપનું આ નવું ફીચર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વ્હોટ્સ એપનું આ નવું ફીચર ચેનલ્સ ઈન્સ્ટારામની ચેનલના ફીચર જેવું જ છે. જે એક બ્રોડકાસ્ટિંગ ટૂલ તરીકે કામ કરશે. ચાલો, વ્હોટ્સ એપના આ લેટેસ્ટ ફીચર અંગે ડિટેઈલમાં જાણીએ.

શું છે WhatsApp Channel ફીચર?
WhatsApp એ પોતાના બ્લોગ પોસ્ટમાં નવા ચેનલ ફીચર વિશે માહિતી આપી છે. સાથે જ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પણ આ ફીચર અંગે જાહેરાત કરી છે. સત્તાવાર બ્લોગપોસ્ટમાં કંપને કહ્યું છે કે વ્હોટ્સ એપ આ નવા ચેનલ ફીચરને લોન્ચ કરતા સમયે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફીચર વ્હોટ્સ એપની અંદર જ લોકો અને સંસ્થાઓની અપડેટ મેળવવાનો સહેલો અને પ્રાઈવેટ રસ્તો છે. કંપનીએ અપડેટ નામવાળા ટેબની અંદર Channels ફીચર એડ કર્યું છે. જ્યાં યુઝર્સને સ્ટેટસની સાથે ચેનલ્સ જોવા મળશે.
હાલ માત્ર આ યુઝરને મળશે નવું પીચર
માર્ક ઝકરબર્ગે પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પણ આ નવા ફીચરની જાહેરાત કરી છે. તેમના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપમાં લોકો અને સંસ્થાઓને ફોલો કરવા માટે આ એક નવો રસ્તો છે. હાલ માત્ર સિંગાપોર અને કોલોમ્બિયાના યુઝર્સ માટે આ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ 2023ના અંત સુધીમાં આ ફીચર બધા માટે રોલઆઉટ કરવામાં આવશે.
મળશે આ નવી સુવિધાઓ
વ્હોટ્સ એપની બ્લોગ પોસ્ટ મુજબ ચેનલ્સ એડમિન માટે એક નવું બ્રોડકાસ્ટ ટૂલ છે, જેની મદદતી તેઓ ટેક્સ્ટ મેસેજ, ફોટોજ, વીડિયો, સ્ટીકર અને પોલ્સ એક સાથે અનેક લોકોને મકલી શકે છે. યુઝર્સ કઈ કઈ ચેનલોને ફોલો કરી શકે છે, તે સિલેક્ટ કરવામાં યુઝર્સને મદદ કરવા માટે કંપની એક સર્ચેબર ડિલેક્ટરી બનાવી રહી છે. જેમાં તમને તમારા શોખ, સ્પોર્ટ્સ ટીમ્સ કે પછી સ્થાનિક સંસ્થાઓની અપડેટ્સ મેળવવામાં સરળતા રહેશે. તમે ચેટ, ઈમેઈલ અથવા ઓનલાઈન પોસ્ટમાં અપાયેલી ઈન્વાઈટ લિંક દ્વારા પણ ચેનલ સુધી પહોંચી શકો છો.
પ્રાઈવસી પર અપાયું છે ધ્યાન
યુઝર્સની પ્રાઈવસી પર વ્હોટ્સ એપ ધ્યાન આપતું રહે છે. આ નવા ફીચરમાં યુઝર સેફ્ટીની વાત કરી તો જે ચેનલ્સ એવી રીતે બનાવામાં આવી છે, જે એડમિન અને ફોલોઅર્સ બંનેની અંગત માહિતી સેવ કરે છે. પરંતુ વ્હોટ્સ એપનું કહેવું છે કે આ ચેનલ એડમિના ફોન નંબર અને પ્રોફાઈલ્સને ફોલોઅર્સને નહીં બતાવે.
કંપનીનો એ પણ દાવો છે કે વ્હોટ્સ એપ 30 દિવસ સુધી પોતાના સર્વર પર ચેનલની હિસ્ટ્રી સ્ટો કરસે. બાદમાં આ હિસ્ટ્રી આપોઆપ ડિલીટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
