Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર મોકલેલા મેસેજ કરી શકાશે એડિટ, આવ્યું નવું ફીચર
WhatsApp પોતાના યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે. વ્હોટ્સ એપના આ નવા ફીચર હંમેશા યુઝર્સનું કામ સરળ બનાવે છે. વ્હોટ્સ એપ પોતાના યુઝર્સનો એક્સપીરિયન્સ વધારે સારો બને તે માટે આ ફીચર્સ લોન્ચ કરતી રહે છે. વ્હોટ્સ એપ હવે પોતાના યુઝર્સને મદદ કરવા માટે એક નવા ફીચર અંગે ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જેમાં યુઝર્સ પોતાના મોકલેલા મેસેજને એડિટ કરી શક્શે. આ અપડેટ વ્હોટ્સએપ વેબના યુઝર્સને મળશે.

વ્હોટ્સ એપ વેબ વાપરનાર યુઝર્સ મોકલેલા મેસેજને હવે એડિટ પણ કરી શક્શે. તમને જણાવી દઈએ કે વ્હોટ્સ એપ વેબના બીટા વર્ઝન પર હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જ્યારે જ્યારે આપણે ભૂલથી કોઈ યુઝરને ખોટો મેસેજ મોકલી દઈએ છીએ, ટાઈપિંગ એરર કરીએ છીએ, કે પછી મેસેજ મોકલી દીધા પછી ખ્યાલ આવે છે કે આમ કરવાનું નહોતું. આવી સ્થિતિમાં એડિટ મેસેજનું ફીચર ખૂબ જ ઉપયોગી થાય છે. વ્હોટ્સ એપના એક પણ વર્ઝનમાં હાલ એડિટ મેસેજનું ફીચર નથી પરંતુ વેબ વર્ઝન યુઝર્સને હવે આ સુવિધા મળવાની છે.
એડિટ માટે મળશે આટલો સમય
અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ વ્હોટ્સ એપ વેબેના 2.2319.9 વર્ઝન પર આ નવા ફીચરનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. જેનો ખુલાસો WABetainfoએ કર્યો છે. આ નવી અપડેટ બાદ યુઝર્સ બાદ યુઝર્સ કોઈ પણ મેસેજને મિનિટોમાં જ એડિટ કરી શક્શે. જો કે આ અપડેટ અંતર્ગત યુઝર્સ મોકલેલા કોઈ પણ મેસેજને 5 મિનિટ સુધીમાં એડિટ કરી શક્શે. એટલે કે કોઈ પણ મેસેજને એડિટ કરવા માટે યુઝર્સને 5 મિનિટનો સમય મળશે. જો મોકલેલા મેસેજને 5 મિનિટ વીતી જશે, તો યુઝર્સ મેસેજ એડિટ કરી શક્શે નહીં. આ ફીચર મેસેજ એરરને ઠીક કરવા માટે લાવવામાં આવ્યું છે. આ અપકમિંગ મેસેજ એડિટનું ફીચર પર્સનલ, ગ્રુપ અને બ્રોડકાસ્ટ ગ્રુપમાં યુઝ કરી શકાશે.
આ રીતે મેસેજ એડિટ કરો.
યુઝર્સે પોતાના દ્વારા મોકલાયેલા કોઈ પણ મેસેજને એડિટ કરવા માટે બસ એક નાનકડી પ્રોસેસ કરવાની રહેશે. તમે મોકલેલા જે મેસેજને એડિટ કરવો છે, તે મેસેજ પર રાઈટ ક્લિક કરો. એટલે તેમને એડિટ બટન જોવા મળશે. હવે આ એડિટ બટન પર ક્લિક કરશો, એટલે તમારા દ્વારા મોકલાયેલો મેસેજ એડિટેબલ ફોર્મેટમાં ફેરવાઈ જશે. બાદમાં તમે મેસેજમાં સુધારા વધારા કરી શક્શો.
શરૂઆતમાં માત્ર Apple પાસે હતી આ સુવિધા
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી તો આ સુવિધા માત્ર એપલ યુઝર્સને જ આપવામાં આવી હતી. એપલે iOS 16 સાથે ટેક્સ્ટ મેસેજને એડિટ કરવાનું ફીચર પોતાના યુઝર્સ માટે લોન્ચ કર્યું હતું. આ મેસેજ એડિટ કરવા માટે એપલ યુઝર્સ પાસે 15 મિનિટનો સમય રહેતો હતો. આ સુવિધા અંતર્ગત યુઝર્સ એક મેસેજને પાંચ વખત સુધી એડિટ કરી શક્તા હતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications