Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં હવે કરો emailથી લોગઈન, માત્ર આ યુઝર્સને મળશે ફીચર
WhatsApp એક નવી અપડેટ લઈને આવ્યું છે, જેમાં યુઝર્સ હવે એક ઈમેઈલ એડ્રેસને પોતાના વ્હોટ્સ એપ અકાઉન્ટ સાથે લિંક કરી શખાય છે. આ ફીચરની મદદથી યુઝર્સ મેસેજના બદલે ઈમેઈલ વેરિફિકેશનનો ઉપયોગ કરીને પોતાના વ્હોટ્સ એપ અકાઉન્ટને સર્ટિફાઈડ કરી શક્શે. જો કે, આ ફીચર ત્યારે જ કામ કરશે, જ્યારે યુઝર્સ વાઈ ફાઈ ઈન્ટરનેટ કનેક્શનો ઉપયોગ કરી રહ્યા હશે, અને સેલ્યુલર કનેક્ટિવિટી નહીં હોય. આ સમયે જ યુઝર્સે પોતાના વ્હોટ્સ એપ અકાઉન્ટને ઈમેઈલથી વેરિફાઈ કરવાનું રહેશે. આ ફીચર પહેલા વ્હોટ્સ એપ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ હતું, હવે તેને ગ્લોબલી બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે આ નવા ફીચરથી યુઝર્સને શું લાભ થશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

WhatsApp email એડ્રેસ વેરિફિકેશન રોલઆઉટ
WABetalInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ દ્વારા એપ સ્ટોર પર iOS માટે 23.24.70 અપડેટ રિલીઝ કરવામાં આવી છે, જે એડિશનલ વેરિફિકેશન મેથડથી અપગ્રેડ કરવામાં આવી છે. આશા છે કે આ ઈમેઈલ વેરિફિકેશન ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ લાવવામાં આવશે. જો કે WABitaInfoના દવા પ્રમાણે આ ફીચર મોટા પ્રમાણમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. જો તમારા આઈફોનમાં આ ફીચર નથી આવ્યું તો થોડી રાહ જુઓ કારણ કે મેટા તેને તબક્કાવાર રોલઆઉટ કરી રહી છે.
વ્હોટ્સ એપ યુઝર્સે પોતાના અકાઉન્ટને વેરિફાઈ અને સર્ટિફાઈડ કરવા માટે અત્યાર સુધી ફોન નંબર અને ઓટીપી મેસેજની રાહ જોવી પડતી હતી. પરંતુ જ્યારે યુઝર્સ નેટવર્ક કવરેજ એરિયામાં ન હોય, ત્યારે તેઓ વેરિફાઈ નહોતા કરી શક્તા. પરંતુ નવા ફીચરની મદદથી આ કામ સરળ બની જશે. વ્હોટ્સ એપ હવે ઈમેઈલ વેરિફિકેશન ફીચર આપી રહી છે, જેનો ઉપયોગ કરવો કે નહીં તે યુઝર્સ પર આધાર રાખે છે. વ્હોટ્સ એપનો દાવો છે કે આ નવું ફીચર યુઝર્સને પોતાના અકાઉન્ટમાં લોગઇન કરવામાં મદદ કરે છે, સાથે જ તમારું ઈમેઈલ અન્ય કોઈ વ્હોટ્સ એપ યુઝર્સ જોઈ શક્તા નથી. એટલે કે તમારી પ્રાઈવસી એકદમ સુરક્ષિત છે.
જો કે ઈમેઈલ વેરિફિકેશન ફીચર આવ્યા બાદ પણ વ્હોટ્સ એપ પ્રાયોરિટીમાં તો મોબાઈલ નંબર વેરિફિકેશનનો જ ઉપયોગ યથાવત્ રાખવાની છે. પરંતુ, ઈમેઈલ એડ્રેસ વેરિફિકેશન તેવા યુઝર્સ માટે ઉપયોગી થશે, જેઓના વિસ્તારમાં નેટવર્ક કનેક્ટિવિટી ખૂબ ઓછી છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સૌ પ્રથમ યુઝર્સ સેટિંગ્સમાં જવાનું છએ. જ્યાં તમારે અકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરવાનું છે. અહીં તમને ઈમેઈલ એડ્રેસનો વિકલ્પ મળશે. એકવાર તમે આ ફીચરનો ઉપયોગ કરશો, પછી તમને મેસેજના બદલે ઓટીપી કોડ મેઈલ પર મળવા લાગશે.
મેટાની માલિકીનું આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પોતાના યુઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે સતત અપડેશન કરતું રહે છે. તાજેતરમાં જ વ્હોટ્સ એપે પોતાના એન્ડ્રોઈડ માટેના બીટા વર્ઝનમાં નવું AI ચેટબોટ લોન્ચ કર્યું છે. આ બોટ તમને નીચેની તરફ જમણી બાજુ ન્યૂ ચેટ આઈકનની ઉપરની તરફ જોવા મળશે. આ ફીચરની મદદથી યુઝર્સ સીધા જ ચેટ વિન્ડોથી મેટા એઆઈનો ઉપયોગ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications