WhatsApp પર નંબર સેવ કર્યા વગર કરો ચેટ, આવ્યું નવું ફીચર

By Gizbot Bureau
|

લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સ એપે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેના કારણે યુઝર્સ હવે કોઈ પણ ફોન નંબરને સેવ કર્યા વિના જ ચેટ કરી શક્શે. આ ફીચરને કારણે યુઝર્સે હવે દરેક ફોન નંબર સેવ કરવાની જરૂર નહીં પડે. વ્હોટ્સ એપનું આ નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ નવા ફીચરને કારણે અજાણ્યા નંબર પર ચેટ કરવું સરળ બનશે.

WhatsApp પર નંબર સેવ કર્યા વગર કરો ચેટ, આવ્યું નવું ફીચર

WABetaInfoએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં વ્હોટ્સ એપના આ નવા ફીચર અંગે માહિતી આપી છે, સાથે જ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શૅર કર્યો છે. આ સ્ક્રીનશોટ મુજબ જ્યારે પણ વ્હોટ્સ એપમાં તમે કોઈ અજાણ્યો નંબર ઈનપુટ કરશો, તો વ્હોટ્સ એપ તમારા કોન્ટેક્ટ્સ સિવાય પણ આ નંબર સર્ચ કરશે. વ્હોટ્સ એપ ચેક કરશે કે તમે જે નંબર ઈન્સર્ટ કર્યો છે, તે નંબર પર યુઝર વ્હોટ્સ એપનો ઉપયોગ કરે છે કે નહીં.

iOS યુઝર્સ માટે આ રીતે કામ કરશે ફીચર

iOS પર વહ્ટોસ્ એપ યુઝર્સ આ સ્ટેપ્સ ફોલો કરીને આ નવા ફીચરનો લાભ લઈ શકે છે.

આ માટે સૌથી પહેલા ચેટ લિસ્ટમાં તમારે Start New Chat પર ક્લિક કરવાનું છે.

પછી સર્ચમાં તમારા જે અજાણ્યા નંબર પર ચેટ કરવું છે, તે નંબર સર્ચ કરો.

જો આ ફોન નંબર પર વ્હોટ્સ એપની સુવિધા ઉપલબ્ધ હશે, તમે તેની સાથે ચેટ કરી શક્શો.

પ્રાઈવસી ફીચરની જેમ કામ કરશે આ નવું ફીચર

યુઝર્સ સામાન્ય રીતે અજાણ્યા ફોન નંબર પરથી આવેલા કોલને પોતાના કોન્ટેક્ટ્સમાં સેવ કરતા હોય છે, જેથી તેને વ્હોટ્સ એપમાં સર્ચ કરીને પ્રોફાઈલ ફોટો ચેક કરી શકાય. પરંતુ શક્ય છે કે આટલું ચેક કર્યા બાદ તમે પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાંથી આ અજાણ્યો નંબર ડિલીટ કરવાનું ભૂલી જાવ. આવી સ્થિતિમાં આ અજાણ્યા નંબરના યુઝર્સ પણ તમારો પ્રોફાઈલ પિક્ચર જોઈ શકે છે. એટલે કે તમારી પ્રાઈવસી જોખમાઈ શકે છે. આવી સ્થિતમાં સીધા જ અનનોન નંબરને વ્હોટ્સ એપમાં સર્ચ કરવા એ પ્રાઈવસી માટે એક સારું ફીચર છે. આ ફીચરને કારણે મેસેજિંગ માટે યુઝરને વધુ સિક્યોરિટી મળશે.

વ્હોટ્સ એપને મળશે એનિમેટેડ અવતાર ફીચર

મેટાના મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપમાં હવે એનિમેટેડ અવતાર ફીચર પણ લોન્ચ થવાનું છે. વ્હોટ્સ એપ હાલ કેટલાક સમયમ પહેલા જ અવતાર માટે iOS અને એન્ડ્રોઈડ બંને વર્ઝન માટે બે નવા એન્હાન્સમેન્ટની જાહેરાત કરી છે.

પહેલા એન્હાન્સમેન્ટમાં યુઝર્સના ફોટાનો ઉપયોગ કરીને ઓટોમેટિકલી અવતાર બનાવવાની પરવાનગી આપીને અવતાર કોન્ફિગરેશન પ્રક્રિયા ગોઠવવાની વાત છે. જ્યારે બીજા સુધારામાં અવતારનું એક કલેક્શન આવી શકે છે. જેમાં યુઝર પોતાની રીતે એપ સેટિંગ્સમાં જઈને અવતાર ક્રિએટ કરી શકે છે, અને તેનો યુઝ કરી શકે છે.

Best Mobiles in India

English summary
WhatsApp launched a new feature without saving number users can chat

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X