Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp સ્ટેટસમાં હવે લગાવી શકાશે 1 મિનિટની વોઈસ નોટ
WhatsApp રોજબરોજ નવા નવા ફીચર્સ રોલઆઉટ કરતું રહે છે. યુઝર્સને નવા એક્સપીરિયન્સ આપવા માટે વ્હોટ્સ એપ સતત નવા ફીચર્સ પર કામક રતું હોય છે. હાલ પણ કંપનીએ એક નવું ફીચર આપવાની જાહેરાત કરી છે. આ ફીચર વ્હોટ્સ એપના એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે રિલીઝ પણ કરી દેવાયું છે. આ ફીચરના ઉપયોગથી સ્ટેટસ લગાવવાનો આનંદ બેવડાઈ જશે.

વ્હોટ્સ એપનું નવું ફીચર
વ્હોટ્સ એપના આ નવા ફીચરની મદદથી યુઝર્સ એક મિનિટનો ઓડિયો સ્ટેટસમાં અપલોડ કરી શકે છે. આ ફીચર કંપનીએ આઈફોન અને એન્ડ્રોઈડ બંને ફોનના યુઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે. આ ફીચર ધીરે ધીરે તબક્કાવાર બધા જ યુઝર્સને મળી રહ્યું છે. કેટલાક યુઝર્સને આ ફીચરના અપડેટ્સ પણ મળવા લાગ્યા છે. જો તમને હજી સુધી આ ફીચર નથી મળ્યું તો એકવાર પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં જઈને તમારી એપને અપડેટ કરી લો.
પહેલા હતું 30 સેકન્ડનું ફીચર
અપડેટ કર્યા પછી તમારા વ્હોટ્સ એપમાં પણ આ ફીચર દેખાવા લાગશે. તમને જણાવી દઈએ કે એક મિનિટના ઓડિયો સ્ટેટસને શેર કરવાના ફીચર પહેલા કંપનીએ 30 સેકન્ડ્સના લાંબા વોઈસ નોટ્સને સ્ટેટસમાં શૅર કરવાનું ફીચર આપ્યું હતું. જેને હવે કંપનીએ અપડેટ કરીને 30 સેકન્ડ્સ લાંબુ કરી દીધું છે. આ નવા ફીચર બાદ યુઝર્સ હવે 1 મિનિટ લાંબી વોઈસ નોટ સ્ટેટસમાં શૅર કરી શક્શે.
AIને લગતું ફીચર પણ આપશે વ્હોટ્સ એપ
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપમાં હજી પણ ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે. કંપની પોતાની એપમાં AI ફીચર્સ પણ આપવા જઈ રહી છે, જેમાંનું એક મહત્વનું ફીચર AI Profile Photo છે. આ ફીચરની મદદથી યુઝર્સ વ્હોટ્સ એપ પર AI પ્રોફાઈલ ફોટો ક્રિએટ કરીને રાખી શકશે.
ચેટ લૉક ફીચર મળશે બધા જ યુઝર્સને
આ ઉપરાંત તાજેતરમાં જ વ્હોટ્સ એપ દ્વારા ચેટ લૉક ફીચર લોન્ચ કરવાની માહિતી પણ આપવામાં આવી છે. જો કે આ ફીચર હજી તો કેટલાક પસંદગીના યુઝર્સને જ આપવામાં આવી છે, પરંતુ શક્યતા છે કે ટૂંક સમયમાં કંપની આ ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications