Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે WhatsAppના પાંચ નવા ફીચર્સ, તમને ખ્યાલ છે?
WhatsApp પોતાના યુઝર્સનો એક્સીપિરન્યસ સુધારવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરો છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. છેલ્લા કેટલાક મહિનામાં WhatsApp દ્વારા યુઝર્સ માટે નવા ફીચર્સ રોલઆઉટ કરવામાં આવ્યા છે, જે બધા યુઝર્સને ખૂબ જ ઉપયોગી છે. આજે અમે આમાંથી ટોપ 5 ફીચર્સ વિશે જણાવીશું, જે બધા જ યુઝર્સને જાણવા જરૂરી છે. તો ચાલો જાણીએ કે એ કયા નવા ફીચર્સ છે અને તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.

Chat Lock ફીચર
WhatsAppએ પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ચેટ લોક ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાની ચેટ હાઈડ કરી શકે છે. જેની મદદથી યુઝર્સ એપની અંદર પણ પ્રાઈવસી અને સિક્યોરિટીને વધુ કંટ્રોલ કરી શકે છે. યુઝર્સ પોતાની કોઈ પણ ચેટને લૉક કરી શકે છે. આ ફઈચર યુઝર્સને ચેટને એક અલગ ફોલ્ડરમાં રાખવા દે છે, અને પછી તેને પાસવર્ડ અથવા તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા લૉક કરી દે છે.
Edit Message ફીચર
WhatsApp એ પોતાના યુઝર્સના એક્સપીરિયન્સને વધુ સુધારવા માટે એડિટ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતે મોકલેલા મેસેજને એડિટ કરી શકે છે. આ ફીચર માત્ર વ્હોટ્સ એપ પર મોકલાયેલા ટેક્સ્ટ મેસેજને જ એડિટ કરવા દે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને માત્ર 15 મિનિટનો જ સમય મળે છે. 15 મિનિટ બાદ યુઝર્સ મેસેજ એડિટ કરી શક્તા નથી.
HD ક્વોલિટીમાં મોકલી શકાશે ફોટો
આ નવા ફીચરની મદદથી યુઝર્સ કોઈ પણ યુઝરને એચડી ક્વોલિટીમાં ફોટો મોકલી શકે છે. હાલ તો આ ફીચર માત્ર બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે અને ટેસ્ટિંગ ફેઝમાં છે. પરંતુ ટૂંક સમયમાં જ બધા જ યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ હાઈ ડેફિનિશન ફોટો મોકલી શક્શે. સાથે જ યુઝર્સ વ્હોટ્સ એપમાં એચડી વીડિયો પણ શૅર કરી શક્શે. ઉલ્લેખનીય છે કે પહેલા આપણે વ્હોટ્સ એપ પર કોઈ પણ ફોટો મોકલતા તો તે કોમ્પ્રેસ થઈ જતો અને તેની ક્વોલિટી ડાઉન થતી હતી, પરંતુ હવે આ નવા ફીચરની મદદથી એચડી ક્વોલિટીનો ફોટો શૅર કરી શકાશે.
સાઈલન્સ અનનોલ કૉલર ફીચર
આ ફીચર અંતર્ગત કોઈ પણ અજાણ્યા કોલ કરનાર યુઝર્સને મ્યુટ કરી શકાશે. આ ફીચર રોલઆઉટ કરવા દરમિયાન મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે હવે તમે વધુ પ્રાઈવસી અને કંટ્રોલ દ્વારા વ્હોટ્સ એપ પર અનનોન કોન્ટેક્ટ્સ દ્વારા આવનારા કોલને ઓટોમેટિક રીતે મ્યુટ કરી શકો છો. આ ફીચર એવા લોકોની મદદ કરશે, જે વ્હોટ્સ એપ પર આવતા અનનોન કોલ્સથી પરેશાન છે. આ ફીચર દ્વારા યુઝર્સ અજાણ્યા ઓડિયો અને વીડિયો કોલને ઈગ્નોર કરી શક્શે.
ઈન્સ્ટન્ટ વીડિયો મેસેજ ફીચર
મેટાએ WhatsApp યુઝર્સ માટે ઈન્સ્ટન્ટ વીડિયો મેસેજ ફીચર પણ રોલઆઉટ કર્યું છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ પોતાના ચેટમાં શોર્ટ વીડિયો મેસેજ મોકલી શકે છે અને રિસીવ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications