Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppના કારણે ફૂલ થઈ રહ્યું છે સ્ટોરેજ, આ ફીચર કરશે કમાલ
વિશ્વની સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપના માત્ર ભારતમાં જ કરોડો યુઝર્સ છે. આ એપ હવે માત્ર ચેટિંગ જ નહીં, પરંતુ ઓફિસ, બિઝનેસના મહત્વના કામો માટે પણ ખૂબ જ ઉપયોગી માધ્યમ બની ગઈ છે. મેટા પણ પોતાના યુઝર્સ વધુ સરળતાથી વધુ અસરકારક્તાથી આ એપનો ઉપયોગ કરી શકે તે માટે રોજેરોજ એપમાં કંઈને કંઈ ફેરફાર કરતી રહી છે.

વ્હોટ્સ એપ પર ફેમિલી ગ્રુપથી લઈને ઓફિસ ગ્રુપ, મિત્રોના ગ્રુપ, સરખા રસ ધરાવતા લોકોના ગ્રુપ એમ સંખ્યાબંધ ગ્રુપ્સ હોય છે. મુશ્કેલી એ વાતની છે કે, આ બધા જ ગ્રુપ્સમાં ઘણા બધા યુઝર્સ જુદા જુદા પ્રકારની ફાઈલ્સ, ફોટોઝ, વીડિયોઝ મોકલ્યા કરે છે. જો તમારા ફોનમાં ઓટોડાઉનલોડ ઓન હશે, તો આ બધા જ ફોટોઝ, વીડિયોઝ, ફાઈલ્સ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. જેની જરૂર ન હોય, તેવી ફાઈલ્સ પણ ડાઉનલોડ થઈને તમારા સ્માર્ટફોનમાં ભેગી થાય છે. જેને કારણે તમારા સ્માર્ટફોનનું સ્ટોરેજ ફૂલ થતું જાય છે. આવી સ્થિતિ નિવારવા માટે હવે વ્હોટ્સ એપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે.
Expiring Group ફીચર કરશે કામ સરળ
WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે Expiring Groups નામના ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સ ગ્રુપના ચેટ્સને ઓટોમેટિક ડિલીટ કરવા માટે નક્કી તારીખ સિલેક્ટ કરી શક્શે. યુઝર્સ આ તારીખને મેસેજ આવ્યાના એક દિવસ, એક અઠવાડિયા અથવા કોઈ પણ ભવિષ્યની તારીખ તરીકે સેવ કરી શક્શે, જે બાદ આખું ગ્રુપ જ ડિલીટ થઈ જશે.
ઓટોમેટિક કામ નહીં કરે આ નવું ફીચર
મળતી માહિતી મુજબ એક્સપાયરિંગ ગ્રુપ્સ ફીચર ગ્રુપ ચેટિંગ સેટિંગની અંદર મળશે. આ ફીચર ઓટોમેટિક કામ નહીં કરે. સાથે જ જે પણ યુઝરે પોતાના વ્હોટ્સ એપમાં આ સેટિંગ ઓન કર્યું હશે, તેના જ ફોનમાં આ ફીચર કામ કરશે, બાકીના યુઝર્સને તેની કોઈ અસર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે મેટાની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ પર એક ગ્રુપમાં વધુમાં વધુ 1024 લોકોને જોડી શકાય છે. આ ઉપરાંત ગ્રુપ્સમાં આવતા ફોટોઝ, વીડિયોઝ, ફાઈલ્સ ડાઉનોલડ કરીને સેવ કરવા માટે પણ યુઝર પોતાની રીતે સેટિંગ કરી શકે છે.
ટૂંક સમયમાં રોલઆઉટ થશે નવું ફીચર
વ્હોટ્સ એપની દરેક અપડેટ પર નજર રાખનાર વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ મુજબ કંપની આ નવું ફીચર એન્ડ્રોઈડની સાથે આઈફોન યુઝર્સ માટે પણ લોન્ચ કરશે. કંપનીના આ નવા ફીચરને કારણે યુઝર્સનું ફોન સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યા નહીં થાય. આ ઉપરાંત યુઝર્સે સ્ટોરેજ બચાવવા માટે વારંવાર ચેટ્સ અને ફાઈલ્સ ડિલીટ કરવાની પણ જરૂર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે હજી સુધી વ્હોટ્સએપે આ ફીચર બીટા યુઝર્સ માટે પણ રોલ આઉટ નથી કર્યું. તો કંપનીએ સત્તાવાર રીતે એક્સપાયરિંગ ગ્રુપ ફીચર અંગે કોઈ જાહેરાત નથી કરી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications