Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsappમાં પણ મળશે આ જબરજસ્ત ફીચર, ફાઈલ સરળતાથી થશે શૅર
સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ ફાઈલ શેરિંગ કેપેબિલિટીઝને વધારવા પર કામ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્લેટફોર્મ પર HD ફોટો શેરિંગની સુવિધા મળતી થઈ છે. હવે મેટાની માલિકીની આ એપ nearby ફાઈલ શેરિંગ ફીચર પર કામ કરી રહી છે. જે એન્ડ્રોઈડ યુઝર્સ વ્હોટ્સ એપનો ઉપયોગ કરે છે, તેઓ નીયરબાય ફીચર દ્વારા ફાઈલ શૅર કરી શક્શે. આ ઉપરાંત એન્ડ્રોઈડ માટેના લેટેસ્ટ બીટા વર્ઝનમાં વ્હોટ્સ એપ દ્વારા કેમેરા બગને પણ ફિક્સ કરી દેવામાં આવ્યું છે.

વ્હોટ્સ એપના ફીચર્સ અપડેટ પર નજર રાખનારી WABetaInfoના તજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ એક નવું વર્ષ 2.24.2.20 રિલીઝ કરવાની છે. આ વર્ઝ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ અંતર્ગત રિલીઝ થશે, એટલે કે માત્ર બીટા યુઝર્સને જ તેનો લાભ મળશે. આ બીટા ટેસ્ટિંગ દરમિયાન નીયરબાય ફાઈલ શેરિંગ ફીચરનું ટેસ્ટિંગ થશે. ઉલ્લેખનીય છે કે એપલની ડિવાઈસમાં આ ફીચર AirDrop નામથી ઓલરેડી અવેલેબલ છે. ત્યારે હવે વ્હોટ્સ એપ પોતાના પ્લેટફોર્મ પર nearby શેરિંગ નામથી આ નવા ફાઈલ શેરિંગ ફીચરને લોન્ચ કરવા જઈ રહી છે.
જો કે, મળતી માહિતી પ્રમાણે આ Nearby ફાઈલ શેરિંગ ફીચર હજી બીટા યુઝર્સ માટે પણ રેડી નથી થયું. પરંતુ WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટમાં આ ફીચરનો પ્રિવ્યુ જરૂર જોવા મળે છે. WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટમાં એક ઈન ડેવલપમેન્ટ ફીચરનો સ્ક્રીનશોટ દર્શાવવામાં આવ્યો છે, જેમાં તમને Share files with people nearby ઓપ્શન લખેલું વંચાય છે. એટલે કે નામ મુજબ જ જે લોકો તમારી નજીક છે, તેને તમે આ ફીચરની મદદથી ફાઈલ શૅર કરી શક્શો. સાથે જ જે યુઝર્સ તમારી આસપાસ છે, તેની વિઝિબિલિટી પણ એપમાં દેખાશે. એટલે કે જો તમારું કોઈ ઓળખીતું વ્હોટ્સ એપ યુઝર તમારી નજીકમાં છે, તો તમે તમારા વ્હોટ્સ એપમાં તેમને જોઈ શક્શો.
પરંતુ કોઈ પણ યુઝર નીયરબાય ફીચરમાં પોતાને દેખાડવા કે નહીં, તે જાતે જ નક્કી કરી શક્શે. એટલે કે nearby ફીચરમાં પોતાની વિઝિબિલિટી કેવી રીતે રાખવી તે યુઝર પોતાની જાતે નક્કી કરશે. અહીં યુઝર્સને પોતાના કોન્ટેક્ટ્સ કે નોન કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. સાથે જ યુઝર્સે તેમની નજીક રહેલા અન્ય વ્હોટ્સ એપ યુઝરની નીયરબાય રિક્વેસ્ટ એક્સેપ્ટ થવાની પણ રાહ જોવી પડશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર પોતાના ડિવાઈસને શૅર કરીને ઈનકમિંગ શૅક રિક્વેસ્ટ જોઈ શક્શે. વ્હોટ્સ એપની પ્રાઈવસી પોલિસી મુજબ નીયરબાય શેરિંગ ફીચર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
