Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp Statusમાં પણ હવે મિત્રોને ટેગ કરી શકાશે, આવશે આ નવું ફીચર
WhatsApp પોતાના પ્લેટફોર્મને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે રોજે રોજ નવી નવી અપડેટ્સ આપતું રહેતું હોય છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં વ્હોટ્સ એપના એક નવા અપકમિંગ ફીચર વિશે માહિતી સામે આવી છે. આ રિપોર્ટ મુજબ WhatsApp ટૂંક સમયમાં જ યુઝર્સને સ્ટેટસમાં પોતાના મિત્રોને મેન્શન કરવાની સુવિધા આપવાનું છે. જી હાં, આ ફીચર અદ્દલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેન્શન જેવું જ છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમે તમારા મિત્રોને ટેગ કરીને મેન્શન કરી શકો છો. બરાબર આવું જ ફીચર હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ પર આવવાનું છે.

WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવેલી માહિતી મુજબ WhatsAppમાં ટૂંક સમયમાં જ Private Mention – Status Updates ફીચર આવવાનું છે. ગૂગલ પ્લે સ્ટોર પર રહેલા WhatsApp beta for Android 2.24.8.4 અપડેટ દ્વારા આ ફીચર અંગે માહિતી સામે આવી છે. જેમ કે તમને નામ પરથી જ સમજી શકો છો, તે પ્રમાણે આ ફીચરની મદદથી વ્હોટ્સ એપ યુઝર્સ પોતાના સ્ટેટસમાં પોતાના મિત્રોને અંગત રીતે મેન્શન કરી શક્શે. આ મેન્શનની માહિતી તમે જેને મેન્શન કર્યા છે, તે યુઝર્સને મળી જશે. જો કે, અન્ય યુઝર્સ જે તમારું સ્ટેટસ જુએ છે, તમને આ મેન્શન વિશે ખ્યાલ નહીં આવે.
WhatsApp સ્ટેટસમાં આ રીતે ટેગ થશે ફ્રેન્ડ્ઝ
રિપોર્ટમાં આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શૅર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં દેખાય છે, તે પ્રમાણે જ્યારે WhatsApp યુઝર્સ પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે, ત્યારે એક નવું Add Private Mentions ઓપ્શન મળે છે. આ ઓપ્શનની મદદથી સર્ચ બારમાં તમે તમારા કોન્ટેક્ટ કે જેને ટેગ કરવા માગો છો, તેનું નામ નાખીને સર્ચ કરી શકો છો. સર્ચ બાદ તમે જેને પણ સ્ટેટસમાં મેન્શન કરવા ઈચ્છો છો, તેના નામ પર ટેપ કરો. આટલું કરતા જ યુઝર તમારા વ્હોટ્સ એપ સ્ટેટસમાં ટેગ થઈ જશે.
હાલ WhatsAppનું આ સ્ટેટસ ડેવલપિંગ સ્ટેજમાં છએ, જને રોલઆઉટ થવામાં થોડો સમય હજી લાગી શકે છે. પરંતુ આ ફીચર આવ્યા બાદ યુઝર્સને વ્હોટ્સ એપ સ્ટેટસ અપડેટ કરવામાં ખૂબ મજા આવવાની છએ. આ ફીચરની મદદથી તમે તમારા સ્ટેટસમાં અપલોડ થતા ફોટોઝ અને વીડિયોઝમાં તમારા મિત્રોને ટેગ કરી શક્શો.
આવું છે ઈન્સ્ટાગ્રામનું ટેગ ફીચર
આગળ તમને જણાવ્યું તે પ્રમાણે વ્હોટ્સ એપનું આ નવું ફીચર ઈન્સ્ટાગ્રામના મેન્શન ફીચર જેવું જ છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના મિત્રોને સ્ટોરીમાં ટેગ કરી શકે છે. જો કે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આ મેન્શન હાઈડ કરવાની સાથે દેખાડવાની પણ સુવિધા આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications