Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp વાપરવાનો અંદાજ હવે બદલાઈ જશે, આવશે 5 નવી ચેટ થીમ
WhatsApp સતત પોતાના યુઝર્સ માટે નવી નવી અપડેટ રિલીઝ કરતું રહે છે. આ અપડેટ્સ દ્વારા યુઝર્સને નવા નવા ફીચર્સ અને હાલમાં રહેલા ફીચર્સમાં સુધારા વધારા મળતા રહે છે. લેટેસ્ટ ટેક મીડિયા રિપોર્ટ્સ મજુબ હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ ચેટનો લૂક બદલાવાનો છે. રિપોર્ટ્સ મુજબ વ્હોટ્સ એપ પાંચ જુદી જુદી ચેટ થીમ રિલીઝ કરવા જઈ રહ્યું છે. આ ચેટ થીમને કારણે તમારી ચેટ વિન્ડોનો લૂક બદલાઈ જશે. ચાલો જાણીએ કે આ પાંચ ચેટ થીમ કઈ કઈ હોઈ શકે છે, અને ક્યાં સુધીમાં આપણને આ થીમ મળવાની છે.
Wabetainfoના લેટેસ્ટ લીક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે WhatsApp Beta for iOS 24.11.10.70 વર્ઝનમાં નવી ચેટ થીમ જોવા મળી છે. આ નવી ચેટ થીમ દ્વારા યુઝર્સ પોતાના વ્હોટ્સ એપ ચેટ બબલનો રંગ બદલી શક્શે. હાલ વ્હોટ્સ એપ પર ડિફોલ્ટમાં ડાર્ક ગ્રીન રંગના જ ચેટ બબલ જોવા મળે છે. જો કે, હવે ટૂંક સમયમાં વ્હોટ્સ એપ આ ચેટ બબલનો રંગ બદલવાના ઓપ્શન આપવા જઈ રહી છે.

લીક રિપોર્ટમાં નવી ચેટ થીમનો સ્ક્રીનશોટ પણ શૅર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીન શોટમાં જોઈ શકાય છે કે આઈઓએસ બીટા યુઝર્સને ડિફોલ્ડ ગ્રીન ચેટ થીમની સાથે સાથે કેટલીક નવી ચેટ થીમ પણ મળી છે. આ થીમમાં 6 જુદા જુદા કલર ઓપ્શન અને વૉલ પેપર જોઈ શકાય છે. જેમાં ગ્રીન, બ્લેક, પર્પલ, બ્લૂ અને પિંક કલર્સ સામેલ છે.
સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે યુઝ્સને વ્હોટ્સ એપ સેટિંગ્સમાં અક નવી ડિફોલ્ટ ચેટ થીમ સેક્શન મળશે. આ સેક્શનમાં જઈને યુઝર્સ પોતાને ગમે તેવી ચેટ થીમ પસંદ કરીને તેનો ઉપયોગ કરી શક્શે. જેમ કે આગળ જણાવ્યું તે પ્રમાણે હાલ તો હજી આ ચેટ થીમ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે. કેટલાક બીટા ટેસ્ટર્સને આ નવી ચેટ થીમ મળી ચૂકી છે. પરંતુ શક્યતા છે કે વ્હોટ્સ એપ આગામી દિવસોમાં આ ચેટ થીમને ઝડપથી જ બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેશે.
વ્હોટ્સ એપના નવા ફીચર્સ
આ ઉપરાંત પણ WhatApp પર કેટલાક નવા ફીચર્સ આવી શકે છે. આ ફીચરની માહિતી પણ ઓનલાઈન સામે આવી ચૂકી છે. કેટલાક સમય પહેલા સામે આવ્યું હતું કે વ્હોટ્સ એપ પર ઈન્સ્ટાગ્રામ જેવું ફીચર આવી રહ્યું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ વ્હોટ્સ એપ સ્ટેટસમાં પોતાના મિત્રોને ટેગ કરી શક્શે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીની જેમ જ કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications