Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં પણ હવે વાપરી શકાશે AI, Ask Meta AI ફીચર થશે લોન્ચ
સૌથી વધુ વપરાનારી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ દર સપ્તાહે નવા નવા ફીચર્સ લોન્ચ કરતી હોય છે. હવે ફીચર્સ ટ્રેકર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપ હાલ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ચાલતા એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને પોતાનો ફોટો એડિટ કરવામાં મદદ કરશે. જ્યારે આ ફીચર રોલઆઉટ થશે તો યુઝર્સ એઆઈનો ઉપયોગ કરીને કોઈ પણ ફોટોના બેકગ્રાઉન્ડને ક્વિક એડિટ કરીને, રિસ્ટાઈલ કરી શક્શે અથવા એક્સપાન્ડ કરી શક્શે. આની સાથે જ કંપની એક એવા ફીચર પર પણ કામ કરી રહી છે, જે યુઝર્સને સીધા જ સર્ચ બારમાં Meta AI સર્વિસ પર સવાલ પૂછવાની સુવિધા આપશે.

ફીચર ટ્રેકર WABetaInfoના કહેવા પ્રમાણે મેસેજિંગ એપ પર નવા ફીચર્સ રોલઆઉટ કરતા પહેલા તેમનું પર્ફોમન્સ ચેક કરવા માટે બીટા વર્ઝનમાં લોન્ચ કરાતું હોય છે. હવે એન્ડ્રોઈડના 2.24.7.13 અપડેટ નામના વ્હોટ્સ એપ બીટા વર્ઝનમાં આ એઆઈ ફીચર ચેક કરવામાં આવશે. જેમાં ફોટો એડિટર ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટમાં એક સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આ ફીચરના ઈન્ટરફેસને જોઈ શકાય છે. આ ઈન્ટરફેસમાં વ્હોટ્સ એપ પર ફોટો મોકલતા જોઈ શકાય છે. એચડી આઈકનની ડાબી બાજુ ઉપરની તરફ દેખાતા એક ગ્રીન આઈકન પર ટેપ કરવાથી બેકડ્રોપ, રિસ્ટાઈલ, એક્સપાન્ડ એમ ત્રણ ઓપ્શન ખુલે છે. આ ફીચર પર કંપની હજી પણ કામ કરી રહી છે. એટલે આ ત્રણેય ફીચર એક્ઝેક્ટલી શું કામ કરે છે, તે હજી જાણી શકાયું નથી. વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ આ નવા ફીચર્સ અંગે જાહેરાત કરી શકે છે.
આ બધાની સાથે સાથે એન્ડ્રોઈડ 2.24.7.14 વર્ઝન માટે નવા વ્હોટ્સ એપ બીટામાં WABetaInfo દ્વારા દર્શાવવામાં આવેલા એક અન્ય ફીચર અંગે પણ ખુલાસો થયો છે. આ ફીચર ટ્રેકર વેબસાઈટના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપના ટોપના સર્ચ બારમાં Meta AIને સવાલ પૂછવાની સુવિધા પણ યુઝર્સને મળી રહે છે. મેટાની પ્રોડક્ટ માટે કંપનીએ જનરેટિવ આસિસ્ટન્ટ એઆઈ ક્ષેત્રે OpenAIના ChatGPTને ટક્કર આપવા માટે પોતાનો એઆઈ ચેટબોટ રજૂ કર્યો છે. જે પણ આગામી અપડેટ્સમાં યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે.
અહીં દ્યાન આપવાની વાત ઓ છે કે આ બંને ફીચર હજી પણ ડેવલપમેન્ટ ફેઝમાં છે. જો તમે વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું છે, તો પણ તમે આ ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકો. હાલ કંપની આ બંને ફીચર્સને વધુ સારા બનાવવા પર કામ કરી રહી છે. આ પેહલા ટેસ્ટિંગ માટે આ બંને ફીચર્સને બીટા વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications