WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ હવે કરી શકાશે રિકવર, આવશે નવી અપડેટ

By Gizbot Bureau
|

હાલ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે મોબાઈલ અને વ્હોટ્સ એપ નહીં વાપરતા હોય. સત્તાવાર વાતચીતથી લઈને મજાક બધું જ વ્હોટ્સ એપ પર થાય છે. એમાંય વ્હોટ્સ એપની એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન પોલિસી યુઝર્સને પોતાની બધી જ વાતચીત સાવ જ ખાનગી રાખવાની સવલત પૂરી પાડે છે. જેને કારણે પણ વ્હોટ્સ એપ લોકપ્રિય છે. છતાંય, માર્કેટમાં ટકી રહેવા માટે વ્હોટ્સ એપ રોજેરોજ નવી અપડેટ લોન્ચ કરતું રહું છે. ખાસ કરીને યુઝર્સની પ્રાઈવસી માટે કંપની નવી નવી અપડેટ આપે છે. હજી કેટલાક વર્ષો પહેલા વ્હોટ્સ એપે મોકલેલા મેસેજ ડિલીટ કરવાનું ફીચર આપ્યું હતું.

WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ હવે કરી શકાશે રિકવર, આવશે નવી અપડેટ

હવે કંપની આ ડિલીટ કરેલા મેસેજ પાછા મેળવવાના ફીચર પર કામ કરી રહી છે. મનાઈ રહ્યું છે કે વ્હોટ્સ એપ યુઝર્સને ટૂંક સમયમાં જ આ નવું ફીચર મળવાનું છે.

વ્હોટ્સ એપની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેમાં મોકલેલા મેસેજ ડિલીટ કરવાની સુવિધા નહોતી. કંપનીએ ઘણા વર્ષો બાદ આ ફીચર લોન્ચ કર્યું, જેમાં મેસેજ મોકલ્યાની કેટલીક મિનિટોમાં તે ડિલીટ કરી શકાય છે. બાદમાં ડિલીટ કરવાની સમય મર્યાદા પણ વધારવામાં આવી. હવે તો વ્હોટ્સ એપ પર મોકલેલા મેસેજ બે દિવસ સુધીમાં ડિલીટ કરી શકાય છે.

જો કે, એકવાર આ મેસેજ ડિલીટ થઈ જાય પછી તેને પાછા મેળવવાની કોઈ ઈનએપ સુવિધા નથી. હા, આ માટે કેટલીક થર્ડ પાર્ટી એપ જરૂર કામ કરે છે. પરંતુ હવે વ્હોટ્સએપ પોતે જ યુઝર્સને આ સુવિધા આપવા જઈ રહી છે. WABetalInfoના કહેવા પ્રમાણે કંપનીએ ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવાના ફીચર પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે.

આ પ્રાઈવસી ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં હોવાની ચર્ચા છે. અને વ્હોટ્સ એપ બીટા વર્ઝનના યુઝર હાલ આ ફીચર વાપરી રહ્યા છે. ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવાનું ફીચર વ્હોટ્સ એપના 2.22.18.13 બીટા વર્ઝનમાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. હાલ માત્ર ગણતરીના યુઝર્સ આ નવું ફીચર વાપરી શકે છે. કંપની પોતાના બધા જ યુઝર્સ માટે આ ફીચર ક્યારે રોલ આઉટ કરશે તે હજી નક્કી નથી. પરંતુ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલું થઈ ચૂક્યુ છે, એટલે વહેલા મોડા યુઝર્સને ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવાનું ફીચર મળવાનું તો છે જ.

આ નવા ફીચરને કારણે યુઝર્સ વ્હોટ્સ એપ પર મોકલાયેલા મેસેજ જો ડિલીટ થઈ ગયા છે, તો તેને પાછા મેળવી શક્શે. વ્હોટ્સ એપમાં ઘણી વખત એવું થાય છે કે યુઝર્સ મેસેજ ડિલીટ કરતા સમયે ડિલીટ ફોર એવરીવનના બદલે ડિલીટ ફોર મીના વિકલ્પ પર ક્લિક કરી દેતા હોય છે. પરંતુ આ ભૂલ સુધારી શકાતી નથી. જો કે હવે વ્હોટ્સ એપે આ ઈસ્યુ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, અને આગામી અપડેટમાં યુઝર્સને આ ભૂલ સુધારવા માટે ફીચર મળી જશે.

ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવા માટે પણ કંપની ટાઈમલિમીટ આપી રહી છે. હાલ બીટા વર્ઝનમાં ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવા માટે ગણતરીની સેકન્ડો જ આપવામાં આવે છે. એકવાર અપડેટ રિલીઝ થશે ત્યાર બાદ જ આ સમયગાળો એક્ઝેટ કેટલો છે, તે જાણી શકાશે. એ જાણવું રસપ્રદ રહેશે કે કંપનીએ જેમ ડિલીટ મેસેજ ફીચરની સમય મર્યાદા વધારી તેમ ડિલીટ કરેલા મેસેજ રિકવર કરવાની સમય મર્યાદા પણ વધારે છે કે નહીં?

Best Mobiles in India

Read more about:
English summary
Whatsapp is going to roll out recover deleted message feature soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X