WhatsAppમાં હવે વગર ઈન્ટરનેટે કરી શકાશે ચેટિંગ, બસ આટલું કરો

By Gizbot Bureau
|

WhatsApp પોતાના યુઝર્સને એપ વાપરવા માટે નવા નવા ફીચર્સ આપતું રહે છે. હવે કંપનીએ એપ્લીકેશનને એક સ્ટેપ વધુ આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. વહોટ્સ એપનું લેટેસ્ટ ફીચર તેની સાબિતી છે. એપે આખા વિશ્વમાં યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યો છે. કંપનીએ ગુરુવારે આ નવા પગલા અંગે માહિતી જાહેર કરી છે.

WhatsAppમાં હવે વગર ઈન્ટરનેટે કરી શકાશે ચેટિંગ, બસ આટલું કરો

પ્રોક્સી સપોર્ટ કરાયો લોન્ચ

પ્રોક્સી સપોર્ટની મદદથી વ્હોટ્સ એપ યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ પ્લેટફોર્મ સાથે કનેક્ટ રહી શક્શે. યુઝર્સ જે વિસ્તારમાં છે, ત્યાં ઈન્ટરનેટ કનેક્શન નહીં હોય, તેમ છતાંય, યુઝર્સ વ્હોટ્સ એપનો ઉપયોગ કરી શક્શે. આ ફીચરની મદદથી વ્હોટ્સ એપ યુઝર્સ આખા વિશ્વમાં વોલેન્ટિયર્સ અને ઓર્ગેનાઈઝેશન્સના પ્રોક્સી સર્વસ સેટઅપ દ્વારા કનેક્ટ રહી શક્શે.

હજી પણ એન્ક્રિપ્ટેડ રહેશે મેસેજ

વ્હોટ્સ એપના કહેવા પ્રમાણે પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ થવા છતાંય, યુઝર્સે પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. યુઝર્સનો ડેટા પહેલાની જેમ જ એન્ક્રિપ્ટેડ રહેશે. યુઝર્સને પહેલાની જેમ જ પ્રાઈવસી અને સિક્યોરીટી મળતી રહેશે. મેટાની વાત માનીએ તો યુઝર્સને મેસેજ પ્રોક્સી સર્વરના ઉપયોગ છતાંય, કોઈ વાંચી નહીં શકે. ન તો પ્રોક્સી સર્વર પર, ન તો મેટા, ન તો વ્હોટ્સ એપ ખુદ.

વ્હોટ્સ એપના આ નવા ફીચરની જાહેરાત માટેના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે,’વર્ષ 2023 માટે સૌને અમારી શુભેચ્છાઓ કે ઈન્ટરનેટ ક્યારેય શટડાઉન ન થાય. ઈરાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે સમસ્યા થઈ રહી છે, જેમાં છેલ્લે તેઓ માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે અને લોકોને તાત્કાલિક મદદ મળવાથી અટકાવે છે. આ પ્રકારના શટડાઉન્સ થતા રહેશે. અમને આશા છે કે વ્હોટ્સ એપનું આ સોલ્યુશન એવા લોકોની મદદ કરશે, જેમને સિક્યોર અને ભરોસાપાત્ર કમ્યુનિકેશનની જરૂર છે.’

આ રીતે યુઝ કરો નવી સર્વિસ

વ્હોટ્સ એપનું આ નવું ફીચર વ્હોટ્સએપના સેટિંગ મેન્યુમાં મળશે. તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. કંપનીનું કહેવું છે કે જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે, તો તમે સોશિયલ મીડિયા અથવા સર્ચ એન્જિન પર ભરોસાપાત્ર પ્રોક્સી સોર્સ શોધી શકો છો.

આ રીતે મેળવો પ્રોક્સી સપોર્ટ

એક પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ કરવા માટે તમારે સૌથી પહેલા વ્હોટસ એપ ઓપન કરીને વ્હોટ્સ એપ સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ એન્ડ ડેટાનો વિકલ્પ મળશે. જ્યાં તમારે પ્રોક્સી વિકલ્પ પર ક્લિક કરવાનું છે. હવે તમને યુઝ પ્રોક્સીનો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરીને તમારે પ્રોક્સી એડ્રેસ એન્ટર કરવાનું છે.

આ રીતે તમે બાદમાં પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરી સખ્શો. જો નેટવર્ક બરાબર રીતે કનેક્ટ થશે, તો તમને એક ચેકમાર્ક દેખાશે. જો કોઈ રીતે પ્રોક્સી કનેક્શન સાથે જોડાયા બાદ પણ તમે મેસેજ નથી મોકલી શક્તા, તો શક્ય છે તે પ્રોક્સી સર્વર પર તમે બ્લોક થઈ ચૂક્યા હો. આવી સ્થિતિમાં તમારે બીજા પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ કરવો પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Introduced New Feature Called Proxy Support Know Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X