Just In
વોટ્સએપ ના 6 નવા ફીચર્સ કે જે વર્ષ 2021 માં લોન્ચ કરવા માં આવી શકે છે
છેલ્લા અમુક અઠવાડિયા થી વોટ્સએપ અમુક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જેની અંદર અમુક ફીચર્સ પર અત્યારે કામ ચાલી રહ્યું છે તો અમુક ફીચર્સ ને બીટા એપ ની અંદર ટેસ્ટ કરવા માં આવી રહ્યા છે. જેનો અર્થ એ થાય છે કે ટૂંક સમય ની અંદર નવા ફીચર્સ ને લોન્ચ કરવા માં આવી શકે. અને તાજેતર ની અંદર વોટ્સએપ પોતાના ડેસ્કટોપ વરઝ્ન ની અંદર વોઇસ અને વિડિઓ કોલ્સ ના ફીચર્સ ને ટેસ્ટ કરી રહ્યું હતું. આ આર્ટિકલ ની અંદર અમે અમુક એવા નવા ફીચર્સ ની સૂચિ તૈયાર કરી છે કે જેને વર્ષ 2021 આમ ટૂંક સમય ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ નવા વોટ્સએપ ફીચર્સ ને કારણે મેસેજિંગ એપ ની અંદર વધુ સારા અનુભવ આપશે.

વર્ષ 2021 માં લોન્ચ થઇ શકે તેવા નવા વોટ્સએપ ફીચર્સ
મળતી ડીવાઈસ સપોર્ટ
આ નવા ફીચર ને કારણે વોટ્સએપ યુઝર્સ એકસાથે ઘણા બધા ડીવાઈસ ની અંદર લોગ ઈન કરી શકશે. આ એપ અત્યારે ડેવલોપમેન્ટ ની અંદર છે અને નવેમ્બર મહિના ની અંદર તેને આઈફોન ના બીટા વરઝ્ન ની અંદર જોવા માં આવ્યું હતું. અત્યારે વોટ્સએપ ની અંદર એકસાથે બે ડીવાઈસ ની અંદર લોગ ઈન કરવા ની અનુમતિ આપવા મ આવે છે. જેની અંદર માત્ર ફોન અને ડેસ્કટોપ નો સમાવેશ થાય છે. પરંતુ આ નવા ફીચર્સ ને કારણે એકસાથે 4 જેટલા ડીવાઈસ ની અંદર એક જ એકાઉન્ટ નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપવા માં આવશે. જેનો અર્થ એ થાય છે કે જયારે આ ફીચર ને લોન્ચ કરવા માં આવશે ત્યાર પછી તેને તમને તમારા આઈફોન, આઇપેડ અને ડેક્સટોપ બધા ની અંદર એકસાથે વાપરરી શકશો.
વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપ દ્વારા કોલિંગ
આ ફીચર ની ઘણા બધા લોકો દ્વારા ઘણા લાંબા સમય થી રાહ જોઈ રહી હતી, અને આ નવા ફીચર ને કારણે વોટ્સએપ ડેસ્કટોપ એપ અને વોટ્સએપ વેબ આ બંને ની અંદર વોઈસ અને વિડિઓ કોલિંગ ના ફીચર આપવા માં આવશે, અને આ ફીચર ને બંને મેક અને વિન્ડોઝ પ્લેટફોર્મ ની અંદર ઉપલબ્ધ કરી દેવા માં આવશે. અને જો તમે વોટ્સએપ વેબ અને એપ નો ઉપીયોગ કોલિંગ માટે કરી રહ્યા છો તો તમારી પાસે તમારા ફોન ની અંદર વોટ્સએપ ની અંદર એક્ટવી ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. અત્યારે તમે આ ડેસ્કટોપ એપ અથવા વોટ્સએપ વેબ ની મદદ થી માત્ર ફાઈલ અને ફોટોઝ અને મેસેજીસ જ મોકલી શકો છો.
મ્યુટ વિડિઓ
સંપર્કો મોકલતી વખતે અથવા સ્થિતિ અપડેટ્સ તરીકે તેમને અપલોડ કરતી વખતે વિડિઓઝને મ્યૂટ કરવાનો વિકલ્પ વોટ્સએપ પાસે નથી. પરંતુ આગળ જતા, સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાઓને વિડિઓઝને મ્યૂટ કરવાની મંજૂરી આપવાની અપેક્ષા છે. મ્યૂટ વિડીયો સુવિધા હજી વિકાસ હેઠળ છે અને, તે વિડિઓની અવધિ અને ફાઇલ કદની વિગતો સાથે, સ્પીકર આયકન ડાબી બાજુ પર ઉપલબ્ધ હશે. વિડિઓને મ્યૂટ કરવા માટે, વપરાશકર્તાને તેના સંપર્કો, જૂથ અથવા સ્થિતિ તરીકે કોઈપણ સાથે શેર કરતાં પહેલાં સ્પીકર આયકન પર ટેપ કરવું પડશે.
રીડ લેટર
રીડ લેટર એ અત્યારે વોટ્સએપ ની અંદર ઉપલબ્ધ આર્કાઇવ ચેટ ફીચર નું નવું સુધારેલું વરઝ્ન કહી શકાય. જયારે જેતે ચેટ ની અંદર રીડ લેટર ના વિકલ્પ ને પસન્દ કરવા માં આવે છે ત્યારે વોટ્સએપ દ્વારા તે ચેટ માટે કોઈ નોટિફિકેશન મોકલવા માં આવતું નથી. અને સાથે સાથે તેની અંદર વેકેશન મોડ પણ આપવા માં આવેલ છે જેની અંદર તે વાત ની ખાતરી કરવા માં આવે છે કે રીડ લેટર ના વિકલ્પ ને ચાલુ રાખવા માં આવેલ છે અને આર્કાઈવદ ચેટ ની જેમ જ તે ફીચર પણ કામ કરે.
વોટ્સએપ ઇન્સ્યોરન્સ
તમે જલ્દીથી વ્હોટ્સએપ દ્વારા ભારતમાં વીમા ખરીદી શકશો. ફેસબુકનું માલિકીનું મેસેજિંગ પ્લેટફોર્મ, લાઇસન્સ પ્રાપ્ત નાણાકીય સેવાઓ પ્લેયર્સ સાથે ભાગીદારી દ્વારા, ભારતમાં તેના મેસેજિંગ પ્લેટફોર્મ પર આરોગ્ય વીમો અને માઇક્રો-પેન્શન ઉત્પાદનો બનાવશે. શરૂઆતમાં, વોટ્સએપ તેના પ્લેટફોર્મ દ્વારા એસબીઆઈ જનરલ સેચેટ-આરોગ્ય વીમા કવર અને એચડીએફસી પેન્શન યોજનાઓનું વેચાણ કરશે.
જોઈન મિસ્ડ ગ્રુપ કોલ્સ
આ નવા અપડેટ ની અંદર યુઝર્સ ને જે ગ્રુપ કોલ ની અંદર ઇન્વાઇટ કરવા માં આવ્યા હશે પરંતુ તે શરૂ થઇ ગયા હોવા છત્તા જો તેની અંદર જોડાયા નહિ હોઈ તો તેઓ ત્યાર પછી પણ તેની અંદર જોડાય શકે છે. આ એક ખુબ જ નાનું ફીચર છે પરંતુ તે ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે કેમ કે આ ફીચર ને કારણે હવે જયારે કોઈ પણ વ્યક્તિ ગ્રુપ કોલ ની અંદર શરૂઆત માં જોડાયું ના હોઈ તેને જોડવા માટે આખા કોલ ને ફરી થી ચાલુ કરવા ની જરૂર પડતી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470