વોટ્સએપ દ્વારા ગ્રુપ એડમિનસ ને વધુ પાવર આપવા માં આવી શકે છે જેની અંદર યુઝર્સ ના ચેટ પર વધુ નિયંત્રણ આપવા માં આ

By Gizbot Bureau
|

મેટા ની માલિકી વાળા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ની અંદર એક નવા ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે. જેની અંદર ચેટ ગ્રુપ ના એડમીન ને વધુ નિયંત્રણ માટે ના ફીચર્સ અને સત્તા આપવા માં આવી શકે છે. એક્સડીએ ડેવેલોપર્સ ના એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ દ્વારા એક નવા ફીચર ને ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે જેની અંદર ગ્રુપ એડમિનસ બધા જ લોકો માટે કોઈ પણ મેસેજીસ ને ડીલીટ કરી શકશે.

વોટ્સએપ દ્વારા ગ્રુપ એડમિનસ ને વધુ પાવર આપવા માં આવી શકે છે

અત્યારે વોટ્સએપ દ્વારા યુઝર્સ ને પોતે મોકલેલા મેસેજીસ ને ડીલીટ કરવા ની અનુમતિ આપવા માં આવે છે, પરંતુ ગ્રુપ એડમીન કોઈ બીજા વ્યક્તિ દ્વારા મોકલેલા મેસજે ને ડીલીટ કરી શકતા નથી. જોકે તેઓ કોઈ પણ મેમ્બર ને ગ્રુપ માંથી કાઢી શકે છે, અને ગ્રુપ ની અંદર બીજા કોઈ વ્યક્તિ દ્વારા મેસેજ ન મૂકી શકાય તેવું પણ કરી શકે છે જેની અંદર તેઓ એ સેટિંગ્સ માંથી ગ્રુપ એડમીન ઓન્લી ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે. અને આ નવા ફીચર ની મદદ થી વોટ્સએપ ગ્રુપ એડમીન ને ક્યાં પ્રકાર નો કન્ટેન્ટ મુકવા માં આવે છે તેના પર વધુ કન્ટ્રોલ આપશે. આ નવા ફીચર ની મદદ થી ગ્રુપ એડમિનસ દ્વારા જે કારણ થી ગ્રુપ બનાવવા માં આવેલ છે તેના ડેકોરમ ને જાળવી શકશે. અને બધા જ નાકમાં મેસેજીસ ને દૂર કરી શકશે.

જો એડમીન દ્વારા મેસેજ ને ડીલીટ કરવા માં આવશે તો ગ્રુપ ના બધા જ મેમ્બર્સ ને બતાવવા માં આવશે કે આ મેસેજ કે મીડિયા ને ગ્રુપ એડમીન દ્વારા ડીલીટ કરવા માં આવેલ છે. અને જો એક ગ્રુપ ની નાદર એક કરતા વાળું એડમીન હશે તો ક્યાં એડમીન દ્વારા મેસેજ ને ડીલીટ કરવા માં આવેલ છે તેના વિષે પણ જણાવવા માં આવશે.

અને આ રિપોર્ટ ની અંદર તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ ફીચર અત્યારે ટેસ્ટિંગ અને ડેવલોપમેન્ટ ના તબ્બકા ની અંદર છે. અને આ ફીચર ને ક્યારે ઉપલબ્ધ કરવા માં આવશે તેના વિષે પણ કોઈ માહિતી આપવા માં આવેલ નથી. અને આ ફીચર ને બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવા માં આવે તેના પહેલા તેને વોટ્સએપ બીટા ની અંદર રિલીઝ કરવા માં આવશે.

વોટ્સએપ દ્વારા તાજેતર ની અંદર ડિસપિઅરિંગ મેસેજીસ ના ફીચર માટે નવા કન્ટ્રોલ ને લોન્ચ કરવા માં આવ્યા હતા. હવે યુઝર્સ દ્વારા જયારે ડિસપિઅરિંગ મેસેજીસ ના વિકલ્પ ને ચાલુ કરવા માં આવે છે ત્યારે તેઓ ટાઈમ લિમિટ ને 24 કલ્લાક, 7 દિવસ અને 90 દિવસ એમ સેટ કરી શકે છે. અને નવા સિલેક્શન દ્વારા માત્ર ચેટ ની અંદર માત્ર નવા મેસેજીસ ને કન્ટ્રોલ કરવા માં આવે છે. અને ઈન્ડિવિડ્યુઅલ ચેટ ની અંદર યુઝર્સ ડિસપિઅરિંગ મેસેજીસ ના વિકલ્પ ને કે તો ચાલુ રાખી શકે છે અથવા બંધ રાખી શકે છે. પરંતુ ગ્રુપ ની અંદર ગ્રુપ એડમીન આ ફીચર ચાલુ અથવા બંધ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp group admins to get more control

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X