વોટ્સએપ દ્વારા ફોર્વર્ડેડ મેસેજીસ ને ગુગલ પર વેરીફાય કરવા ની અનુમતિ આપવા આ આવશે

By Gizbot Bureau
|

આજે આખા વિશ્વ ની અંદર વોટ્સએપ ના 2 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે જેના કારણે એ વાત માં તો કોઈ શાંત ને સ્થાન નથી કે આજ ના સમય ની અંદર મોટા ભાગ ના બધા જ લોકો દ્વારા કમ્યુનિકેશન માટે વોટ્સએપ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે. અને તેના કારણે આ પ્લેટફોર્મ પર ખોટી માહિતી પણ ખુબ જ સરળતા થી ફેલાય જતી હોઈ છે ખાસ કરી એન આ પ્રકાર ના કોરોના વાઇરસ પ્રકાર ની પરિસ્થિતિ ની અંદર.

વોટ્સએપ દ્વારા ફોર્વર્ડેડ મેસેજીસ ને ગુગલ પર વેરીફાય કરવા ની અનુમતિ

અને તેના કારણે જ વોટ્સએપ દ્વારા એક નવા ફીચર પર કામ કરવા માં આવી રહ્યું છે જેની અંદર તેઓ યુઝર્સ ને જે મેસજે મળ્યો છે તેને ક્રોસ ચેક કરવા ની અનુમતિ આપશે. અને કંપની દ્વારા આ ફીચર ને તેમની એન્ડ્રોઇડ એપ પર બીટા એપ ની અંદર તાજેતર ના અપડેટ ની અંદર આપવા માં આવ્યું છે. જેની અંદર જે મેસેજીસ ને ફ્રીક્વન્ટલી ફોરવર્ડ કરવા માં આવી રહ્યા છે તેની બાજુ માં એક મેગ્નીફાય ગ્લાસ નો આઇકોન આપવા માં આવશે અને જયારે યુઝર્સ દ્વારા આ આઇકોન પર ક્લિક કરવા માં આવશે ત્યારે તેમને પૂછવા માં આવશે કે શું તમે આ મેસજે ને વેબ પર ચેક કરવા માંગો છો અને ત્યાર પછી તેને ગુગલ પર સર્ચ કરવા માં આવશે.

અને જયારે તમે તે મેસેજ ને વેબ પર સર્ચ કરવા ની અનુમતિ આપશો ત્યાર પછી તમને તમારા સ્માર્ટફોન ની અંદર રહેલા વેબ બ્રાઉઝર ની અંદર લઇ જવા માં આવશે અને તે જગ્યા પર તમારા મેસેજ ને લગતા પરિણામ ગુગલ પર બતાવવા માં આવશે.

અને આ ફીચર ને ટૂંક સમય માં લોન્ચ કરવા માં આવશે તેના વિષે વોટ્સએપ ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું. એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે અમારા યુઝર્સ ને જે ફોરવર્ડ કરેલા મેસેજીસ ખુબ જ મળી રહ્યા છે તેની પુષ્ટિ કરવા માટે અમે ફીચર ને ટૂંક સમય માં લોન્ચ કરીશું. આ ફીચર ને અત્યારે ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે અને ટૂંક સમય ની અંદર તેને લોન્ચ કરવા માં આવશે તેવું કંપની ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું.

અને આ પ્રકાર ના એક ફીચર ને ફેસબુક મેસેન્જર પર પણ જોવા માં આવ્યું હતું જેની અંદર લોકો અમુક લિમિટેડ મેસેજીસ ને ફોરવર્ડ કરી શકશે. અને તેના વિષે એક વ્યક્તિ દ્વારા ટ્વીટ કરી અને જણાવવા માં આવ્યું હતું કે ફેસબુક મેસેન્જર ની અંદર એક જ મેસેજ ને 5 કરતા વધુ લોકો ને એકસાથે ફોરવર્ડ નહીં કરી શકાય. અને તેના વિષે ફેસબુક ના કમ્યુનિકેશન મેનેજર એન્જીનીઅરીંગ દ્વારા પણ પણ જણાવવા માં આવ્યું હતું કે, અમારા પ્લેટફરોમ પર ખોટી માહિતી ના ફેલાય ખાસ કરી ને કોરોના વાઇરસ ને લગતી તેના માટે ઘણા બધા અલગ લેગ ફીચર્સ પર અત્યારે કામ કરવા માં આવી રહ્યું છે અને આ ફીચર ને હજુ બનાવવા માં આવી રહ્યું છે અને તેને બહાર ટેસ્ટ માટે પણ લોન્ચ કરવા માં આવેલ નથી.

Best Mobiles in India

English summary
WhatsApp Forwarded Messages Can Be Verified, Crosschecked.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X