વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા માં પ્રાઇવેટ રીપ્લાય ફીચર જોડવા માં આવ્યું

|

ગયા વેશે એમુક એવા રિપોર્ટ આવ્યા હતા કે વોટ્સએપ પ્રાઇવેટ રીપ્લાય નામ ના ફીચર પર કામ કરી રહ્યું છે, અને તે ફીચર ને વિન્ડોઝ ફોન ના બીટા વરઝ્ન પર થોડા સમય માટે લોન્ચ પણ કરવા માં આવ્યું હતું, અને હવે આ ફીચર ને એન્ડ્રોઇડ બીટા વરઝ્ન માં આપવા માં આવ્યું છે, અને વોટ્સએપ ની મુખ્ય એપ ની અંદર આ ફીચર ટૂંક સમય માં આવી શકે છે.

વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા માં પ્રાઇવેટ રીપ્લાય ફીચર જોડવા માં આવ્યું

WABetaInfo મુજબ વોટ્સએપ નું લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા વરઝ્ન 2.18.335 ને પ્રાઇવેટ રીપ્લાય ફીચર આપવા માં આવેલ છે. આ ફીચર દ્વારા તમે ગ્રુપ ના કોઈ પણ વ્યક્તિ ને પ્રાઇવેટ મેસેજ મોકલી શકો છો અને તેના વિષે બીજા કોઈ મેમ્બર્સ ને જાણ પણ નહીં પડે.

જોકે વોટ્સએપ યુઝર્સ ને ગ્રુપ માં ઈન્ડિવિડ્યુઅલ રીપ્લાય મોકલવા ની અનુમતિ તો આપે જ છે, પરંતુ આ નવા ફીચર દ્વારા તમે તે મેમ્બર ના પર્સનલ ચેટ માં જય અને રીપ્લાય આપી શકો છો. તમે તે વ્યક્તિ પ્રાઈવેટલી ગ્રુપ માં મેસેજ કરી શકો છો અને તેના વિષે બીજા ગ્રુપ ના લોકો ને જાણ પણ નહીં થાય.

વોટ્સએપ રીપ્લાય ના પ્રાઇવેટ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો

વોટ્સએપ ના નવા પ્રાઇવેટ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારે જેતે મેમ્બર ના નામ પર સતત ટેપ કરી રાખવું પડશે. અને તેવું કરવા થી તમને સ્ક્રીન ની જમણી બાજુ ટોચ પર 3 ડોટ દેખાશે. અને તેમનો એક ઓપ્શન રીપ્લાય પ્રાઈવેટલી હશે તેના પર ક્લિક કરો, અને ત્યાર બાદ તમારો મેસેજ ટાઈપ કરો. હવે તમે જોઈ શકશો કે તે ચોક્કસ ચેટ માટે નો તમારો રીપ્લાય તે વ્યક્તિ ના પ્રાઇવેટ ચેટ ની અંદર જય રહ્યો છે.

જયારે ઇંડીવિડ્યૂઅલ રીપ્લાય તમને તે જ ગ્રુપ માં રાખે છે ત્યારે પ્રાઇવેટ રીપ્લાય તમને તે વ્યક્તિ ના ચેટ પર લઇ જાય છે.

અત્યરે આ પ્રાઇવેટ રિપ્લાય ફીચર માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે, અને ટૂંક સમય માં આ જ ફીચર આઇઓએસ વરઝ્ન માં પણ આવે તેવું લાગી નથી રહ્યું.

આની પહેલા વોટ્સએપ એન્ડ્રોઇડ પર સ્વાઇપ ટુ રીપ્લાય ફીચર આપવા માં આવ્યું હતું. આની અંદર યુઝર્સ માત્ર જમણી બાજુ સ્વાઇપ કરી અને ફીચર નો રિપ્લાય આપી શકે છે. અને આ ફીચર પહેલા થી જ આઇઓએસ વરઝન માં આપવા માં આવતું હતું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Android beta version 2.18.335 has received the Private Reply feature. This feature lets users send private messages to a member of the group without letting other members know about it. WhatsApp’s new Reply Privately feature can be used by long pressing on a specific member’s name in a group.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X