Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એક જ ફોનમાં ચલાવો મલ્ટિપલ વ્હોટ્સ એપ અકાઉન્ટ, આટલું કરો
શું તમે પણ એક કરતા વધારે વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરો છો. અને વારંવાર તમારે એક અકાઉન્ટમાંથી લોગઆઉટ કરીને બીજા અકાઉન્ટમા લોગ ઈન કરવું પડે છે. જો તમારી પાસે એક જ સ્માર્ટફોન છે અને બે વ્હોટ્સ એપ અકાઉન્ટ છે, તો તમારે વારંવાર આ પ્રક્રિયા કરવી પડતી હશે. જે કંટાળાજનક છે. પરંતુ હવે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે આ પ્રક્રિયા સરળ બનાવી રહી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપે હવે એક જ ડિવાઈસમાં એક કરતા વધુ વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરવાની સરળતા કરી દીધી છે.

વ્હોટ્સ એપની પેરેન્ટ કંપની મેટાએ કરેલી જાહેરાત મુજબ આગામી દિવસોમાં એપ પર એક નવું ફીચર આવી રહ્યું છે. સોશિયલ મીડિયા જાયન્ટ કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે વ્હોટ્સ એપ આગામી દિવસોમાં યુઝર્સ એક જ ડિવાઈસ પર બે જુદા જુદા અકાઉન્ટ પર સ્વિચ કરવાની સુવિધા આપશે.
હાલ યુઝર્સ જો બે વ્હોટ્સ એપ અકાઉન્ટ વાપરવા ઈચ્છે તો તેમએ બે સ્માર્ટફોન અથવા બે જુદા જુદા ડિવાઈસ યુઝ કરવા પડે છે. અથવા તો એક જ ડિવાઈસમાં જુદા જુદા અકાઉન્ટમાં વારંવાર લોગઆઉટ લોગ ઈન કરવું પડે છે.
પરંતુ આ નવા ફીચરને લીધે યુઝર્સ બે જુદા જુદા અકાઉન્ટ પર એક જ એપમાં સરળતાથી સ્વિચ કરી શક્શે. આ ડ્યુઅલ વ્હોટ્સ એપ અકાઉન્ટ ફીચર યુઝર્સ માટે જુદા જુદા વ્હોટ્સ એપ અકાઉન્ટમાં કમ્યુનિકેશનને વધારે સરળ બનાવશે.
.. પણ આટલું યાદ રાખો
ડ્યુઅલ વ્હોટ્સ એપ અકાઉન્ટ વાપરવા માટે તમારી પાસે બે જુદા જુદા ફોન નંબર (ફિઝિકલ સિમ કાર્ડ અથવા ઈ સિમકાર્ડ) હોવા જરુરી છે. એટલે કે તમારા ફોનમાં ડ્યુઅલ સિમ હોવું જરૂરી છે. જો તમારા ફોનમાં બે સિમકાર્ડ છે, તો જ તમે ડ્યુઅલ વ્હોટ્સ એપ અકાઉન્ટ ફીચરનો ઉપયોગ કરી શક્શો. કારણ કે આ રીતે જ તમે બીજું અકાઉન્ટ લોગ ઈન કરી શક્શો.
તમારો ઓલ્ટરનેટ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. હાલ વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને લોગઈન માટે પાસકોડ મેસેજ દ્વારા મોકલે છે. એક જ ડિવાઈસમાં બે વ્હોટ્સ એપ અકાઉન્ટ સેટ અપ કરીને યુઝ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા વ્હોટ્સ એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો.
સ્ટેપ 2: હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા 3 ડોટ પર ક્લિક કરીને સેટિંગ મેન્યુમાં જાવ.
સ્ટેપ 3: અહીં તમને તમારા નામની બાજુમાં એક નાનકડો એરો દેખાશે.
સ્ટેપ 4: તેના પર ટેપ કરીને Add Account પર ક્લિક કરો.
સ્ટેપ 5: અહીં તમારો બીજો ફોન નંબર એડ કરીને તમારા ફોન પર મેસેજ અથવા કોલ પર આલા કોડ દ્વારા વેરિફાય કરો.
સ્ટેપ 6: એકવાર તમારો નંબર વેરિફાય થઈ જશે, એટલે તમારું બીજું અકાઉન્ટ સેટ અપ થઈ જશે. બાદમાં તમે તમારા નામની બાજુમાં દેખાતા એરોની મદદથી સરળતાથી બે અકાઉન્ટ વચ્ચે સ્વિચ કરી શક્શો.
આ ઉપરાંત તમે બંને અકાઉન્ટ માટે અલગથી પ્રાઈવસી અને નોટિફિકેશન પ્રેફરન્સ પણ સેટ કરી શક્શો. તમારે જો કન્વર્ઝેશન મ્યુટ કરવા છે, મેસેજ ડિલીટ કરવાછે, અર્કાઈવ કરવા છે કે કોઈ પ્રોફાઈલને બ્લોક કરવી છે, તો બંને અકાઉન્ટ માટે આ એક્ટિવિટી અલગ અલગ રીતે કરી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications