Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર આવતા આ 4 મેસેજ પર ક્લિક ન કરતા, નહીં તો છેતરાઈ જશો
વ્હોટ્સ એપ ભારત જ નહીં આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આ એપનો ઉપયોગ કરોડો લોકો કરે છે. આ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ પોતાના મિત્રો, પરિવાર સાથે ટેક્સ્ટ, ઓડિયો અને વીડિયો કોલ દ્વારા વાતો કરી શકે છે. જો કે જેમ જેમ ભારત ડિજિટલ દુનિયામાં આગળ વધી રહ્યું છે, તેમ તેમ ડિજિટલ સ્કેમ અને છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. હવે સ્કેમર્સે વ્હોટ્સ એપ દ્વારા માસૂમ લોકોને પોતાનો શિકાર બનાવવાની શરૂઆત કરી છે. વ્હોટ્સ એપ પર માત્ર બોગસ કોલ્સ જ નહીં પરંતુ હવે તો બોગસ મેસેજિસ દ્વારા પણ સ્કેમર્સ તમારા પૈસા ઠગી રહ્યા છે. જી હાં, વ્હોટ્સ પર આ પ્રકારના ચાર મેસેજિસ આવે છે, જેના દ્વારા સ્કેમર્સ તમને ભોળવીને તમારા પૈસા પડાવી લે છે. આ ચાર મેસેજ પર ક્લિક કરવાથી બચવું જોઈએ. કયા છે આ ચાર મેસેજ ચાલો જાણીએ.

Winning Prize
વ્હોટ્સ એપ પર મોટા ભાગના લોકો You have won a prize! જેવા ફેક મેસેજનો શિકાર બની જાય છે. આ પ્રકારના મેસેજમાં યુઝર્સને કહેવામાં આવે છે કે તમે લકી ડ્રોમાં લાખો રૂપિયા જીત્યા છો. આ રકમ મેળવવા માટે તમારે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું છે. આ લિંક પર ક્લિક કરતા જ તમારો ફોન ક્લોન થઈ જાય છે, અને તમે પૈસા ગુમાવો છો.
Job Notification
સ્કેમર્સ માસૂમ લોકોની બેરોજગારીને પણ તેમને ઠગવાનું સાધન બનાવી દીધી છે. કેટલાક સ્કેમર્સ નકલી જોબ નોટિફિકેશન તમારા વ્હોટ્સ એપ પર મોકલી આપે છે. આ પ્રકારના મેસેજમાં યુઝર્નસે ફોર્મ ભરવાનું કહીને નકલી લિંક મેોકલવામાં આવે છે. જેના પર ક્લિક કરીનેય યુઝર પોતાની અંગત માહિતી શૅર કરે છે. ખાસ ધ્યાન આપો કે કોઈ પણ કંપની ક્યારેય વ્હોટ્સ એપ દ્વારા તમને જોબ ઓફર નથી આપતી. કોઈ પણ કંપનીના HR તમને જોબ માટે પર્સનલી કોલ કરે છે. એટલે આવી છેતરપિંડીનો શિકાર ન બનો.
Bank Alert
વ્હોટ્સ એપ પર ત્રીજા પ્રકારના બોગસ મેસેજ બેન્ક એલર્ટ્સના હોય છે. આ પ્રકારના મેસેજ દ્વારા યુઝર્સને ફેક કેવાયસી પ્રોસેસની લિંક આપવામાં આવે છે. આ પ્રકારના સ્કેમનો એક માત્ર ઉદ્દેશ્ય તમારા પૈસા પડાવવાનો હોય છે.
Deliver Problem Notificaiton
આ ઉપરાંત પણ તમને વ્હોટ્સ એપ પર કેટલાક મેસેજ આવે છે. જેમાં તમારી ડિલીવરી ફેલ થઈ હોવાના મેસેજ પણ સામેલ છે. જેમાં તમને કહેવામાં આવે છે કે તમે મગાવેલી વસ્તુ તમારા સુધી નથી પહોંચી, મેળવવા માટે લિંક પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરવાથી તમારા ફોનમાં વાઈરસ આવી જાય છે, જે હેકરને તમારા ફોનનું એક્સેસ આપી દે છે. એટલે આવા મેસેજ પર ક્યારેય ક્લિક ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
