Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppથી હવે અન્ય એપ પર પણ મેસેજ મોકલી શકાશે, કમાલ કરશે આ ફીચર
WhatsApp પોતાના યુઝર્સનો ઈન્ટ્રેસ્ટ જાળવી રાખવા માટે, તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવા માટે રોજેરોજ નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. ક્યારેક ટેક્સ્ટ બ્યુટિફિકેશન તો ક્યારેક સેફ્ટી ફીચર્સ આવતા રહે છે. હવે વ્હોટ્સ એક બહુ જબરજસ્ત અપડેટ લાવી રહી છે, જેની મદદથી યુઝર્સ વ્હોટ્સ એપ દ્વારા જ અન્ય એપ્સ પર પણ મેસેજ કરી શક્શે. એટલે કે વ્હોટ્સ એપ યુઝર્સ, એપ સ્વિચ કર્યા વગર જ ટેલિગ્રામ કે સિગ્નલ જેવી એપ્સ પર મેસેજ કરી શક્શે.

વ્હોટ્સએપના અપકમિંગ ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સ એપ એક નવું ફીચર લાવી રહી છે. વ્હોટ્સ એપના નવા વર્ઝન 2.24.6.2. માં આ ફીચર આવવાનું છે. આ અપડેટ પરથી લાગી રહ્યું છે કે એપ પર એક નવા ફીચરને ડિઝાઈન કરાઈ રહ્યું છે, જે થર્ડ પાર્ટી ચેટ્સને મેનેજ કરશે.
વ્હોટ્સ એપ આ કારણથી લાવી રહ્યું છે નવું ફીચર
મીડિયા રિપોર્ટ્સ મુજબ વ્હોટ્સ એપે ઈયુ રેગ્યુલેટરી એજન્સી ડિજિટલ માર્કેટ્સ એક્ટને જણાવ્યું છે કે તેઓ યુઝર કમ્યુનિકેશન સુધારવા માટે ચેટ ઈન્ટરઓપરેબિલિટી પર કામ કરી રહ્યું છે, જે અન્ય ચેટિંગ એપ્સને પણ સપોર્ટ કરશે.
એન્ડ્રોઈડના બીટા વર્ઝનમાં જોવા મળ્યું ફીચર
વ્હોટ્સ એપ પહેલા જ જાહેર કરી ચૂક્યુ છે કે કંપની એક ચેટ ઈન્ટરઓપરેબિલિટી ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની ઝલક એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.24.5.18માં જોવા મળી છે. ગૂગલ પ્લે સ્ટોર પર આવેલા લેટેસ્ટ 2.24.5.20 બીટા વર્ઝનથી ખુલાસો થયો છે કે વ્હોટ્સ એપ એક ડેડિકેટેડ ચેટ ઈન્ફો સ્ક્રીનના નામથી આ ઓપ્શન આપવાનું છે, જે થર્ડ પાર્ટી ચેટ્સ માટે હશે.
ચેટ ઈન્ફો સ્ક્રીન પર દેખાશે બીજી એપ્સથી આવનારા મેસેજ
થર્ડ પાર્ટી ચેટ્સ માટે ચેટ ઈન્ફો સ્ક્રીન મળશે. તેની માહિતી WABetaInfo દ્વારા શૅર કરવામાં આવેલા એક સ્ક્રીનશોટ પરથી મળે છે. આ સ્ક્રીન માત્ર જરૂરી ડિટેઈલ્સ જ જોવા મળશે. તેમાં પ્રોફાઈલ નેમ અને ફોટો નહીં દેખાય. વ્હોટ્સ એપનો પ્લાન છે કે તેમાં માત્ર એક ડિફોલ્ટ ફોટો જ વાપરવામાં આવે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications