Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp Desktop વર્ઝનને હવે પાસવર્ડથી કરી શકાશે લોક
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ તાજેતરમાં જ સંખ્યાબંધ નવા ફીચર્સ લોન્ચ કરીને યુઝર્સને નવી સુવિધાઓ આપી છે. જો કે, આમાંથી મોટા ભાગના ફીચર્સ એન્ડ્રોઈડ વર્ઝન અને આઈઓએસ વર્ઝન માટે હતા. જો કે તાજેતરમાં જ વ્હોટ્સ એપ પોતાના ડેસ્કટોપ યુઝર્સ માટે પણ એક નવું ફીચર લાવી છે. આ નવું ફીચર સિક્યોરિટી ફીચર છે, જેના દ્વારા યુઝર્સ પોતાના વ્હોટ્સએપ વેબને ડેસ્કટોપ પર લોક કરી શક્શે. તાજેતરમાં જ કંપનીએ પોતાના ડેસ્કટોપ વર્ઝન માટે ઈમેજ બ્લર ફીચર પણ લોન્ચ કર્યું હતું. હવે કંપની યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટી માટે નવું લોક ફીચર લઈને આવી છે.

WABetainfoના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વ્હોટ્સ એપ હાલ પોતાના વેબ પ્લેટફોર્મ માટે સ્ક્રીન લોક ફીચરને ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના વ્હોટ્સ એપ વેબ વર્ઝનને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શક્શે.
હાલ આ ફીચર ઓલરેડી મોબાઈલ યુઝર્સને મળી રહ્યું છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેવર્ઝનના યુઝર્સ છેલ્લા 3 વર્ષથી આ સિક્યોરિટી ફીચરનો લાભ લઈ રહ્યા છે. હવે, ટૂંક સમયમાં વ્હોટ્સ એપના ડેસ્કટોપ અને વેબ બંને વર્ઝનના યુઝર્સ પણ આ ફીચરનો ઉપયોગ કરી શક્શે.
ઉલ્લેકનીય છે કે વ્હોટ્સએપ દ્વારા તાજેતરમાં જ પોતાના વેબલ પ્લેટફોર્મ માટે બ્લર ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ જ્યારે વેબ વર્ઝન કે ડેસ્કટોપ વર્ઝનમાં કોઈ ઈમેજ શૅર કરે છે, ત્યારે તેને બ્લર કરી શક્શે.
વ્હોટ્સ એપનું આ બ્લર ઈમેજ ફીચર મોબાઈલ ડિવાઈસીના વર્ઝનમાં ઉપલબ્ધ નથી. લાગી રહ્યું છે કે વ્હોટ્સ એપ હવે પોતાના ડેસ્કટોપ અને વેબ વર્ઝનને વધારે મહત્વ આપી રહ્યું છે. આગામી સમયમાં વ્હોટ્સ એપના ડેસ્કટોપ અને વેબ વર્ઝનમાં બીજા ઘણાં નવા સુધારા જોવા મળી શકે છે.
વધુમાં વાત કરીએ તો હાલ વ્હોટ્સ એપ પોતાના એન્ડ્રોઈડ વર્જન માટે કમ્પેનિયન મોડ પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર્સ એક સાથે ચાર ડિવાઈસને લિંક કરીને એક જ અકાઉન્ટ બધામાં યુઝ કરી શક્શે. રસપ્રદ વાત એ છે આ ફીચરનો ઉપયોગ કરતા સમયે તમારું સેકન્ડરી ડિવાઈસ કમ્યુટર, લેપટોપ, ટેબ્લેટ હોવું જરૂરી નથી, તમે બીજા સ્માર્ટફોનમાં જ આ ફીચર દ્વારા તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ ચલાવી શકો છો. હાલ એપ પોતાના 2.22.23.18 બીટા વર્ઝનમાં આ ફીચરને ટેસ્ટ કરી રહી છે.
WABetainfo એ જાહેર કરેલા સ્ક્રીનશોટ્સ મુજબ કમ્પેનિયન મોડ દ્વારા યુઝર્સ હાલ જે રીતે વ્હોટ્સ એપ વેબ વર્ઝન માટે ક્યૂઆર કોડ સ્કેન કરે છે, તે જ રીતે બીજા ડિવાઈસમાં પણ ક્યૂઆર સ્કેન કરીને અકાઉન્ટ ઓપન કરી સક્શે. એકવાર તમે ક્યૂઆર કોડ સ્કેન કરશો કે બીજા ડિવાઈસમાં તમારા બધા જ ચેટ્સ સિન્ક્રોનાઈઝ થઈ જશે.
યુઝર્સ ભલે એક કરતા વધારે ડિવાઈસમાં વ્હોટ્સ એપ યુઝ કરે, પરંતુ તેમ છતાંય એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તો યથાવત્ જ રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
