Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં કરશો આ ભૂલ, તો મુકાઈ જશો મોટી મુશ્કેલીમાં, આ રીતે બચો
વ્હોટ્સએપ સહિતની એપ્સ પર થતા સ્કેમની સંખ્યા રોજેરોજ વધી રહી છે. રોજબરોજ વ્હોટ્સ એપ હેકિંગના સમાચાર વધતા રહે છે. આમ તો વ્હોટ્સ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન મળે છે, આ ઉપરાંત પણ વ્હોટ્સ એપમાં જુદા જુદા સેફ્ટી ફીચર્સ હોય છે. પણ તેમ છતાંય તમારી થોડીક બેજવાબદારી સ્કેમર્સને તક પુરી પાડે છે. એટલે જરૂરી છે કે તમે પોતાની જાતને સેફ રાખવા માટે વ્હોટ્સ એપ પર કેટલીક ભૂલો ન કરો. આજે આ આર્ટિકલમાં અમે તમને વ્હોટ્સ એપ પર સેફ રહેવા માટે કેટલીક જરૂરી ટિપ્સ આપીશું. આ ટિપ્સને ફોલો કરીને તમે હેકિંગના ખતરાથી ટેન્શન ફ્રી રહી શકો છો અને વ્હોટ્સ એપની મજા માણી શકો છો.

1. OTP અને વેરિફિકેશન કોડ કોઈની સાથે શૅર ન કરો
વ્હોટ્સ એપ યુઝર્સ અજાણપણે પોતાના ઓટીપી કે વેરિફિકેશન કોડ શૅર કરી દેતા હોય છે. જો તમને પણ આવી જ આદત હોય, તો આજે જ અટકી જાવ. હેકર્સ પાસે જો તમારા ઓટીપી કે વેરિફિકેશન કોડ હશે, અથવા કોઈ રીતે તેમની જાણ થઈ ગઈ, તો તે સોશિયલ એન્જિનિયરિંગ ટ્રિક કે ફિશિંગ એટેક દ્વારા તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટ સહિત તમારા આખા ફોનનું પણ એક્સેસ મેળવી શકે છે.
2. અજાણી લિંક પર ક્લિક ક્યારેય ન કરો
વ્હોટ્સ એપ પર આવતી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો. સાઈબર ક્રિમિનલ યુઝર્સને પોતાની ટ્રેપમાં ફસાવવા માટે વ્હોટ્સ એપ ઉપરાંત, ટેક્સ્ટ મેસેજ, કે ઈમેઈલ દ્વારા પણ ફેક લિંક શૅર કરતા હોય છે. આ લિંક પર ક્લિક કરવાથી તમારા ફોનમાં માલવેર આવી શકે છે. જે તમારા ડિવાઈસમાં રહેલા તમામ ડેટાને હેકર સુધી પહોંચાડી દે છે.
3. 2 સ્ટેપ વેરિફિકેશન પિન મજબૂત રાખો
ટુ સ્ટેપ વેરિફિકેશન પિન સેટ કરતા સમયે એ ધ્યાન રાખો કે કોઈ પણ તેને સરળતાથી જાણી ન શકે કે એક્સેસ ન કરી શકે. હેકર્સ માટે ટુ સ્ટેપ વેરિફિકેશન પિન જાણવો પણ અઘરી વાત નથી. એટલે સારી વાત એ છે કે તમે વ્હોટ્સ એપ અકાઉન્ટની સેફ્ટી માટે એક સિક્યોર પિન સેટ કરો. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે અલગ અલગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે અલગ અલગ પાસવર્ડ સેટ કરો.
4. એપ અપડેટ ન કરવી
વ્હોટ્સ એપ સમયાંતરે પોતાના યુઝર્સ માટે જુદી જુદી અપડેટ રોલઆઉટ કરતું રહે છે. જો તમે વ્હોટ્સ એપ પર પોતાની સેફ્ટીને લઈને એલર્ટ રહો છો, તો કંપનીની લેટેસ્ટ અપડેટ્સને બિલકુલ મિસ ન કરશો. નવી અપડેટ્સમાં કંપની સિક્યોરિટી સાથે જોડાયેલા ઈસ્યુ ફિક્સ કરે છે, જેથી હેકિંગ એટેક દરમિયાન યુઝર્સ સેફ રહી શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications