Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsappની ક્લોન એપ વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ દ્વારા કરી રહી છે જાસૂસી
હાલના સમયમાં ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે, જ્યાં સૌથી વધું એન્ડ્રોઈડ ટ્રોજન ડિટેક્ટ થઈ રહ્યા છે. તેમાંય વ્હોટ્સ એપની એક ક્લોન, થર્ડ પાર્ટી અનઓફિશિયલ વર્ઝન એપ દેશમાં લોકોના ચેટમાંથી તેમનો ડેટા ચોરીને જાસૂસી કરી રહી છે. તાજેતરમાં જ આઈટીને લગતા જાહેર થયેલા રિપોર્ટમાં આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે.

ક્લોન્ડ એપની મદદથી થાય છે જાસૂસી
મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ પર યુઝર્સને સંખ્યાબંધ ફીચર્સ મળે છે, જેનાથી ચેટિંગ અને મેસેજિંગનો અનુભવ વધારે સારો બને છે. પરંતુ હજી વધારાના ફીચર્સની લાલચમાં યુઝર્સ થર્ડ પાર્ટી કે પછી ક્લોન એપનો ઉપયોગ કરે છે. આ ક્લોન્ડ એપના ઉપયોગ દ્વારા યુઝર્સ પોતાની પ્રાઈવસી જોખમમાં મૂકે છે. એક તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટમાં ક્લોન્ડ વ્હોટ્સ એપ વર્ઝનની મદદથી યુઝર્સના ઓડિયો અને વીડિયો રેકોર્ડ થવાનો મામલો સામે આવ્યો છે.
GB Whatsapp કરે છે જાસૂસી
સાઈબર સુરક્ષા ફર્મ ESETના રિપોર્ટ મુજબ છેલ્લા ચાર મહિનામાં એન્ડ્રોઈડ સ્પાયવેર ડિરેક્શનના મોટાભાગના કિસ્સામાં GB Whatsappનો હાથ હતો. આ એપ વ્હોટ્સ એપનું એક ક્લોન કરેલું લોકપ્રિય થર્ડ પાર્ટી વર્ઝન છે.
પ્લે સ્ટોર પર નથી હોતી એપ્સ
ક્લોન્ડ, થર્ડ પાર્ટી એપ્સ ઘણી રીતે યુઝર્સની જાસૂસી કરી શકે છે, અને તે ઓડિયો તેમજ વીડિયો પણ રેકોર્ડ કરી શકે છે. રિપોર્ટ મુજબ ક્લોન્ડ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી હોતી, પરિણામે તેમણે કોઈ સિક્યોરિટી ચેક્સનો સામનો નથી કરવો પડતો. અલગ અલગ થર્ડ પાર્ટી વેબસાઈટ્સ અને સ્ટોર્સ પર લિસ્ટેડ આવી ક્લોન્ડ એપ્સમાં જુદા જુદા પ્રકારના માલવેર હોય છે, જેનાથી બચવું શક્ય નથી.
ક્લોન્ડ એપ્સ આપે છે વધારાના ફીચર્સ
ક્લોન્ડ એપ્સમાં યુઝર્સને કેટલાક એવા ફીચર્સ મળે છે, જે સત્તાવાર એપમાં નથી મળતાં. દખલા તરીકે જીબી વ્હોટ્સ એપ દ્વારા યુઝર્સ વ્હોટ્સ એપમાં સેન્ડર દ્વારા ડિલીટ કરાયેલો મેસેજ પણ વાંચી શકે છે. આ ઉપરાંત યુઝરને જાણ ન થાય, તેવી રીતે તેનું સ્ટેટસ પણ જોઈ શકાય છે. આવા ફીચર્સ સત્તાવાર એપના કોડમાં છેડછાડ કરીને આપવામાં આવે છે. એટલે જ ક્લોન્ડ એપનો વપરાશ સુરક્ષિત નથી ગણાતો.
વ્હોટ્સ એપ લઈ શકે છે પગલાં
વ્હોટ્સ એપે પોતાના સપોર્ટ પેજ પર સ્પષ્ટ લખ્યું છે કે તેઓ આવી ક્લોન્ડ એપ્સ વાપરનાર યુઝર્સ સામે પગલાં લઈ શકે છે. જો તમે સત્તાવાર એપ ઉપરાંત તેનું કોઈ વર્ઝન વાપરો છો, તો વ્હોટ્સ એપ તમારા અકાઉન્ટ પર પરમેનેન્ટ બેન લગાવી શકે છે. ધ્યાન રાખો કે, જ્યારે પણ તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો તો પ્લે સ્ટોર કે એપ સ્ટોર જેવા સત્તાવાર સોર્સનો જ ઉપયોગ કરો. સમયાંતરે તમારી એપને અપડેટ કરવાનું પણ ભૂલશો નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications