Desktop પર ખુલ્લા WhatsApp Chatને કરો બ્લર, આ છે ટ્રિક

By Gizbot Bureau
|

વિશ્વમાં અબજો લોકો વ્હોટ્સ એપનો ઉપયોગ કરે છે. વાતચીત કરવાથી લઈને પ્રોફેશનલ કામ કરવા સુધી, ફોટોઝ શૅર કરવાથી લઈને દસ્તાવેજોની આપ-લે કરવા સુધી, ટાઈમપાઈસથી લઈને મહત્વના કામ બધા જ વ્હોટ્સ એપ પર થઈ જાય છે. મેટાની માલિકીની આ ઈન્સ્ટન્ટમેસેજિંગ એપ લોકો સાથે જોડાઈ રહેવાનું વન સ્ટોપ ડેસ્ટિનેશન બની ચૂક્યુ છે. યુઝર્સ એપથી કંટાળી ન જાય, અને વ્હોટ્સ એપ તેમના માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે.

Desktop પર ખુલ્લા WhatsApp Chatને કરો બ્લર, આ છે ટ્રિક

કેટલાક દિવસો પહેલા વ્હોટ્સ એપ યુઝર્સને અલગ અલગ ડિવાઈસથી અકાઉન્ટ ઓપન કરવાની પરમિશન આપવા જેવા ફીચર્સ લોન્ચ કરી ચૂક્યુ છે. જેથી યુઝર્સ એક સાથે પોતાનું એક જ અકાઉન્ટ મોબાઈલ, ટેબ્લેટ અને ડેસ્કટોપમાં એક સાથે અકાઉન્ટ ઓપન કરી શકે. જો કે, ક્યારેક ઓફિસમાં વ્હોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન યુઝ કરવું થોડું મુશ્કેલ બની શકે છે, કારણ કે ડેસ્કટોપમાં તમારી આસપાસ રહેલા લોકો કોઈ જ પ્રયાસ વગર તમારા ચેટ વાંચી શકે છે. જેને કારણે તમારી પ્રાઈવસી જોખમાઈ શકે છે.

ઘણી વખત એવી સ્થિતિ આવે છે, જ્યારે આપણે ઓફિસમાં ડેસ્કટોપમાં વ્હોટ્સએપ યુઝ કરતા હોઈએ અને કોઈ વ્યક્તિ બાજુમાં હોય, તો તે આપણા ચેટને વાંચી શકે છે. આનાથી બચવા માટે તમે જ્યારે ડેસ્કટોપ પર વ્હોટ્સ એપ ઓપન હોય ત્યારે અંગત વ્યક્તિઓ સાથે કે મહત્વના વ્યક્તિઓ સાથે ચેટ કરવાનું ટાળી શકો છો. પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે હવે વ્હોટ્સ એપ જ એક સુવિધા આપી રહ્યું છે. વ્હોટ્સ એપનું વેબ પ્લસ નામનું વેબ એક્સટેન્શન યુઝર્સની આ પ્રાઈવસીની સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે.

આ એક્સ્ટેન્શન ક્રોમ સ્ટોર પર ઉપલબ્ધ છે, જે વ્હોટ્સ એપમાં તમારા કન્વર્ઝેશની પ્રાઈવસી વધારે છે. આ એક્સ્ટેન્શન તમારી સ્ક્રીન પર રહેલા મેસેજ, કોન્ટેક્ટ્સ, કોન્ટેક્ટના ફોટોને બ્લર કરી દેશે, જેથી કોઈ પણ વ્યક્તિ તે વાંચી ન શકે.

ચાલો, એ પણ જાણી લઈએ કે આ વેબ એક્સટેન્શનને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, સેટ અકરી શકો છો, જેથી તમારી વ્હોટ્સ એપ ચેટ પ્રાઈવેટ રહી શકે.

વ્હોટ્સ એપ વેબ પ્લસ એક્સટેન્શનને યુઝ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો.

1. સૌથી પહેલા ક્રોમ વેબ સ્ટોર ઓપન કરો, અહીં Whatsapp WA Web Plus સર્ચ કરો.

2. બાદમાં અહીં તમને Add to Chrome બટન જોવા મળશે, તેના પર ક્લિક કરો.

3. હવે તમને ટૂલ બાર પર એક્સટેન્શન માટે એક નવો શોર્ટકટ જોવા મળશે.

4. વ્હોટ્સ એપ લોન્ચ કરવા માટે શોર્ટકટ પર ક્લિક કરો.

5. એક્સટેન્શનનું મેન્યુ ઓપન કરવા માટે ફરી એકવાર શોર્ટકટ પર ક્લિક કરો.

આ પ્રાઈવસી ફીચર ઉપરાંત WA Web Plus એક્સટેન્શન અન્ય કેટલાક ઉપયોગી ફીચર પણ આપે છે. દાખલા તરીકે યુઝર્સ પોતાના કમ્પ્યુટરથી દૂર જાય ત્યારે લોક સ્ક્રીન પાસવર્ડ આ એક્સટેન્શન દ્વારા સેટ કરી શકે છે. આ ફીચર તમને લંચ બ્રેક કે મીટિંગ જેવા સમયે ઉપયોગી થાય છે. જો તમારી સ્ક્રીન પર વ્હોટ્સ એપ વિન્ડો ઓપન પણ હોય તો પણ કોઈ વ્યક્તિ પાસવર્ડ નાખ્યા વગર તેને એક્સેસ નહીં કરી શકે.

Best Mobiles in India

English summary
WhatsApp chat will be blurred on desktop use this extension

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X