Just In
WhatsApp Chat Transfer ફીચર આ રીતે કરશે કામ, થશે ફાયદો
WABetaInfoના પાછળના કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે વ્હોટ્સ એપ પોતાના નવા ફીચર ચેટ ટ્રાન્સફર ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના ચેટ એક એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી બીજા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ટ્રાન્સફર કરી શક્શે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડ યુઝ કરતા યુઝર્સે પોતાની એપમાં ચેટ ટ્રાન્સફર ઓપ્શન ખોલવાનો રહેશે અને સ્ક્રીન પર દેખાતો એક ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે. આ ક્યૂઆર કોડ તમારે જે ડિવાઈસ પર ચેટ ટ્રાન્સફર કરવી છે, તેમાં દેખાશે. આ કોડ સ્કેન કરતાની સાથે જ તે ડિવાઈસમાં બધી ચેટ ટ્રાન્સફર થઈ જશે. મળતી માહિતી મુજબ હાલ વ્હોટ્સ એપ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસમાં જ આ ફીચર આપવા જઈ રહી છે. iOS યુઝર્સે ચેટ ટ્રાન્સફર ફીચર માટે હજી રાહ જોવી પડશે.

એક વાર આ ફીચર રોલ આઉટ થઈ જશે કે ત્યાર બાદ વ્હોટ્સએપ યુઝર્સ સેટિંગ્સ મેન્યુમાં જઈને આ ફીચરનો ઉપયોગ કરી શક્શે. WABetalnfoના જૂના રિપોર્ટ્સ પ્રમાણે વ્હોટ્સ એપ આ ફીચર ગ્લોબલી રિલીઝ કરે તે પહેલા તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ નવું ફીચર યુઝર્સને તેમની ચેટ હિસ્ટ્રીને એક ફોનમાંથી બીજા Android ડિવાઈસ પર સરળતાથી સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપશે, જેથી તેઓને નવા ડિવાઈસ પર સ્વિચ કરતા પહેલા Google ડ્રાઇવ પર તેમના ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લેવાની જરૂર નહીં પડે.
એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ યુઝર્સે હવે એક ડિવાઈસમાંથી બીજા ડિવાઈસમાં ચેટ ટ્રાન્સફર કરવા માટે માત્ર આ એક ફીચરનો ઉપયોગ કરી શક્શે. હાલ વ્હોટ્સ એપનું ચેટ ટ્રાન્સફર ફીચર હજી અન્ડર ડેવલપમેન્ટ છે, કંપની આગામી ભવિષ્યમાં આવનારી અપડેટ દરમિયાન ગમે ત્યારે આ ફીચર રોલ આઉટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુલાઈમાં કંપનીએ એક એવું ફીચર લોન્ચ કર્યું હતું, જેના દ્વારા યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ ડિવાઈસમાંથી ચેટને આઈઓએસ ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ફીચરના કારણે એન્ડ્રોઈડમાંથી આઈઓએસમા સ્વિચ તનારા યુઝર્સે તેમના વ્હોટ્સ એપ ચેટનો બેકઅપ લેવાની જરૂર પડતી નથી.
WhatsApp 'Message Yourself’ ફીચર
આ દરમિયા મેટાની માલિકીની એપ્લીકેશન વ્હોટ્સ એપે મેસેજ યોરસેલ્ફ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર પણ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ ફીચર દ્વારા યુઝર્સ અગત્યની માહિતી પોતાને જ મેસેજ કરીને ખૂબ જ હેન્ડી રાખી શકે છે. શરૂઆતમાં આ ફીચર પણ માત્ર બીટા વર્ઝન માટે જ લોન્ચ કરાયું હતું, પરંતુ હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સ જરૂરી માહિતી, ડોક્યુમેન્ટ્સ, વીડિયોઝ, ઓડિયો અને મહત્વની ઈમેજિસ પોતાને જ સેન્ડ કરીને ખૂબ જ હેન્ડી રાખી શકે છે. આ બધી માહિતી શોધવા માટે હવે વારંવાર ગેલેરી કે ફાઈલ મેનેજર ખોલવાની જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470