Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsAppમાં ચેટ ડિલીટ થઈ જાય તો ચિંતા ન કરો, આ રીતે થઈ જશે રિસ્ટોર
વ્હોટ્સ એપના આખા વિશ્વમાં કરોડો યુઝર્સ છે. નાના નાના કામ માટે પણ હવે લોકો આ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ભલે ફોટો મોકલવો હોય કે પછી જરૂરી ડોક્યુમેન્ટ શૅર કરવાનો હોય, દરેક કામ વ્હોટ્સ એપ પર સરળતાથી થઈ જાય છે. મોટા ભાગની વસ્તુઓ વ્હોટ્સ એપમાં શૅર થાય છે, એટલે ડેટાને સાચવવવો પણ અગત્યનો છે. ઘણીવાર ભૂલથી વ્હોટ્સ એપ ચેટ ડિલીટ થઈ જાય છે, એટલે ચેટમાં રહેલા ડોક્યુમેન્ટ્સ, મેસેજ જતા રહે છે, જે ઘણીવાર ઉપયોગી હોય છે.
આવી સ્થિતિમાં મોટા ભાગના લોકોને એ પણ નથી ખબર હોતી કે આ ચેટ કઈ રીતે રિસ્ટોર કરી શકાય છે. જો તમે પણ કોઈ દિવસ આવી ઘટનામાં ફસાઈ જાવ તો ચિંતા કરવાની કે પરેશાન થવાની જરૂર નથી. તમારે બસ ગણતરીના સ્ટેપ્સ ફોલો કરવાના છે, અને તમારું ચેટ પાછું આવી જશે.

ચેટ બેક અપ માટેની પ્રોસેસ
જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝર છો, તો ચેટ રિસ્ટોર કરવા માટે તમારે ગણતરીના સ્ટેપ્સ ફોલો કરવાના છે. વ્હોટ્સ એપમાં ગૂગલ ડ્રાઈવ પર ચેટ બેક અપ લેવાનું ઓપ્શન અવેલેબલ છે. ચેટ પાછુંલ ાવવા માટે તમારી પાસે એ નંબર હોવો જરૂરી છે, જે નંબરના વ્હોટ્સ એપનું ચેટ તમે રિકવર કરવા ઈચ્છો છો. હવે, નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા વ્હોટ્સ એપ અન ઈન્સ્ટોલ કરો અને પછી ફરીથી ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: હવે જે નંબરથી તમારું વ્હોટ્સ એપ ચાલતું હતું, તે જ નંબરથી સાઈન અપ કરો.
સ્ટેપ 3: વેરિફિકેશન માટે તમારા નંબર પર એક ઓટીપી આવશે, આ ઓટીપી એન્ટર કરો.
સ્ટેપ 4: હવે તમારી સ્ક્રીન પર ગૂગલ ડ્રાઈવનું બેક અપ લેવાનો એક ઓપ્શન આવશે.
સ્ટેપ 5: હવે રિકવરી વાળા ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 6: બાદમાં નેક્સ્ટ બટન પર ટેપ કરો.
સ્ટેપ 7: પ્રોસેસ પૂરી થયા બાદ હવે ચેટ બેકઅપ થવાની શરૂઆત થઈ જશે.
iPhone માટે શું છે પ્રોસેસ?
iPhoneમાં ચેટ બેકઅપ કરવા માટે ગૂગલ ડ્રાઈવા બદલે iCloud Backupની જરૂર પડશે. તમે અહીં આગળ આપેલા સ્ટેપ્સ ફોલો કરીને આઈફોનમાં પણ વ્હોટ્સ એપના ચેટનું બેકઅપ લઈ શકો છો.
સ્ટેપ 1: ચેટ રિસ્ટોર કરવા માટે કે પાછું લાવવા માટે સૌથી પહેલા વ્હોટ્સ એપ અન ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: હવે ફરીથી વ્હોટ્સ એપને તમારા આઈફોનમાં ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 3: બાદમાં તમારી સામે રજિસ્ટર્ડ વ્હોટ્સ એપ નંબરથી સાઈન ઈન કરવાનો ઓપ્શન આવશે.
સ્ટેપ 4: રજિસ્ટર્ડ નંબર નાખતા જ તમારા નંબર પર એક ઓટીપી આવશે, તેને વેરિફાય કરો.
સ્ટેપ 5: હવે આઈ ક્લાઉડ પરથી ચેટ બેકઅપ માટે રિકવરી પ્રોસેસ ફોલો કરો.
સ્ટેપ 6: પ્રોસેસ ફોલો કરશો, એટલે આપઆપ તમારું ચેટ રિકવર થવાની શરૂઆત થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications