Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp કૉલ પર ન કરતા આ ભૂલ, ઘરે પહોંચી જશે અજાણ્યા વ્યક્તિઓ
શું તમે જાણો છો કે વ્હોટ્સ એપ પર કોલિંગ દરમિયાન તમારું આઈપી એડ્રેસ ટ્રેક થઈ શકે છે? જી હાં, જો તમે હજી સુધી વ્હોટ્સ એપ પર કોલિંગ દરમિયાન પોતાનું આઈપી એડ્રેસ પ્રોટેક્ટ નથી કર્યું, તો તમારી સુરક્ષા ખતરામાં મુકાઈ શકે છે.

ઓનલાઈન કૉલ આ રીતે થાય છે કનેક્ટ
જો કે, આવું કેવી રીતે થઈ શકે, તે સમજવા માટે એ સમજવું જરૂરી છે કે વ્હોટ્સ એપ કૉલ કનેક્ટ કઈ રીતે થાય છે? વ્હોટ્સ એપ કોલિંગ દરમિયાન તમે બીજા પ્લેટફોર્મ પીયર ટુ પીયર કનેક્શનની સુવિધા આપે છે. આ ડિરેક્ટ કનેક્શનને લીધે ડેટા ટ્રાન્સફર ફાસ્ટ થઈ જાય છે, સાથે જ કૉલની ક્વોલિટી પણ સુધરે છે. જો કે, તેનું સૌથી મોટું નુક્સાન એ છે કે કૉલ કરનાર વ્યક્તિ સામેના વ્યક્તિના આઈપી એડ્રેસ પણ જાણી શકે છે. આ આઈપી એડ્રેસ કૉલ ડેટા પેકેટને યોગ્ય રીતે ડિવાઈસ સુધી ડિલીવર કરવા માટે જરૂરી હોય છે. આઈપી એડ્રેસ વિઝિબલ હોવાનો અર્થ છે કે જિયોગ્રાફિકલ લોકેશન અને ઈન્ટરનેટ પ્રોવાઈડરની માહિતી લીક થઈ રહી છે.
જો કે, વ્હોટ્સ એપ પોતાના યુઝર્સની પ્રાઈવસીનું ધ્યાન રાખે છે. એટલા માટે જ ચેટિંગ પ્લેટફોર્મ પોતાના યુઝર્સને વ્હોટ્સ એપ કોલિંગ દરમિયાન આઈપી એડ્રેસને પ્રોટેક્ટ કરવા માટે ખાસ ફીચર પણ અનેબલ કરવા દે છે. જેવું આ ફીચર ઓન થઈ જાય કે તરત જ વ્હોટ્સ એપ યુઝર્સનો કૉલ વ્હોટ્સ એપ સર્વર દ્વારા બીજા યુઝર સુધી પહોંચે છે.
બે લોકો વચ્ચે જ રહેશે તમારી વાતચીત
ધ્યાન રાખો કે જો તમે એવું માનો છો કે જ્યારે તમે વ્હોટ્સ એપ પર કોઈની સાથે વાત કરી રહ્યા છો, ત્યારે વ્હોટ્સ એપ પણ તમારી વાત સાંભળી રહ્યું છે કે વાંચી રહ્યું છે, તો આવું બિલકુલ નથી. બે લોકોની વાતચીતમાં વ્હોટ્સ એપ સામેલ નથી થતું. વ્હોટ્સ એપ આ ફીચર અંગે સ્પષ્ટ કહે છે કે તે તમારી વાત ક્યારેય નથી સાંભળતું, ન તો સાંભળે છે. કૉલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ જ રહે છે.
Protect IP Address In Calls ફીચરને કરો અનેબલ
Protect IP Address In Calls ફીચરને ચાલુ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: ટોપ રાઈટ કોર્નરમાંથી મેન્યુ બટન પર આવો.
સ્ટેપ 3: હવે તમારે સેટિંગ્સ મેન્યુ પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: અહીં તમને પ્રાઈવસી ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 5: સ્ક્રોલ ડાઉન કરીને એડવાન્સ્ડ પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે Protect IP Address In Calls ફીચર અનેબલ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications