Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp Call Links ફીચર રોલ આઉટ, 32 લોકો જોઈન કરી શક્શે કોલ
હજી કેટલાક સમય પહેલા જ ખુલાસો થયો હતો કે વ્હોટ્સ એપ નવા કોલ લિંક ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ લિંક દ્વારા કોલ કનેક્ટ કરી શક્શે. આજે ફાઈનલી આ ફીચર રોલ આઉટ થવાની માહિતી ખુદ મેટાના માલિક માર્ક ઝુકરબર્ગે આપી છે. માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોસ્ટ કરીને આ ફીચર રોલ આઉટ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે વ્હોટ્સ એપ પર આગામી દિવસોમાં વીડિયો કોલ પર 32થી વધારે લોકો કોલ જઈન કરી શકે તે ફીચરનું પણ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત
મેટાના પ્રમુખ માર્ક ઝુકરબર્ગે સોમવારે ફેસબુક પર પોસ્ટ કરીને વ્હોટ્સ એપ કોલ લિંક ફીચર રોલ આઉટ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા યુઝર્સ એક લિંક દ્વારા વ્હોટ્સ એપ કોલ પર કનેક્ટ થઈ શક્શે. જેમ ઝૂમ કે ગૂગલ મીટ પર યુઝર્સ લિંક દ્વારા કોલ કનેક્ટ કરે છે, તે જ ફીચર હવે વ્હોટ્સ એપ પણ આપવા જઈ ર્હુયં છે. જો કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
થોડા સમયમાં બધા જ યુઝર્સને મળશે ફીચર
યુઝર્સને આ નવું કોલ લિંક ફીચર કોલ ટેબમાં મળશે. લિંક ક્રિએટ કર્યા બાદ તમે આ લિંકને તમારા કોન્ટેક્ટ્સ સાથે શેર કરી શકો છો. બાદમાં આ યુઝર્સ આ લિંક પર ક્લિક કરીને તમારા કોલમાં જોડાઈ શકે છે. આ ફીચર ફેઝ મેનરમાં રોલ આઉટ કરવામાં આવ્યું છે, એટલે આ ફીચર તમારા સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.
નવા ફીચરનું ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
આ ઉપરાંત ઝુકરબર્ગે આપેલી માહિતી પ્રમાણે કંપની હાલ વીડિયો કોલમાં એક સાથે 32 કે વધુ લોકો જોડાઈ શખે, તે ફીચર પણ ટેસ્ટ કરી રહી છે. આ વીડિયો કોલ પણ સંપૂર્ણ રીતે એનક્રિપ્ટેડ હશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંનેમાં ઉપલબ્ધ થશે.
થઈ શક્શે 32 લોકો સાથે વીડિયો કોલ
જો કે એક સાથે 32 લોકો વીડિયો કોલમાં જોડાઈ શકે, તે ફીચર ક્યારે લોન્ચ થશે, તેની કોઈ તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. હાલની સુવિધા મુજબ વીડિયો કોલમાં એક સાથે 8 લોકો જોડાઈ શકે છે.
આ ફીચર્સની છે રાહ
વ્હોટ્સ પર પોલ, એડિટ, વોઈસ સ્ટેટસ અપડેટ જેવા ઘણા નવા ફીચર આવવાની રાહ જોવાઈ રહી છે. આ લિસ્ટમાં વ્હોટ્સ એપ અવતાર ફીચર પણ સામેલ છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાનો અવતાર બનાવીને તેને સ્ટીકર્સ દ્વારા પોતાના મિત્રોને પણ મોકલી શક્શે. આ અવતાર યુઝર્સ પોતાની પ્રોફાઈલમાં પણ મૂકી શક્શે.
તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે વ્હોટ્સ એપ ટૂંક સમયમાં એક ઈન એપ સર્વિસ ફીચર જહેર કરવાનું છે, જેમાં યુઝર્સ પોતાના વ્હોટ્સ એપ અકાઉન્ટથી જ સર્વેમાં ભાગ લઈ શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
